Bank Holidays List in February 2023: RBIએ ફેબ્રુઆરી મહિનાની બેંક રજાઓની સંપૂર્ણ યાદી જાહેર કરી છે. 30થી ઓછા દિવસ વાળા એક માત્ર મહિનામાં કેટલીક રજાઓ હશે. જો કે આ મહિનામાં બીજા અને ચોથા શનિવાર સિવાય માત્ર થોડી જ જાહેર રજાઓ છે, જેમ કે ગુરુ રવિદાસ જયંતિ, હઝરત અલી જયંતિ, વેલેન્ટાઈન ડે, મહાશિવરાત્રી વગેરે. જો કે, આ દિવસોમાં તમામ જાહેર અને ખાનગી ક્ષેત્રની બેંકો બંધ નહીં રહે.
ફેબ્રુઆરી 2023માં બેંક હોલીડે-
ફેબ્રુઆરીમાં મહિનાના બીજા અને ચોથા શનિવાર અને રવિવાર સિવાય કુલ 4 બેંક રજાઓ રહેશે. મહત્વની વાત એ છે કે તમામ રાજ્યોમાં એક સમાન બેંક રજાઓ હોતી નથી. એટલે કે, જો યુપીમાં તહેવાર મનાવવામાં આવી રહ્યો છે અને તેના માટે રજા રાખવામાં આવી છે, તો તે જરૂરી નથી કે અન્ય કોઈ રાજ્યમાં સમાન તહેવાર માટે રજા રાખવામાં આવી હોય. તેથી આ રાષ્ટ્રીય રજાઓ સિવાય રાજ્યની રજાઓ અલગ હોઈ શકે છે. નીચે ફેબ્રુઆરી 2023માં બેંક રજાઓની યાદી છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના નિયમો અનુસાર, તમામ ભારતીય બેંકોએ દર મહિનાના બીજા અને ચોથા શનિવારે તેમજ દર રવિવારે બંધ રહેવી જરૂરી છે. જ્યારે દર મહિનાના પ્રથમ, ત્રીજા અને પાંચમા શનિવારે કામગીરી ચાલુ રહેશે. જો કે, બેંકની રજાઓ પર પણ, ગ્રાહકોએ નાણાકીય વ્યવહારો કરવા અથવા અન્ય બેંકિંગ સેવાઓનો ઉપયોગ કરવાની ચિંતા કરવાની જરૂર નથી. IMPS, NEFT, UPI, ATM સેવાઓ, નેટ બેંકિંગ, મોબાઈલ બેંકિંગ તમામ બેંક રજાઓ દરમિયાન પણ કાર્યરત રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે