Home> Business
Advertisement
Prev
Next

8 જાન્યુઆરીના દિવસે બેંક અને વીમા કર્મચારીઓની રાષ્ટ્રવ્યાપી હડતાલ, કારણો છે મોટા

ભારતીય બેન્કિંગ ક્ષેત્રા મુખ્ય યુનિયનોએ 2020ની 8 જાન્યુઆરીએ કેન્દ્રિત ટ્રેડ યુનિયનો દ્વવારા આયોજિત હડતાલમાં (Bank strike) ભાગ લેવાનો નિર્ણય લીધો છે. આ વાતની જાણકાર અખિલ ભારતીય બેંક કર્મચારી સંઘ (AIBEA)ના ટોચના નેતાએ આપી છે. 

8 જાન્યુઆરીના દિવસે બેંક અને વીમા કર્મચારીઓની રાષ્ટ્રવ્યાપી હડતાલ, કારણો છે મોટા

ચેન્નાઇ : ભારતીય બેન્કિંગ ક્ષેત્રના મુખ્ય યુનિયનોએ 2020ની 8 જાન્યુઆરીએ કેન્દ્રિત ટ્રેડ યુનિયનો દ્વવારા આયોજિત હડતાલમાં (Bank strike) ભાગ લેવાનો નિર્ણય લીધો છે. આ વાતની જાણકાર અખિલ ભારતીય બેંક કર્મચારી સંઘ (AIBEA)ના ટોચના નેતાએ આપી છે. પોતાના નિવેદનમાં AIBEAના મહાસચિવ સી.એચ. વેંકટચલમે કહ્યું છે કે 10 કેન્દ્રિય ટ્રેડ યુનિયનોએ 8 જાન્યુઆરીના દિવસે રાષ્ટ્રવ્યાપી હડતાલની જાહેરાત કરી છે.

fallbacks

ભારતમાં CAAનો સળગતો વિવાદ દઝાડશે અર્થતંત્રને, ટોચના ઉદ્યોગપતિએ કાપી લીધું નાક

તેમણે માહિતી આપી છે કે આ હડતાલ કેન્દ્ર સરકારની મજદૂર વિરોધી નીતિ વિરૂદ્ધ કરવામાં આવશે. આ હડતાલ વખતે નોકરીઓની સુરક્ષા, રોજગાર સર્જન તેમજ શ્રમના કાયદાઓમાં સુધારણાની માગણી કરવામાં આવશે. 

ફિચે ઘટાડ્યું GDP ગ્રોથનું રેટિંગ અને પછી...માર્કેટમાં રોકાણ કરતા લોકો માટે ખાસ સમાચાર

વેંકટચલમ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે બેન્કિંગ ક્ષેત્રના મુખ્ય યુનિયન AIBEA, AIBOA, BAFI, INBEF અને INBOC પણ આ હડતાલમાં ભાગ લેવાના છે. આ સિવાય ભારતીય રિઝર્વ બેંક, સહકારી બેંક, ક્ષેત્રીય ગ્રામીણ બેંક તેમજ ભારતીય જીવન વિમા નિગમના કર્મચારીઓ પણ આ હડતાલનો હિસ્સો બનશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
બિઝનેસના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More