Home> Business
Advertisement
Prev
Next

Bank of Baroda ની બંપર ઓફર, સસ્તામાં ઘર, દુકાન કે જમીન ખરીદવી હોય તો વાંચો અહેવાલ

Bank of Baroda: જો તમે નવા વર્ષ પહેલા નવું અને સસ્તું ઘર ખરીદવાનો પ્લાન કરી રહ્યા હોવ તો તમારા માટે જરૂરી સમાચાર છે. દેશની સરકારી બેંક વર્ષના અંતમાં એકવાર ફરીથી તમને સસ્તામાં ઘર, જમીન, દુકાન અને ખેતી માટે જમીન ખરીદવા (bank of baroda mega e auction) ની તક આપી રહી છે તો આવામાં તમારી પાસે આ સારી તક કહી શકાય. 

Bank of Baroda ની બંપર ઓફર, સસ્તામાં ઘર, દુકાન કે જમીન ખરીદવી હોય તો વાંચો અહેવાલ

Bank of Baroda: જો તમે નવા વર્ષ પહેલા નવું અને સસ્તું ઘર ખરીદવાનો પ્લાન કરી રહ્યા હોવ તો તમારા માટે જરૂરી સમાચાર છે. દેશની સરકારી બેંક વર્ષના અંતમાં એકવાર ફરીથી તમને સસ્તામાં ઘર, જમીન, દુકાન અને ખેતી માટે જમીન ખરીદવા (bank of baroda mega e auction) ની તક આપી રહી છે તો આવામાં તમારી પાસે આ સારી તક કહી શકાય. તમે 28 ડિસેમ્બર 2022ના રોજ સસ્તામાં મકાન ખરીદી શકો છો. 

fallbacks

સમગ્ર ભારતમાં ગમે ત્યાં ખરીદી શકો છો પ્રોપર્ટી
અત્રે જણાવવાનું કે બેંક ઓફ બરોડા મેગા ઈ ઓક્શન ઓફર લઈને આવ્યું છે. જેમાં તમે સસ્તામાં અનેક પ્રકારની પ્રોપર્ટી ખરીદી શકો છો. આ અંગે બેંક ઓફ બરોડાએ ટ્વીટ કરીને જાણકારી આપી છે. આ હરાજી હેઠળ તમે સમગ્ર ભારતમાં અચલ સંપત્તિ  ખરીદવા માટે બોલી લગાવી શકો છો. 

કયા પ્રકારની પ્રોપર્ટી માટે લગાવી શકશો બોલી
આ હરાજીમાં તમે મકાન, ઓફિસ જગ્યા, જમીન કે પછી પ્લોટ, ઔદ્યોગિક સંપત્તિ અને ફ્લેટ માટે અરજી કરી શકો છો. આ હરાજી સરફેસી અધિનિયમ હેઠળ કરવામાં આવશે જે સંપૂર્ણ રીતે પારદર્શક હશે. 

BoB એ ટ્વીટ કરીને આપી માહિતી
બેંક ઓફ બરોડાએ પોતાના ઓફિશિયલ એકાઉન્ટથી ટ્વીટ કરીને લખ્યું છે કે બેંક ઓફ બરોડાની મદદથી તમારું સંપત્તિ ખરીદવાનું સપનું સાકાર  કરો. તારીખ 28 ડિસેમ્બર 2022ના રોજ બેંક ઓફ બરોડાની મેગા ઈ ઓક્શનમાં ભાગ લો અને તમારા માટે ઉત્તમ સંપત્તિઓની પસંદગી કરો. 

આ વીડિયો પણ ખાસ જુઓ...

કઈ પ્રોપર્ટીની હરાજી કરે છે બેંક?
અત્રે જણાવવાનું કે દેશની અનેક સરકારી બેંકો સમયાંતરે પ્રોપ્રટીની હરાજી કરતી રહે ચે. બેંક તરફથી ઈ-ઓક્શનમાં એવા પ્રકારની સંપત્તિઓને વેચવામાં આવે છે જે એનપીએની યાદીમાં આવી ચૂકી છે. એટલે કે  જે પ્રોપર્ટી પર લોન લીધા બાદ  તેમના માલિકોએ બેંકની લેણી રકમ ચૂકવી નથી. આવા લોકોની જમીન બેંક પોતાના કબજામાં લઈને હરાજી કરી નાખે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More