Home> Business
Advertisement
Prev
Next

54 રૂપિયાના સ્ટોકે કર્યા માલામાલ, પ્રથમ દિવસે આપ્યું 159% નું રિટર્ન, ધમાકેદાર લિસ્ટિંગ

ઓસ્ટ્રેલિયન પ્રીમિયમ સોલર આઈપીઓનું આજે 18 જાન્યુઆરીએ શેર બજારમાં લિસ્ટિંગ થયું છે. કંપનીના શેર એનએસઈ પર પોતાની ઈશ્યૂના મુકાબલે 160 ટકા પ્રીમિયમ પર લિસ્ટ થયા છે. 

54 રૂપિયાના સ્ટોકે કર્યા માલામાલ, પ્રથમ દિવસે આપ્યું 159% નું રિટર્ન, ધમાકેદાર લિસ્ટિંગ

નવી દિલ્હીઃ Australian Premium Solar IPO listing: ઓસ્ટ્રેલિયન પ્રીમિયમ સોલરના સ્ટોકે ગુરૂવાર 18 જાન્યુઆરીએ ધમાકેદાર રીતે શેર બજારમાં એન્ટ્રી કરી છે. ઈન્વેસ્ટરોને પ્રથમ દિવસે આશરે અઢી ગણો નફો મળ્યો છે. ઓસ્ટ્રેલિયન પ્રીમિયમ સોલરના શેર 140 રૂપિયાના ભાવ પર લિસ્ટ થયા, જ્યારે તેનો આઈપીઓ 54 રૂપિયા પર આવ્યો હતો. આ રીતે શેર આશરે 159.2 ટકા પ્રીમિયમ પર લિસ્ટ થયા છે. લિસ્ટિંગ પહેલા ઓસ્ટ્રેલિયાઈ પ્રીમિયમ સોલરના શેર ગ્રે માર્કેટમાં 100 ટકા પ્રીમિયમ પર કારોબાર કરી રહ્યાં હતા. ગ્રે માર્કેટ એક અનૌપચારિક પ્લેટફોર્મ છે, જ્યાં લિસ્ટિંગ પહેલા શેરમાં કારોબાર થાય છે. મોટા ભાગના ઈન્વેસ્ટર લિસ્ટિંગ પ્રાઇઝનો અંદાજ લગાવવા માટે ગ્રે માર્કેટ પ્રીમિયમ પર નજર રાખે છે. 

fallbacks

ઓસ્ટ્રેલિયન પ્રીમિયમ સોલરના આઈપીઓને ઈન્વેસ્ટરોની જોરદાર પ્રતિક્રિયા મળી હતી. કુલ 464 ગણો વધુ સબ્સક્રિપ્શન આ આઈપીઓને મળ્યું હતું. રિટેલ ઈન્વેસ્ટરોએ પોતાના રિઝર્વ શેર માટે 535 ગણું અને હાઈ નેટવર્થ ઈન્ડિવિઝ્યુઅલના ક્વોટામાં 770 ગણી વધુ ખરીદી થઈ હતી. 

આ પણ વાંચોઃ એક વર્ષમાં મલ્ટીબેગર બન્યા 32 સરકારી સ્ટોક, આ 11 સ્ટોકમાં ત્રણ ગણા થયા પૈસા

ઓસ્ટ્રેલિયન પ્રીમિયમ પોલરનો આઈપીઓ 11 જાન્યુઆરીએ ઓપન થયો હતો અને 15 જાન્યુઆરીએ બંધ થયો હતો. આઈપીઓ માટે પ્રાઇઝ બેન્ડ 51-54 રૂપિયા નક્કી કરવામાં આવી હતી. કંપનીએ આ ઈશ્યૂથી 28.08 કરોડ રૂપિયા ભેગા કર્યાં છે. આ ઓફર સંપૂર્ણ રીતે ફ્રેશ શેરની હતી, જે હેઠળ 52 લાખ શેર વેચાણ માટે રાખવામાં આવ્યા હતા. 

કંપનીએ જણાવ્યું કે તે આઈપીઓ દ્વારા ભેગી કરેલી રકમનો ઉપયોગ કેપિટલ એક્સપેન્ડિચરનું ફન્ડિંગ અને વર્કિંગ કેપિટલની જરૂરીયાત પૂરી કરવા માટે કરશે. બાકી રકમનો ઉપયોગ સામાન્ય કોર્પોરેટ ઉદ્દેશ્યો માટે કરવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More