Home> Business
Advertisement
Prev
Next

ભારતની પ્રતિ વ્યક્તિ સરેરાશ આવક 4 વર્ષમાં 80,000ના સ્તર પર પહોંચી

ગોયલે લોકસભામાં આપેલા લેખિત નિવેદનમાં કહ્યું, દેશની પ્રતિ વ્યક્તિ સરેરાશ આવત 2011-2થી 2014-15 દરમિયાન  67,594 રૂપિયા હતી. 

ભારતની પ્રતિ વ્યક્તિ સરેરાશ આવક 4 વર્ષમાં  80,000ના સ્તર પર પહોંચી

નવી દિલ્હીઃ ભારતની પ્રતિ વ્યક્તિ સરેરાશ આવત ગત ચાર વર્ષમાં વધીને 79,882 રૂપિયા સુધી પહોંચી ગઈ છે. કેન્દ્રીય આંકડા મંત્રી વિજય ગોયલે બુધવારે સંસદમાં નિવેદન આપતા કહ્યું કે, યૂપીએના 4 વર્ષની તુલનામાં મોદી સરકારના 4 વર્ષોમાં પ્રતિ વ્યક્તિ આવકમાં સતત વધારો થયો છે. તેમણે કહ્યું કે, 2011-12થી 2014-15 પ્રતિ વ્યક્તિ આવક 67,594 રૂપિયા હતી. 

fallbacks

ગોયલે લોકસભામાં આપેલા લેખિત નિવેદનમાં કહ્યું, દેશની પ્રતિ વ્યક્તિ સરેરાશ આવત 2011-2થી 2014-15 દરમિયાન  67,594 રૂપિયા હતી. જે 2014-15થી નાણાકીય વર્ષ 2017-18 દરમિયાન વધીને 79,882 રૂપિયા થઈ ગઈ છે. કેન્દ્રીય પ્રધાને લોકસભામાં ગત 4 વર્ષ દરમિયાન પ્રતિ વ્યક્તિ આવકના સ્તરમાં વધારાને લઈને પૂછેલા સવાલના જવાબમાં આ આંકડા રજૂ કર્યા. 

નિવેદન પ્રમાણે 2013-14માં 4.6 ટકાના વધારાની સાથે પ્રતિ વ્યક્તિ સરેરાશ આવક 68,572 રૂપિયા સુધી પહોંચી ગઈ. 2014-15માં 6.2 ટકાના વધારાની સાથે આ આંકડો 72,805ના લેવલ સુધી પહોંચ્યો. 2015-16માં આ આંકડો 6.9 ટકા વધીને 77,826 અને  2016-17માં 82,229ના લેવલ સુધી પહોંચી ગયો છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More