Baby Corn Business: ભારત એક કૃષિ પ્રધાન દેશ છે અને હવે તો લોકો આધુનિક ખેતી તરફ ઝડપથી આગળ વધી રહ્યા છે. તેમાં પણ કેટલીક વસ્તુઓની ખેતી એવી છે જેને તમે ઓછા રોકાણમાં શરૂ કરી શકો છો અને તેમાંથી લાખોની કમાણી થઈ શકે છે. આવી જ એક વસ્તુ છે બેબીકોર્ન. બેબીકોર્નને તમે વર્ષમાં ત્રણથી ચાર વખત ઉગાડીને નફો કમાઈ શકો છો.
આ પણ વાંચો:
બટેટા- ડુંગળીના ભાવે અહીં મળે છે કાજુ, ભાવ એટલો કે તમે છોકરાઓ માટે કબાટો ભરશો
Bank Rules: બેન્કના લોકરમાંથી ચોરી થાય કીમતી સામન તો વળતર કોણ આપે ? જાણો શું છે નિયમ
આ બિઝનેસ ગૃહિણીઓ ચલાવી શકે છે ઘરબેઠા, રોકાણ વિના દર મહિને કમાશો હજારો રુપિયા
બેબીકોર્ન પોષક તત્વોથી ભરપૂર હોય છે અને દરેક શહેરમાં તેની માંગ દિવસેને દિવસે વધી રહી છે. ખાસ કરીને ફાઇવસ્ટાર હોટલ, પાસ્તા ચેન અને રેસ્ટોરન્ટમાં બેબીકોર્નની ખૂબ જ માંગ હોય છે. તેવામાં તમે બેબીકોર્નની ખેતી કરીને સારી એવી કમાણી કરી શકો છો.
બેબીકોર્નની ખેતી કરવાની સૌથી સારી બાબત એ છે કે 45 થી 50 દિવસમાં બેબીકોર્ન તૈયાર થઈ જાય છે. વર્ષમાં તમે ત્રણથી ચાર વખત બેબીકોર્ન ઉગાડી શકો છો. એક એકરની જમીનમાં બેબીકોર્નનો પાક ઉગાડવામાં 15000 રૂપિયાનો ખર્ચ થાય છે. જ્યારે તેમાંથી એક લાખ રૂપિયા સુધીની કમાણી થાય છે. આ રીતે વર્ષમાં તમે ચાર વખત બેબીકોર્ન ઉગાડશો તો તમને ચાર લાખ રૂપિયા સરળતાથી મળશે.
જો તમે મોટા લેવલ પર બેબીકોર્નની ખેતી કરવા ઈચ્છો છો અને તમારી પાસે એટલો ખર્ચ કરવાના રૂપિયા નથી તો સરકાર કિસાન લોન પણ આપે છે. ભારત સરકાર બેબીકોર્ન અને મકાઈની ખેતી વધે તે માટે ખેડૂતોને પ્રોત્સાહન આપી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે