Bank Holiday 2025: એપ્રિલ 2025થી બેન્કોમાં ફાઈવ ડે વર્ક વીક (અઠવાડિયામાં 5 દિવસ કામ)ને લઈ જાહેર કરાયેલા તમામ રિપોર્ટને સરકારે નકારી કાઢ્યા છે. સરકારની મીડિયા વિંગ પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB)એ આવા રિપોર્ટને ફેક ન્યૂઝ ગણાવ્યા છે. તાજેતરમાં એક મીડિયા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે, એપ્રિલ 2025થી ભારતમાં બેન્કોમાં પાંચ દિવસનું કાર્ય સપ્તાહ લાગુ કરવામાં આવશે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર PIB ફેક્ટચેકે લખ્યું કે, "મીડિયામાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, એપ્રિલથી દેશભરની બેન્કો RBI દ્વારા જાહેર કરાયેલા નવા નિયમ બાદ અઠવાડિયામાં 5 દિવસ કામ કરશે. પરંતુ PIBFactCheckમાં આ દાવો ફર્જી છે. RBI સંબંધિત સત્તાવાર માહિતી માટે https://rbi.org.inની મુલાકાત લો."
'ખરાબ પ્રદર્શન સહન નથી...' ગિલક્રિસ્ટે દિલ્હી કેપિટલ્સના સ્ટાર બેટ્સમેનને આપી ચેતવણી
મીડિયામાં શું કરવામાં આવી રહ્યો છે દાવો?
એક મીડિયા હાઉસે દાવો કર્યો છે કે, RBIના એક રેગુલેટરી ડિસીઝનને કારણે બેન્કો હવે અઠવાડિયામાં માત્ર પાંચ દિવસ જ કામ કરશે. ત્યાં સુધી કે હવે બેન્કો શનિવારે પણ બંધ રહેશે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, એપ્રિલ 2025થી બેન્કો સરકારી ઓફિસની જેમ જ શેડ્યૂલનું પાલન કરશે. મતલબ કે, હવે શનિવાર અને રવિવાર બન્ને દિવસે બેન્કો રજા રહેશે.
21 કિલો સુધી ઘટશે વજન... આ કંપનીએ ભારતમાં લોન્ચ કરી વેટ લોસની પહેલી બ્લોકબસ્ટર દવા
RBIએ જાહેર કર્યું છે નોટિફિકેશન?
જ્યાં સુધી RBIની વાત છે, રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ હજુ સુધી કોઈ ઔપચારિક જાહેરાત કરી નથી કે, બેન્કો હવે અઠવાડિયામાં માત્ર પાંચ દિવસ જ ખુલ્લી રહેશે. એટલે કે પહેલાની જેમ મહિનાના પહેલા, ત્રીજા અને પાંચમા શનિવારે પણ બેન્કો ખુલ્લી રહેશે.
આ 3 રાશિના જાતકો થઈ જાવ સાવધાન! મે મહિનાથી તડપાવશે 'અત્યાચારી' ગુરુ
શું બેન્કોમાં લાગુ થશે ફાઈવ-ડે વર્ક વીક?
બેંક કર્મચારીઓ માટે ફાઈવ ડે વર્ક વીકને લઈ RBI અને ઈન્ડિયન બેન્કિંગ એસોસિએશન (IBA) વચ્ચે કેટલાક સમયથી સતત ચર્ચા ચાલી રહી છે. બેન્કિંગ યુનિયન વર્ક વીકને ઘટાડવાની હિમાયત કરી રહ્યા છે. કારણ કે આનાથી કર્મચારીઓના પર્સનલ અને પ્રોફેશનલ જીવન વચ્ચે વધુ સારો સંકલન થશે અને વૈશ્વિક બેન્કિંગ ધોરણો સાથે સુસંગત રહેશે. જો કે, RBIએ કોઈ ફેરફારની પુષ્ટિ કરી નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે