Home> Business
Advertisement
Prev
Next

Bank Holidays : 3 જુલાઈએ બેંકો રહેશે બંધ...જાણો જુલાઈમાં કેટલા દિવસ રહેવાની છે બેંકમાં રજા ?

Bank Holidays in July 2025 : જો તમારે આવતીકાલે એટલે કે 3 જુલાઈના રોજ બેંક સંબંધિત કામ હોય તો જાણી લો કે તમારા શહેરમાં બેંકો બંધ રહેવાની છે કે ચાલું. આ ઉપરાંત જુલાઈમાં બેંકો ક્યારે બંધ રહેશે તેના વિશે પણ આ લેખમાં જાણીશું. 
 

Bank Holidays : 3 જુલાઈએ બેંકો રહેશે બંધ...જાણો જુલાઈમાં કેટલા દિવસ રહેવાની છે બેંકમાં રજા ?

Bank Holidays in July 2025 : જો તમારે બેંક સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કામ હોય જેમ કે રોકડ જમા કરાવવી, પાસબુક અપડેટ કરવી, લોકર એક્સેસ કરવું અથવા KYC અપડેટ કરવું, તો આ સમાચાર તમારા કામના છે. દર મહિનાની જેમ, જુલાઈ 2025માં બેંકો ઘણા દિવસો સુધી બંધ રહેશે. કેટલીક રજાઓ સપ્તાહના અંતે હોય છે, જ્યારે કેટલીક વિવિધ રાજ્યોમાં તહેવારોને કારણે હોય છે. તેથી જુલાઈમાં બેંકો ક્યારે બંધ રહેશે, તેના વિશે આ લેખમાં જાણીશું. 

fallbacks

જુલાઈમાં કુલ 13 દિવસ બેંકો રહેશે બંધ

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની બેંક રજાઓની સૂચિ અનુસાર, જુલાઈમાં બેંકો કુલ 13 દિવસ બંધ રહેશે, જેમાં સપ્તાહિક રજાઓ પણ શામેલ છે. પરંતુ નોંધનીય બાબત એ છે કે દરેક રાજ્યમાં રજાઓ સમાન હોતી નથી. તેથી તમારા શહેરમાં કયા દિવસે બેંક બંધ રહેશે તે તપાસવું તમારા માટે જરૂરી છે.

મધ્યમવર્ગને મળશે મોટી રાહત, GST ટેક્સ સ્લેબમાં ધરખમ ફેરફારની તૈયારીમાં સરકાર

દર રવિવારે બેંકો બંધ રહે છે, આ ઉપરાંત મહિનાના બીજા અને ચોથા શનિવારે પણ બેંકિંગ સેવાઓ બંધ રહે છે. આ મહિને 6 જુલાઈ, 13 જુલાઈ, 20 જુલાઈ અને 27 જુલાઈના રોજ રવિવારની રજા રહેશે. તો 12 જુલાઈના રોજ બીજો શનિવાર અને 26 જુલાઈના રોજ ચોથો શનિવાર હોવાથી તે દિવસોમાં પણ બેંકો બંધ રહેશે. આ ઉપરાંત પણ કેટલાક દિવસ બેંકો બંધ રહેશે. 

તમારા શહેરમાં બેંકો ક્યારે બંધ રહેશે ?

જુલાઈ 2025માં કેટલાક રાજ્યોમાં ઉજવાતા ખાસ તહેવારોને કારણે બેંકો બંધ રહેશે. આ રજાઓ બધા રાજ્યોમાં લાગુ પડશે નહીં, પરંતુ બેંકો ફક્ત તે સ્થળોએ બંધ રહેશે જ્યાં આ તહેવારો ઉજવવામાં આવે છે. જુલાઈમાં બેંક રજાઓની સંપૂર્ણ યાદી આ મુજબ છે. 

  • 3 જુલાઈ 2025 (ગુરુવાર)ના રોજ ખારચી પૂજા નિમિત્તે અગરતલા (ત્રિપુરા)માં બેંકો બંધ રહેશે.
  • 5 જુલાઈ 2025 (શનિવાર)ના રોજ ગુરુ હરગોવિંદજીની જન્મજયંતિના કારણે જમ્મુ અને શ્રીનગરમાં બેંકિંગ સેવાઓ બંધ રહેશે.
  • 14 જુલાઈ 2025 (સોમવાર)ના રોજ બેહ દેનખલામ તહેવારના કારણે શિલોંગ (મેઘાલય)માં બેંકો બંધ રહેશે.
  • 16 જુલાઈ 2025 (બુધવાર)ના રોજ હરેલા તહેવારના કારણે દહેરાદૂન (ઉત્તરાખંડ)માં કોઈ બેંકિંગ કાર્ય થશે નહીં.
  • 17 જુલાઈ 2025 (ગુરુવાર)ના રોજ યુ તિરોટ સિંહની પુણ્યતિથિના દિવસે શિલોંગ (મેઘાલય)માં બેંકો બંધ રહેશે. 
  • 19 જુલાઈ 2025 (શનિવાર)ના રોજ કેર પૂજાના કારણે અગરતલા (ત્રિપુરા)માં બેંકિંગ સેવાઓ બંધ રહેશે નહીં.
  • 28 જુલાઈ 2025 (સોમવાર)ના રોજ દ્રુક્પા ત્શે-જીની ઉજવણીને કારણે ગંગટોક (સિક્કિમ)માં બેંકો બંધ રહેશે.

આ બધી રજાઓ વિવિધ રાજ્યો માટે છે, તેથી તમારા શહેરમાં બેંકો ખુલ્લી હોઈ શકે છે. આ રજાઓ ફક્ત તે રાજ્યોને અસર કરશે જ્યાં આ તહેવારો ઉજવવામાં આવે છે. અન્ય સ્થળોએ બેંકો ખુલ્લી રહેશે. બેંકની મુલાકાત લેતા પહેલા એકવાર રજાઓની સૂચિ તપાસવી જરૂરી છે.

રજાઓ દરમિયાન ઓનલાઈન બેંકિંગ સેવાઓ ચાલુ રહેશે 

બેંકની રજાઓ દરમિયાન તમે નેટ બેંકિંગ, મોબાઇલ બેંકિંગ, ATM અને UPI દ્વારા મોટાભાગની સેવાઓનો ઉપયોગ કરી શકો છો. પરંતુ NEFT અને RTGS જેવી કેટલીક ટ્રાન્ઝેક્શન પ્રક્રિયામાં થોડો સમય લાગી શકે છે. ચેક ક્લિયરન્સ, ડ્રાફ્ટ રિક્વેસ્ટ, KYC અપડેટ અથવા એકાઉન્ટ ક્લોઝિંગ જેવા કાર્યો માટે રૂબરૂ મુલાકાત જરૂરી છે. તેથી રજાઓ પહેલાં આ બધા જરૂરી કાર્યો પૂરા કરવામાં સમજદારી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More