Home> Business
Advertisement
Prev
Next

દેશમાં એક સામાન્ય માણસને કરોડપતિ બનવામાં કેટલો સમય લાગશે, થયો ચોંકાવનારો ખુલાસો, આ જીવનમાં શક્ય નથી!

ભારતમાં લોકોને 1 મિલિયન ડોલર અથવા 8.22 કરોડ રૂપિયા કમાવવા માટે એક સદી કરતા વધુ સમય લાગશે. એક અભ્યાસમાં આ દાવો કરવામાં આવ્યો છે. 102 દેશોની યાદીમાં ભારત 62મા ક્રમે છે.

દેશમાં એક સામાન્ય માણસને કરોડપતિ બનવામાં કેટલો સમય લાગશે, થયો ચોંકાવનારો ખુલાસો, આ જીવનમાં શક્ય નથી!

નવી દિલ્હીઃ ભારતમાં એક સામાન્ય કર્મચારીના રૂપમાં $1 મિલિયન (લગભગ 8.11 કરોડ) કમાવામાં તમને કેટલા વર્ષ લાગશે? જો આ સવાલ તમને કરવામાં આવે તો તમારો શું જવાબ હશે? 5 વર્ષ, 10 વર્ષ કે 25 વર્ષ કે 50 વર્ષ? બની શકે તે ઘણા લોકો તેનો જવાબ ન આપી શકે. એક સ્ટડીમાં તેને લઈને ચોંકાવનારી વાત સામે આવી છે. ભારતમાં એક સામાન્ય કર્મચારીને આટલા રૂપિયા કમાવવામાં કેટલો સમય લાગશે, તમે તેનો અંદાજ પણ ન લગાવી શકો. ઈ-કોમર્સ પ્લેટફોર્મ પિકોડીએ એક રિસર્ચમાં કહ્યું કે, ભારતમાં આટલી રકમ કમાવા માટે એક સામાન્ય માણસને 148 વર્ષ લાગી જશે. 

fallbacks

તમે આ સાંભળીને ચોકી ગયા હશો પરંતુ અભ્યાસમાં આ વાત સામે આવી છે. ભારતનો જીડીપી ભલે ઝડપથી આગળ વધી રહ્યો હોય પરંતુ પ્રતિ વ્યક્તિ આવક હજુ પણ આશરે 130 દેશોથી પાછળ છે. તેનું પરિણામ છે કે ભારતમાં 1 મિલિયન ડોલર કમાવામાં 148 વર્ષ 5 મહિનાનો સમય લાગી જશે. ઉલ્લેખનીય છે કે આ એવરેજ સમય જણાવવામાં આવ્યો છે. અધ્યનનના આધાર પર તૈયાર કરવામાં આવેલી યાદીમાં ભારત 62માં સ્થાન પર છે. આ અભ્યાસમાં ભારતમાં એક કર્મચારીનું માસિક એવરેજ વેતન 46188 રૂપિયા ($562) લેવામાં આવ્યું છે. 

આ પણ વાંચોઃ 60 રૂપિયાથી ઓછો છે IPO નો ભાવ, 40 રૂપિયાનો ફાયદો! આ સપ્તાહે થશે ઓપન

ક્યા દેશો છે ટોપ પર?
આ સર્વેમાં 102 દેશોનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને સરેરાશ માસિક ચોખ્ખા પગારના આધારે યાદી તૈયાર કરવામાં આવી હતી. આમાં સ્વિટ્ઝર્લેન્ડબે બાજી મારી છે. અભ્યાસ અનુસાર, સ્વિત્ઝર્લેન્ડના નાગરિકો 14 વર્ષ અને ત્રણ મહિનામાં તેમની પ્રથમ મિલિયનની કમાણી કરશે. આ યાદીમાં ચીન 42મા સ્થાને છે. ત્યાંના નાગરિકો ભારતથી 71 વર્ષ પહેલા એટલે કે 78 વર્ષ અને 9 મહિનામાં 1 મિલિયન ડોલર કમાઈ શકશે. ભારત અને યુકે વચ્ચે 120 વર્ષનો તફાવત છે. યુકે આ યાદીમાં 29 વર્ષ અને 9 મહિના સાથે 17મા ક્રમે છે. પાકિસ્તાનમાં આટલી જ રકમ કમાવવા માટે 621 વર્ષ અને 3 મહિનાનો સમય લાગશે.

આ પણ વાંચોઃ કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં થઈ શકે છે મોટો વધારો

જે ટોપ-10 દેશો છે
સ્વિટ્ઝર્લેન્ડ (14 વર્ષ 3 મહિના), સિંગાપોર (16 વર્ષ 11 મહિના), લક્ઝમબર્ગ (17 વર્ષ 4 મહિના), યુનાઇટેડ સ્ટેટ્સ (19 વર્ષ 10 મહિના), આઇસલેન્ડ (20 વર્ષ 11 મહિના), કતાર (21 વર્ષ 3 મહિના), UAE (23 વર્ષ 9 મહિના), ઓસ્ટ્રેલિયા (24 વર્ષ 3 મહિના), ડેનમાર્ક (24 વર્ષ 6 મહિના) અને નેધરલેન્ડ્સ (24 વર્ષ 9 મહિના).

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More