Bank Holidays in December 2021: વર્ષનો છેલ્લો મહિનો એટલે કે ડિસેમ્બર બસ પૂરો થવાની તૈયારીમાં જ છે. 8 દિવસ બાકી છે પછી નવું વર્ષ શરૂ થઈ જશે. આ બધા વચ્ચે બેંક સંલગ્ન અનેક એવા કામ છે જે તમારા માટે આ મહિનાના અંતમાં પૂરા કરવા જરૂરી છે. જો તમે આ મહિનામાં બેંક સંલગ્ન કામ કરવાના છો તો ફટાફટ પતાવી લો. વાત જાણે એમ છે કે આરબીઆઈ તરફથી બહાર પડેલા રજાઓના લિસ્ટ મુજબ આજથી ડિસેમ્બરમાં બેંકમાં 6 રજાઓ છે. જો કે તેમાં અનેક સ્થાનિક રજાઓ પણ સામેલ છે. તો પછી ફટાફટ આ લિસ્ટ જરૂરથી ચેક કરી લો.
મહિનાની 16 રજાઓ
ડિસેમ્બરમાં આમ તો 16 રજાઓ છે જેમાં 4 રજા રવિવારની સામેલ છે. અનેક રજાઓ સતત પડી છે. આ મહિનામાં ક્રિસમસનો તહેવાર પણ આવે છે. જેની રજા લગબગ સમગ્ર દેશની બેંકોમાં રહે છે. જો કે તમને જણાવીએ કે દરેક જગ્યાએ બેંક 16 દિવસ બંધ નથી રહેવાની કારણ કે કેટલીક રજાઓ સ્થાનિક હોવાના કારણે, તથા સ્થાન વિશષ પર જ બેંકોમાં રજા રહેશે.
આરબીઆઈએ બહાર પાડી યાદી
આરબીઆઈની યાદી મુજબ રવિવાર ઉપરાંત મહિનાના બીજા અને ચોથા સનિવારે બેંક બંધ હોય છે. અહીં આરબીઆઈની ડિસેમ્બર મહિનાની યાદી સાથે એ પણ જણાવવામાં આવી રહ્યું છે કે કયા દિવસે કયા રાજ્યમાં બેંક બંધ રહેશે અને ક્યાં ખુલ્લી રહેશે. જેના આધારે તમે તમારા બેંક સંલગ્ન કામકાજ ફટાફટ પતાવી લો. જેથી કરીને કોઈ મુશ્કેલી ન આવે.
ડિસેમ્બર 2021માં બેંકોમાં રજા
3 ડિસેમ્બર- ફેસ્ટ ઓફ સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર (Kanakadasa Jayanthi/Feast of St. Francis Xavier) (પણજીમાં બેંક બંધ)
5 ડિસેમ્બર - શનિવાર (મહિનાનો બીજો શનિવાર)
12 ડિસેમ્બર- રવિવાર (સાપ્તાહિક રજા)
18 ડિસેમ્બર- યુ સો સો થામની ડેથ એનીવર્સરી (શિલોંગમાં બેંક બંધ)
19 ડિસેમ્બર- રવિવાર (સાપ્તાહિક રજા)
24 ડિસેમ્બર- ક્રિસમસ ફેસ્ટિવલ (આઈઝોલમાં બેંક બંધ)
25 ડિસેમ્બર- (ક્રિસમસ (બેંગ્લુરુ અને ભુવનેશ્વરને બાદ કરતા બધે બેંક બંધ) શનિવાર, (મહિનાનો ચોથો શનિવાર)
26 ડિસેમ્બર- રવિવાર (સાપ્તાહિક રજા)
27 ડિસેમ્બર- ક્રિસમસ સેલિબ્રેશન (આઈઝોલમાં બેંક બંધ)
30 ડિસેમ્બર- યુ કિયાંગ નોંગબાહ (શિલોંગમાં બેંક બંધ)
31 ડિસેમ્બર- ન્યૂયર ઈવનિંગ (આઈઝોલમાં બેંક બંધ)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે