PIB Fact Check: ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર વધી રહેલા તણાવ વચ્ચે વોટ્સએપ પર દેશભરના એટીએમ બેથી ત્રણ દિવસ બંધ રહેવાનો મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જો તમારી પાસે પણ આવો મેસેજ આવ્યો છે તો પરેશાન થવાની જરૂર નથી. પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરો (PIB) એ આ વાયરલ વોટ્સએપ મેસેજને ખોટો ગણાવ્યો છે. આ મેસેજમાં દાવો કરવામાં આવ્યો હતો કે દેશભરના એટીએમ 2-3 દિવસ માટે બંધ રહેશે.
ભારત-પાક યુદ્ધ Live
એટીએમ હંમેશાની જેમ કામ કરતા રહેશે
પીઆઈબી તરફથી પોતાની પોસ્ટમાં કહેવામાં આવ્યું કે આ મેસેજ ખોટો છે અને એટીએમ હંમેશાની જેમ કામ કરતા રહેશે. આ મેસેજ વાંચ્યા બાદ ઘણા લોકો ચિંતામાં આવી ગયા હતા. આ સાથે પીઆઈબીએ લોકોને અપીલ કરી છે કે આવી ખોટી જાણકારી પર ધ્યાન ન આપો અને તેને ફોરવર્ડ ન કરો.
લોકોમાં બિનજરૂરી ડર ખતમ કરવાનો ઈરાદો
PIB એ પોતાના ફેક્ટ ચેક હેન્ડલ (@PIBFactCheck) થી પોસ્ટ કરી, 'એક વાયરલ વોટ્સએપ મેસેજ દાવો કરે છે કે એટીએમ 2-3 દિવસ સુધી બંધ રહેશે. આ મેસેજ ખોટો છે. એટીએમ સામાન્ય રૂપથી કામ કરશે. ખાતરી કર્યા વગર કોઈ મેસેજ શેર ન કરો. સરકાર તરફથી લોકોમાં ડર ન ફેલાય તે માટે સ્પષ્ટતા કરવામાં આવી છે.'
Are ATMs closed⁉️
A viral #WhatsApp message claims ATMs will be closed for 2–3 days.
🛑 This Message is FAKE
✅ ATMs will continue to operate as usual
❌ Don't share unverified messages.#IndiaFightsPropaganda pic.twitter.com/BXfzjjFpzD
— PIB Fact Check (@PIBFactCheck) May 9, 2025
સોશિયલ મીડિયા પર ખોટા સમાચારોનો ખતરો
PIB તરફથી પહેલા પણ અનેકવાર લોકોને સોશિયલ મીડિયા પર ફેલાતા ખોટા સમાચારથી સાવધાન રહેવાની સલાહ આપવામાં આવી છે. તેણે કહ્યું કે સાચી જાણકારી માટે માત્ર સત્તાવાર પ્લેટફોર્મ પર વિશ્વાસ કરો. વોટ્સએપ પર નકલી મેસેજની સમસ્યા લાંબા સમયથી ફેલાયેલી છે. આવા મેસેજથી લોકોમાં ભ્રમની સ્થિતિ પેદા થાય છે.
સાવચેતી રાખવાની સલાહ
પીઆઈબી તરફથી લોકોને સલાહ આપવામાં આવી છે કે આવા મેસેજ પર વિશ્વાસ કરતા કે આગળ મોકલતા પહેલા તેની સત્યતા તપાસી લો. જો કોઈ સમાચાર શંકાસ્પદ લાગે છે તો પહેલા સત્તાવાર પ્લેટફોર્મ પર તેની ખાતરી કરો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે