Home> Business
Advertisement
Prev
Next

Bank Open: રિઝર્વ બેન્કે રજા કરી રદ્દ, રવિવારે દેશભરમાં ખુલી રહેશે બેન્ક, જાણો કારણ

RBI on Bank Holiday:  રિઝર્વ બેન્કે 31 માર્ચે દેશભરમાં બેન્કો ખુલી રાખવાનો આદેશ આપ્યો છે. નાણાકીય વર્ષ 2023-24નો છેલ્લો દિવસ હોવાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
 

Bank Open: રિઝર્વ બેન્કે રજા કરી રદ્દ, રવિવારે દેશભરમાં ખુલી રહેશે બેન્ક, જાણો કારણ

Bank Open on 31 March: રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ રવિવાર, 31 માર્ચ 2024ના દેશભરની બેન્કો ચાલુ રાખવાનો નિર્દેશ આપ્યો છે. આરબીઆઈએ મોટો નિર્ણય લેતા 31 માર્ચે રવિવાર હોવા છતાં દેશભરમાં બેન્કો ખુલી રાખવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય બેન્કે સોશિયલ મીડિયા પર આ જાણકારી આપી છે. એટલે કે 31 માર્ચ રવિવારે દેશની દરેક બેન્કો ખુલી રહેશે. 

fallbacks

કેમ રવિવારે ખુલી રહેશે બેન્ક
આરબીઆઈએ 31 માર્ચ રવિવારે બેન્કો ખુલી રાખવાનો નિર્દેશ કર્યો છે. ચાલુ નાણાકીય વર્ષ 2023-24 નો છેલ્લો દિવસ હોવાને કારણે રિઝર્વ બેન્ક દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ કહ્યું કે 31 માર્ચે વાર્ષિક ક્લોઝિંગ છે. તેવામાં દરેક બેન્કો ખુલી રહેશે. જેથી નાણાકીય વર્ષના અંત સુધી થનાર ટ્રાન્ઝેક્શનને તે વર્ષમાં નોંધી શકાય. ભારત સરકારે સરકારી રિસેપ્ટ અને ચુકવણીથી સંબંધિત દરેક શાખાઓને 31 માર્ચે ખુલી રાખવાની વિનંતી કરી છે, જેથી સરકારી લેતીદેતીનો હિસાબ રાખી શકાય.

ક્યાં સુધી ખુલી રહેશે બેન્ક
આરબીઆઈએ કહ્યું કે 31 માર્ચે નાણાકીય વર્ષના વાર્ષિક ક્લોઝિંગ દરમિયાન દેશભરની બેન્કો નક્કી સમય પર ખોલવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. એટલે કે 31 માર્ચ રવિવારે દરેક બેન્કો પોતાના નિયમિત સમય પર ખુલશે અને નક્કી સમય પર બંધ થશે. પરંતુ ગ્રાહક એનઈએફટી અને આરટીજીએસ ટ્રાન્ઝેક્શન રાત્રે 12 કલાક સુધી કરી શકશે. 

આ પણ વાંચોઃ સૌથી ધનીક 1% વસ્તી પાસે દેશની 40% સંપત્તિ, અમીર અને ગરીબ વચ્ચેનું અંતર વધ્યું

ખુલી રહેશે આવકવેરા વિભાગની ઓફિસ
માત્ર બેન્કો જ નહીં આવકવેરા વિભાગની ઓફિસો પણ 31 માર્ચ રવિવારે ખુલી રહેશે. માત્ર રવિવાર જ નહીં પરંતુ શુક્રવાર 29 માર્ચે ગુડફ્રાઇડે, શનિવાર 30 માર્ચ અને રવિવાર 31 માર્ચે ઈનકમ ટેક્સની ઓફિસો ખુલી રહેશે. આવકવેરા વિભાગે દેશભરની ઓફિસો ખુલી રાખવાનો નિર્દેશ કર્યો છે. નાણાકીય વર્ષનો છેલ્લો દિવસ હોવાને કારણે ડિપાર્ટમેન્ટે ગુડ ફ્રાઇડેને કારણે લાંબી રજાને રદ્દ કરી દીધી છે. આવકવેરા વિભાગે કહ્યું કે આઈટી ઓફિસ 29, 30 અને 31 માર્ચે ખુલી રહેશે. તમને જણાવી દઈએ કે સ્ટોક માર્કેટ આ દરમિયાન બંધ રહેશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More