Ayush Wellness Stock: શેર બજારની રમત હંમેશા જોખમથી ભરેલી હોય છે. પરંતુ જો તમારૂ ભાગ્ય સાથ આપે તો રાતોરાત સિતારા ચમકી જાય છે. કંઈક આવી છે શેર બજારની રમત. આયુષ વેલનેસનો શેર ઈન્વેસ્ટરો માટે સોનાનો પથ્થર સાબિત થયો છે. આ સ્ટોકની કિંમત પાંચ વર્ષ પહેલા માત્ર 4 રૂપિયા હતી. ત્યારબાદ 4900 ટકાની જોરદાર તેજી જોવા મળી. આ મલ્ટીબેગર સ્ટોક 2 જુલાઈએ બીએસઈ પર 206.95 રૂપિયા પર ઓપન થયો હતો. તે પાછલા સેશનના બંધ 202.90ના ભાવથી 2 ટકા વધુ હતો.
મલ્ટીબેગર બન્યો આયુષ વેલનેસ સ્ટોક
પાંચ વર્ષની દ્રષ્ટિએ આયુષ વેલનેસના સ્ટોકને જુઓ તો તે માત્ર 4 રૂપિયાથી શરૂ થયો અને 206 રૂપિયાને પાર પહોંચી ગયો છે. એટલે તેણે 4900 ટકાનું રિટર્ન આપ્યું છે. એક વર્ષમાં ઈન્વેસ્ટરોને 950 ટકાનું શાનદાર રિટર્ન આપ્યું છે. આ દ્રષ્ટિએ જુઓ તો કોઈ ઈન્વેસ્ટરે પાંચ વર્ષ પહેલા તેમાં બે લાખ રૂપિયા લગાવ્યા હોત તો આજે તે વધીને 1 કરોડ રૂપિયા થઈ ગયા હોત.
બજારના નિષ્ણાતો ટેલિમેડિસિન અને હેલ્થકેર સેક્ટરમાં વધતી માંગને કારણે સ્ટોકમાં આ ઉછાળો હોવાનું જણાવી રહ્યા છે. તેમનું માનવું છે કે આગામી દિવસોમાં આ સ્ટોકમાં વધુ વૃદ્ધિ જોવા મળી શકે છે.
આ પણ વાંચોઃ Bank Holidays : 3 જુલાઈએ બેંકો રહેશે બંધ...જુલાઈમાં કેટલા દિવસ રહેશે બેંકમાં રજા ?
આયુષ વેલનેસમાં વધુ વૃદ્ધિની અપેક્ષા
હકીકતમાં, આયુષ વેલનેસે હેલ્થકેર રેકોર્ડ મેનેજમેન્ટ અને ટેલિમેડિસિન ક્ષેત્રમાં પગલાં લીધાં છે, જેના કારણે તેના સ્ટોકમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી રહી છે. 1 જુલાઈના રોજ, તેણે એક અપડેટમાં માહિતી આપી છે કે તેણે દર્દી વ્યવસ્થાપન પ્લેટફોર્મ અને નવા ટેલિકોન્સલ્ટેશનના લોન્ચની જાહેરાત કરી છે. સ્ટોક એક્સચેન્જને આપવામાં આવેલી માહિતીમાં, આયુષ વેલનેસે જણાવ્યું હતું કે તે $1.62 બિલિયન સાથે તેમાં પોતાની હાજરી નોંધાવી રહ્યું છે. તેણે તેના વ્યવસાયના વિસ્તરણમાં ટિયર 3 અને ટિયર 2 શહેરોને ખાસ મહત્વ આપ્યું છે.
(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ જોખમો અધીન હોય છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય એડવાઇઝરની સલાહ લો)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે