Home> Business
Advertisement
Prev
Next

પેટ્રોલ થઈ જાત સસ્તું જો ન નડ્યા હોત આ 'અપશુકન', જાણો શું છે કારણ

પેટ્રોલ અને ડીઝલની વધી રહેલી કિંમત સામાન્ય માણસ માટે બહુ ખરાબ સમાચાર છે

પેટ્રોલ થઈ જાત સસ્તું જો ન નડ્યા હોત આ 'અપશુકન', જાણો શું છે કારણ

નવી દિલ્હી : પેટ્રોલ અને ડીઝલની ભારે વધી રહેલી કિંમત વચ્ચે આમ આદમી માટે ખરાબ સમાચાર છે. રેટિંગ એજન્સી મુડીઝે આગાહી કરી છે કે પેટ્રોલ અને ડીઝલની ઉત્પાદન કિંમતમાં કોઈ પણ પ્રકારના ઘટાડા જેટલો જ ઘટાડો સરકારી ખર્ચમાં નહીં કરવામાં આવે તો રાજકોષીય ખોટ પર અસર પડશે. કેન્દ્ર સરકાર પર પેટ્રોલ અને ડીઝલની કિંમત ઘટાડવા માટે ઉત્પાદન ખર્ચમાં ઘટાડો કરવાનું દબાણ વધી રહ્યું છે. ઇ્ન્ટરનેશનલ માર્કેટમાં કાચા તેલની કિંમત ઘણી વધારે છે જેના કારણે પેટ્રોલ અને ડીઝલની કિંમત વધી ગઈ છે. 

fallbacks

અનુષ્કાએ જાહેરમાં જેને ઠપકાર્યો તેણે હવે વિરૂષ્કાને આપ્યો જડબાતોડ જવાબ

કાચા તેલની વધતી કિંમતોથી આસમાને જઇ રહેલા પેટ્રોલ ડીઝલના ભાવ પર લગામ લગાવવા માટે ભારત સરકારે કમરકસી છે. ભારતે તેલ ઉત્પાદક દેશોના પ્રમુખ સંગઠન OPEC (ઓર્ગેનાઇજેશન ઓફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કંટ્રીઝ)થી ક્રૂડ ઓઇલ ન ખરીદવાનું મન બનાવી લીધું છે. અમેરિકા અને ચીનથી ક્રૂડ ઓઇલ ખરીદવા માટે પ્રયાસ શરૂ કર્યા છે. પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ગુરૂવારે ઓપેક સદસ્ય દેશાના રાજદૂતો સાથે મુલાકાત કરી અને ટૂંકમાં કહી દીધું કે, જો તે ક્રૂડ ઓઇલની કિંમતોને લઇને ગંભીર નહીં થાય તો ભારત એમની પાસેથી કાચું તેલ (ક્રૂડ ઓઇલ) ખરીદવા અંગે વિચારણા કરી શકે છે. 

ભારત સહિત દક્ષિણ એશિયાના દેશો ઓપેક પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદે છે પરંતુ હાલના સંજોગો જોતાં ભારતે ચીન ઉપરાંત અમેરિકા પાસેથી પણ ક્રૂડ ઓઇલ ખરીદવાનું મન બનાવ્યું છે. અમેરિકા પાસેથી ક્રૂડ ઓઇલ અને ગેસની આયાત કરી શકાય એમ છે. ભારત અને ચીનની 2017માં વૈશ્વિક તેલ ખપતમાં 17 ટકાનું યોગદાન છે. આંતરરાષ્ટ્રીય ઉર્જા એજન્સીઓએ અનુમાન લગાવ્યું છે કે વૈશ્વિક માંગમાં પાંચ વર્ષમાં સારો વધારો થયો છે.

બિઝનેસને લગતા સમાચાર જાણવા કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More