Home> Business
Advertisement
Prev
Next

84 ટકા નફાનો સંકેત, 20 ડિસેમ્બરે ઓપન થશે આ કંપનીનો આઈપીઓ, સચિન તેંડુલકરે પણ કર્યું છે રોકાણ

Azad Engineering IPO: શેર બજારમાં એક બાદ એક આઈપીઓ આવી રહ્યાં છે. ઈન્વેસ્ટરોને પણ આઈપીઓ પર દાવ લગાવી સારી કમાણીની તક મળી રહી છે. આ વચ્ચે 20 ડિસેમ્બરે વધુ એક કંપનીનો આઈપીઓ ઓપન થઈ રહ્યો છે. 

84 ટકા નફાનો સંકેત, 20 ડિસેમ્બરે ઓપન થશે આ કંપનીનો આઈપીઓ, સચિન તેંડુલકરે પણ કર્યું છે રોકાણ

Azad Engineering IPO: જો તમે કોઈ ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ એટલે કે આઈપીઓ (IPO)માં દાવ લગાવવાનું વિચારી રહ્યાં છો તો તમારા માટે સારા સમાચાર છે. હકીકતમાં કાલ એટલે કે 20 ડિસેમ્બરે વધુ એક આઈપીઓ ઓપન થઈ રહ્યો છે, જે ગ્રે માર્કેટમાં બમ્પર ડિમાન્ડમાં છે. આ આઈપીઓ આઝાદ એન્જિનિયરિંગનો છે. આ આઈપીઓમાં ઈન્વેસ્ટર 20 ડિસેમ્બર એટલે કે બુધવારથી દાવ લગાવી શકશે. દાવ લગાવનાર માટે આ ઈશ્યૂ 22 ડિસેમ્બર સુધી ઓપન રહેશે. તેલંગણા સ્થિત કંપની આઝાદ એન્જિનિયરિંગ આઈપીઓની પ્રાઇઝ બેન્ડ ₹499 થી ₹524 પ્રતિ શેર વચ્ચે નક્કી કરવામાં આવી છે.

fallbacks

સચિન તેંડુલકરનું પણ રોકાણ
આઝાદ એન્જિનિયરિંગના આઈપીઓની સાઇઝ 740 કરોડ રૂપિયા છે અને તેમાં  શેરના તાજા ઈશ્યૂની સાથે 50 કરોડ રૂપિયાની વેચાણની રજૂઆત (ઓફર ફોલ સેલ) પણ સામેલ છે. નોંધનીય છે કે ક્રિકેટના દિગ્ગજ સચિન તેંડુલકરે આ વર્ષની શરૂઆતમાં આઝાદ એન્જિનિયરિંગમાં રોકાણ કર્યું હતું. પરંતુ રોકાણની રકમનો ખુલાસો થયો નથી. 

આઝાદ એન્જિનિયરિંગ આઈપીઓ માટે બુક રનિંગ લીગ મેનેજર- એક્સિસ કેપિટલ, આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ, કેપિટલ માર્કેટ્સ અને આનંદ રાઠી એડવાઇઝર્સ. કેફિન ટેક્નોલોજી આઝાદ એન્જિનિયરિંગ ઈશ્યૂની રજીસ્ટ્રાર છે. આઝાદ એન્જિનિયરિંગના શેર 28 ડિસેમ્બરે બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થશે. આઝાદ એન્જિનિયરિંગ લિમિટેડ એક તેલંગણા સ્થિત એન્જિનિયરિંગ ફર્મ છે, જે એરસ્પેસ, રક્ષા અને અન્ય સ્ટ્રેટેજીક સપ્લાયમાં માહેર છે. આ કંપનીની પાસે જીઈ, સીમેન્સ, હનીવેલ અને અન્ય ગ્રાહક છે.

આ પણ વાંચોઃ ઓપન થતાં પહેલા ધૂમ મચાવી રહ્યો છે આ IPO, 210 રૂપિયા પહોંચ્યો GMP, જાણો વિગત

શું ચાલી રહ્યો છે GMP?
તમને જણાવી દઈએ કે ગ્રે માર્કેટમાં આજે મંગળવારે આઝાદ એન્જિનિયરિંગના શેર 440 રૂપિયા પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યાં છે. એટલે કે કંપનીના શેરની સંભવિત લિસ્ટિંગ પ્રાઇઝ 964 રૂપિયા છે. આ પ્રમાણે જુઓ તો લિસ્ટિંગ પર ઈન્વેસ્ટરોને 83.97 ટકાનો ફાયદો થઈ શકે છે.

(Disclaimer: આઈપીઓમાં રોકાણ જોખમોને અધીન છે. રોકાણ કરતા પહેલા કંપની વિશે અભ્યાસ જરૂરી છે. આઈપીઓમાં પૈસા લગાવતા પહેલા તમારા નાણાકીય એડવાઇઝર સાથે ચર્ચા જરૂર કરો. તમારા લાભ કે નુકસાન માટે ઝી 24 કલાક જવાબદાર નથી)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More