Bank Holidays : બેંક રજાઓનું કેલેન્ડર RBI દ્વારા બહાર પાડવામાં આવે છે. માર્ચ મહિનામાં હોળી, ઈદ જેવા અનેક મોટા તહેવારો આવી રહ્યા છે. તેથી માર્ચ મહિનામાં બેંકો કેટલા દિવસ બંધ રહેવાની છે, તે જાણી લેવું જરૂરી છે. શનિવારથી માર્ચ મહિનો શરૂ થશે. માર્ચ મહિનામાં શનિવાર અને રવિવાર ઉપરાંત દેશના વિવિધ શહેરોમાં કુલ 7 બેંક રજાઓ રહેશે.
તમને જણાવી દઈએ કે માર્ચ મહિનામાં બે મોટા તહેવારો આવી રહ્યા છે. આ ઉપરાંત કેટલાક સ્થાનિક તહેવારોને કારણે બેંકમાં રજાઓ પણ રહેશે. 14 માર્ચે દેશભરમાં હોળીની રજા રહેશે, જ્યારે ઈદના કારણે દેશના મોટાભાગના શહેરોમાં 31 માર્ચે બેંકો બંધ રહેશે. ત્યારે આ લેખમાં જાણીશું કે માર્ચમાં કયા દિવસે બેંકો કયા રાજ્યમાં બંધ રહેશે.
મોજેદરિયા....સોનાના ભાવમાં ધરખમ ઘટાડો, અમદાવાદ-રાજકોટમાં ભાવ કેટલે પહોંચ્યો?
શનિવાર અને રવિવારની કુલ 7 રજાઓ રહેશે
8 અને 22 માર્ચે દેશભરની તમામ બેંકો બંધ રહેશે. 8 માર્ચ મહિનાનો બીજો શનિવાર છે, તો 22 માર્ચ મહિનાનો ચોથો શનિવાર હશે. આ સિવાય રવિવારના કારણે 2, 9, 16, 23 અને 30 માર્ચે દેશભરની બેંકોમાં રજા રહેશે. માર્ચમાં 2 શનિવાર અને 5 રવિવાર મળીને કુલ 7 રજાઓ રહેશે.
ગુજરાતની દીકરીઓને સહાય કરતી યોજનામાં કરાયો બદલાવ, સરકારી આપી માહિતી
શનિ-રવિ સિવાય આ દિવસે બેંકો રહેશે બંધ
તમને જણાવી દઈએ કે બિહારમાં 14, 15 અને 16 માર્ચે બેંકો સતત 3 દિવસ બંધ રહેશે. આ સિવાય જમ્મુ-કાશ્મીરમાં 27, 28, 30 અને 31 માર્ચે બેંકોમાં રજા રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે