Home> Business
Advertisement
Prev
Next

ABVKY: કોરોનાકાળમાં નોકરી ગુમાવી દીધી છે? ત્રણ મહિનાનો પગાર આપશે સરકાર, ફટાફટ કરાવો રજિસ્ટ્રેશન

આ યોજના હેઠળ 50 હજારથી વધુ લોકોને લાભ થયો છે. કર્મચારી રાજ્ય વિમા નિગમ (ESIC) આ સ્કીમને ચલાવે છે. જો કોરોનાકાળમાં તમારી નોકરી જતી રહી છે તો સરકાર તમને 3 મહિનાનો પગાર આપશે. 

ABVKY: કોરોનાકાળમાં નોકરી ગુમાવી દીધી છે? ત્રણ મહિનાનો પગાર આપશે સરકાર, ફટાફટ કરાવો રજિસ્ટ્રેશન

નવી દિલ્હી: Unemployment allowance: કોરોનાકાળમાં ઘણા લોકોની નોકરી જતી રહી છે. એવામાં બેરોજગારોને ભથ્થું આપવા માટે સરકારે 'અટલ બિમિત વ્યાક્તિ કલ્યાણ યોજના' (Atal Beemit Vyakti Kalyan Yojana) નામથી એક સ્કીમ શરૂ કરી છે. આ યોજના હેઠળ 50 હજારથી વધુ લોકોને લાભ થયો છે. કર્મચારી રાજ્ય વિમા નિગમ (ESIC) આ સ્કીમને ચલાવે છે. જો કોરોનાકાળમાં તમારી નોકરી જતી રહી છે તો સરકાર તમને 3 મહિનાનો પગાર આપશે. 

fallbacks

ત્રણ મહિનાનો પગાર આપશે મોદી સરકાર
ન્યૂજ એજન્સી એએનઆઇના એક રિપોર્ટ અનુસાર જાણકારી આપવામાં આવી છે કે એએનઆઇના અનુસાર કેંદ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ભૂપેન્દ્ર યાદવે આ વાત કહી છે. ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે તેમનું મંત્રાલય કોરોનાન લીધે જીવ ગુમાવનાર ESIC સભ્યોને સ્વજનને આજીવન નાણાકીય મદદ પણ પુરી પાડવામાં આવશે. 

100 રૂપિયામાં મળી રહ્યું છે સોનું! Tanishq અને Kalyan જ્વેલર્સ જેવી બ્રાંડ્સ પર ચાલી રહી છે ઓફર

શું છે 'અટલ બિમિત વ્યાક્તિ કલ્યાણ યોજના'?
 'અટલ બિમિત વ્યાક્તિ કલ્યાણ યોજના' (Atal Beemit Vyakti Kalyan Yojana) હેઠળ નોકરી છૂટતાં બેરોજગાર લોકોને આર્થિક મદદ માટે ભથ્થું પણ આપવામાં આવે છે. બેરોજગાર વ્યક્તિ 3 મહિના માટે આ ભથ્થાનો ફાયદો ઉઠાવી શકે છે. 3 મહિના માટે તે સરેરાશ સેલરીના 50 % ક્લેમ કરી શકે છે. બેરોજગાર થયા બાદ 30 દિવ્સ બાદ આ યોજના સાથે જોડાઇને ક્લેમ કરી શકાય છે.  

આ રીતે ઉઠાવો યોજનાનો લાભ
આ યોજનાનો લાભ લેવા માટે ESIC સાથે જોડાયેલા કર્મચારી ESIC ની કોઇ પણ બ્રાંચમાં જઇને તેના માટે એપ્લાય કરી શકો છો. ત્યારબાદ ESIC તરફથી અરજી કરવાની પુષ્ટિ કરવામાં આવશે અને જો આ સાચું છે, તો રકમ સંબંધિત કર્મચારીના ખાતામાં મોકલવામાં આવશે.

કોણ લઇ શકે છે યોજનાનો ફાયદો?
1. આ યોજનાનો લાભ એવા પ્રાઇવેટ સેક્ટર (ઓર્ગેનાઇઝ્ડ સેક્ટર) માં કામ કરનાર નોકરિયાત લોકો બેરોજગાર થતાં લઇ શકે છે. કંપની દર મહિને જેમનો PF/ESI સેલરીમાં કાપે છે.
2. ESI નો ફાયદો ખાનગી કંપનીઓ, ફેક્ટરીઓ અને કારખાનાઓમાં કામ કરનાર કર્મચારીઓને મળે છે. તેના માટે ESI કાર્ડ બને છે. 
3. કર્મચારી આ કાર્ડ અથવા પછી કંપનીમાંથી લાવવામાં આવેલા દસ્તાવેજના આધારે સ્કીમનો ફાયદો લઇ શકો છો. ESI નો લાભ તે કર્મચારીઓને ઉપલબ્ધ હોય છે, જેની માસિક આવક 21 હજાર રૂપિયાથી ઓછી છે. 

પ્રીમિયમ આપ્યા વિના મેળવો 75000 અને બાળકોની સ્કોલરશિપ, ફટાફટ આ યોજનામાં કરો એપ્લાય

આ રીતે કરો રજિસ્ટ્રેશન
1. આ યોજનાનો ફાયદો લેવા માટે તમે સૌથી પહેલાં ESI ની વેબસાઇટ પર અટલ બીમિત વ્યક્તિ કલ્યાણ યોજનાનું ફોર્મ ડાઉનલોડ કરો. 
2. https://www.esic.nic.in/attachments/circularfile/93e904d2e3084d65fdf7793...
3. હવે ફોર્મ ભરીને કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC) ની નજીકની બ્રાંચમાં જમા કરાવો. 
4. ત્યારબાદ ફોર્મ સાથે 20 રૂપિયાનું નોન-જ્યુડિશિયલ સ્ટેમ્પ પેપર પર નોટરીનું એફિડેવિડ પણ લાગશે. 
5. તેમાં AB-1 થી માંડીને  AB-4 ફોર્મ જમા કરાવવામાં આવશે.
6. ખોટા આચરણના લીધે નોકરી જતી રહી હશે તો ફાયદો મળશે નહી. 
7. તે લોકોને સ્કીમનો ફાયદો નહી મળે જેમને ખોટા આચરણના લીધે કંપનીમાંથી કાઢી મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત ક્રિમિનલ કેસ નોધાવવા તથા સ્વેચ્છાએ નિવૃતિ (VRS) લેનાર કર્મચારી પણ યોજનાનો લાભ મેળવી શકશે નહી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More