Home> Business
Advertisement
Prev
Next

Bank નું કંઈ કામ હોય તો જલ્દી પતાવી દેજો, ફેબ્રુઆરીમાં આટલાં દિવસ બંધ રહેશે બેંક

Bank Holidays in February 2022: જુદા જુદા રાજ્યોમાં અલગ અલગ રજાઓ હોય છે. ફેબ્રુઆરી મહિનામાં આવતી કેટલીક રજાઓ અથવા તહેવારો ચોક્કસ રાજ્ય કે પ્રદેશ સાથે સંબંધિત હોય છે.

Bank નું કંઈ કામ હોય તો જલ્દી પતાવી દેજો, ફેબ્રુઆરીમાં આટલાં દિવસ બંધ રહેશે બેંક

નવી દિલ્લીઃ વર્ષના બીજા મહિનામાં એટલે કે ફેબ્રુઆરીમાં 12 દિવસ બેંકો બંધ રહેશે. આ અગાઉ જાન્યુઆરીમાં 16 દિવસની રજા હતી. ફેબ્રુઆરીની 12 રજાઓમાં બીજા અને ચોથા શનિવાર અને રવિવારની રજાઓનો સમાવેશ થાય છે. ફેબ્રુઆરી મહિનામાં વસંત પંચમી અને ગુરુ રવિદાસ જયંતિ જેવા દિવસે બેંકોમાં રજા રહેશે. જો કે ફેબ્રુઆરી મહિનામાં દેશમાં દરેક જગ્યાએ એકસાથે બેંકો 12 દિવસ બંધ રહેવાની નથી. જુદા જુદા રાજ્યોમાં અલગ અલગ રજાઓ હોય છે. ફેબ્રુઆરી મહિનામાં આવતી કેટલીક રજાઓ અથવા તહેવારો ચોક્કસ રાજ્ય કે પ્રદેશ સાથે સંબંધિત હોય છે. તેથી દરેક રાજ્યમાં બેંક રજાઓ અલગ અલગ હોઈ શકે છે. રજાઓની યાદી જોતા જ તમારે બેંક જવાનો પ્લાન બનાવવો જોઈએ. જાન્યુઆરીના આ છેલ્લા સપ્તાહમાં પણ બુધવારે એટલે કે 26 જાન્યુઆરીએ બેંકો બંધ રહેશે.

fallbacks

List of Bank Holidays in February 2022
2 ફેબ્રુઆરી : સોનમ લોચ્ચર (ગંગટોકમાં બેંક બંધ)
5 ફેબ્રુઆરી: સરસ્વતી પૂજા / શ્રી પંચમી / વસંત પંચમી (અગરતલા, ભુવનેશ્વર, કોલકાતામાં બેંક બંધ)
ફેબ્રુઆરી 6: રવિવાર
ફેબ્રુઆરી 12: બીજો શનિવાર
ફેબ્રુઆરી 13: રવિવાર
ફેબ્રુઆરી 15: મોહમ્મદ હઝરત અલીનો જન્મદિવસ / લુઈસ-નાગાઈ-ની (ઈમ્ફાલ, કાનપુર, લખનૌમાં બેંક બંધ)
ફેબ્રુઆરી 16: ગુરુ રવિદાસ જયંતિ (ચંદીગઢમાં બેંક બંધ)
18 ફેબ્રુઆરી: દોલજાત્રા (કોલકાતામાં બેંક બંધ)
19 ફેબ્રુઆરી: છત્રપતિ શિવાજી મહારાજ જયંતિ (બેલાપુર, મુંબઈ, નાગપુરમાં બેંક બંધ)
20 ફેબ્રુઆરી: રવિવાર
26 ફેબ્રુઆરી: ચોથો શનિવાર
27 ફેબ્રુઆરી: રવિવાર

આજના ડિજિટલ યુગમાં મોટાભાગના કામ ઓનલાઈન થાય છે. બેંક સંબંધિત કામ પણ હવે ઓનલાઈન થવા માંડ્યા છે. મોબાઇલ બેન્કિંગની સુવિધાએ ઘણું સરળ બનાવ્યું છે. આ હોવા છતાં બેંકને લગતા ઘણા કામો છે જેના માટે શાખામાં જવું જરૂરી છે. ચેક ક્લિયરન્સ, લોન, ડિમાન્ડ ડ્રાફ્ટ જેવી સેવાઓ માટે શાખાની મુલાકાત લેવી પડે છે. આ સ્થિતિમાં જો તમારી પાસે બેંક સંબંધિત કોઈ કામ હોય તો તમારે બેંક રજાઓ વિશે માહિતી રાખવી પડશે. એવું ન થવું જોઈએ કે તમે કોઈ કામ માટે નીકળો છો અને તે દિવસે બેંક બંધ છે. આ કિસ્સામાં તમારે પાછા ફરવું પડી શકે છે. અહેવાલમાં અમે તમને બેંક રજાઓની સંપૂર્ણ યાદી પ્રદાન કરી રહ્યા છીએ. આ યાદીના આધારે તમે તમારા કાર્યને સમયસર પૂર્ણ કરી શકો છો.

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More