Home> Business
Advertisement
Prev
Next

Bank Holidays List: સપ્ટેમ્બરમાં 12 દિવસ બેંકોમાં તાળું, આ તારીખોએ બંધ રહેશે બેંકિંગના કામકાજ

જો તમે સપ્ટેમ્બર (September) મહિનામાં બેંકિંગ સેક્ટર (Banking Sector) સાથે જોડાયેલા કામ કરવાના છો તો પહેલા આ સમાચાર વાંચી લો. સપ્ટેમ્બર મહિનામાં 12 દિવસ બેંકો બંધ (Bank Close) રહેશે

Bank Holidays List: સપ્ટેમ્બરમાં 12 દિવસ બેંકોમાં તાળું, આ તારીખોએ બંધ રહેશે બેંકિંગના કામકાજ

નવી દિલ્હી: જો તમે સપ્ટેમ્બર (September) મહિનામાં બેંકિંગ સેક્ટર (Banking Sector) સાથે જોડાયેલા કામ કરવાના છો તો પહેલા આ સમાચાર વાંચી લો. સપ્ટેમ્બર મહિનામાં 12 દિવસ બેંકો બંધ (Bank Close) રહેશે. એક તરફ જ્યાં બેંક કર્મચારીઓ સપ્ટેમ્બર મહિનામાં 12 રજાઓનો આનંદ માણશે, ત્યારે બીજી તરફ એવા લોકો જેમને બેંક સાથે સંકડાયેલા કામ છે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. એવામાં જો તમારું બેંક સંબંધિત કોઈ કામ પેન્ડિંગ પડ્યું છે તો તેને જલદીથી પૂર્ણ કરી લો.

fallbacks

સપ્ટેમ્બરમાં હશે 12 બેંક હોલિડે
ભારતી રિઝર્વ બેંક (RBI) તરફથી જાહેર કરવામાં આવેલા લિસ્ટ અનુસાર, સપ્ટેમ્બરમાં કુલ 7 બેંક રજાઓ છે. પરંતુ દેશમાં અલગ અલગ જગ્યા પર એક સમાન રજાઓ નથી. આમાંની કેટલીક રાજ્યોમાં ખાસ રજાઓ પણ છે. આ ઉપરાંત સપ્ટેમ્બરમાં બેંકોને કુલ 6 સાપ્તાહિક ઓફ પણ મળશે. પરંતુ આ પછી પણ કુલ રજાઓની સંખ્યા 12 થાય છે. કેમ કે, સાપ્તાહિક રજા બેંક હોલિડેના દિવસે પડી રહ્યા છે. તેથી બેંક સાથે જોડાયેલા કામ કરતા પહેલા લિસ્ટ જરૂર જોઈ લો...

આ પણ વાંચો:- સુમિત આંતિલે પોતાનો જ રેકોર્ડ તોડી જીત્યો ગોલ્ડ, ભાલા ફેંકમાં ભારતને ત્રીજો મેડલ

અહીં જોવો રજાઓનું આખું લિસ્ટ
5 સપ્ટેમ્બર- રવિવાર
8 સપ્ટેમ્બર- શ્રીમંત શંકરદેવા તિથિ (ગુવાહાટી)
9 સપ્ટેમ્બર- તીજ હરિતાલિકા (ગંગટોક)
10 સપ્ટેમ્બર- ગણેશ ચુતર્થી/ સંવત્સરી (ચતુર્થી પક્ષ)/ વિનાયક ચતુર્થી/ વરસિદ્ધિ વિનાયક વ્રત (અમદાવાદ, બેલાપુર, બેંગલુરૂ, ભુવનેશ્વર, ચેન્નાઈ, હૈદરાબાદ, મુંબઇ, નાગપુર, પણજી)
11 સપ્ટેમ્બર- મહિનાનો બીજો શનિવાર/ ગણેશ ચતુર્થી બીજો દિવસ (પણજી)
12 સપ્ટેમ્બર- રવિવાર
17 સપ્ટેમ્બર- કર્મા પૂજા (રાંચી)
19 સપ્ટેમ્બર- રવિવાર
20 સપ્ટેમ્બર- ઇન્દ્રજાત્રા (ગંગટોક)
21 સપ્ટેમ્બર- શ્રી નારાયણ ગુરૂ સમાધી દિવસ (કોરી, તિરુવંતપુરમ)
25 સપ્ટેમ્બર- મહિનાનો ચોથો શનિવાર
26 સપ્ટેમ્બર- રવિવાર

આ પણ વાંચો:- અનુપમાને ચામાંથી માખીની જેમ કાઢી ફેંકસે વનરાજ, સમર-નંદિની વચ્ચે કોઈ ત્રીજાની થશે એન્ટ્રી

ઓનલાઈન બેંકિંગ સેવા ચાલુ
જો કે, તે દરમિયાન ઓનલાઈન બેંકિંગ (Online Banking) કામકાજને કોઈ અસર નહીં થાય, એટલે કે, ગ્રાહકોને ડિજિટલ બેંકિંગમાં કોઈ મુશ્કેલી પડશે નહીં. તે દરરોજની જેમ ફંડ ટ્રાન્સફર વગેરે કરી શકશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More