Home> Business
Advertisement
Prev
Next

Bank Warning: તમામ મોટી બેંકોએ ખાતા ધારકોને આપી ચેતવણી, સુચનાનું પાલન નહીં કરો તો લેવાશે એક્શન

કોરોના કાળમાં સરકારે આપેલી રાહતનો લાભ ઉઠાવીને કેટલાંક ખાતા ધારકો મનફાવે તેમ આર્થિક વ્યવહારો કરી રહ્યાં હતાં. જોકે, હવે બેંકોએ આ મામલાને ગંભીરતાથી લઈને ગ્રાહકોને સુચના આપી દીધી છે. હવે કોઈપણ પ્રકારની લાલિયાવાડી નહીં ચલાવી લેવામાં આવે. 

Bank Warning: તમામ મોટી બેંકોએ ખાતા ધારકોને આપી ચેતવણી, સુચનાનું પાલન નહીં કરો તો લેવાશે એક્શન

નવી દિલ્લીઃ કોરોના કાળમાં સરકારે આપેલી રાહતનો લાભ ઉઠાવીને કેટલાંક ખાતા ધારકો મનફાવે તેમ આર્થિક વ્યવહારો કરી રહ્યાં હતાં. જોકે, હવે બેંકોએ આ મામલાને ગંભીરતાથી લઈને ગ્રાહકોને સુચના આપી દીધી છે. હવે કોઈપણ પ્રકારની લાલિયાવાડી નહીં ચલાવી લેવામાં આવે. કોઈપણ પ્રકારના ખોટા ટ્રાંજેક્શન અને ખોટા આર્થિક વ્યવહારો બેંક નહીં ચલાવી લે. એટલું જ નહીં દેશની ઘણી મોટી ભારતીય બેન્કોએ તેમના ગ્રાહકોને સલાહ આપી છે કે બિટકોઈન જેવી ક્રિપ્ટોકરન્સીમાં વેપાર કરવો નહીં.

fallbacks

Google ઉપર તમે Photos મુક્યા હોય તો સૌથી પહેલાં આ સમાચાર વાંચી લેજો, નહીં તો પસ્તાશો

બેંકોએ ગ્રાહકોને ચેતવણી આપી છે કે જો તેઓ આ સલાહનું પાલન નહીં કરે તો તેમના કાર્ડ્સ રદ થઈ શકે છે. એચડીએફસી બેંકે ઈ-મેલમાં જણાવ્યું છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) ની માર્ગદર્શિકા હેઠળ વર્ચુઅલ કરન્સી સાથે સંકળાયેલા વ્યવહારોની મંજૂરી નથી. તે એપ્રિલ 2018 માં રિઝર્વ બેંક દ્વારા જારી કરાયેલા એક પરિપત્રનેટાંકવામાં આવ્યો છે. પરિપત્રમાં બેન્કોને આવા વ્યવહાર અંગે જાગ્રત રહેવાની સલાહ આપવામાં આવી છે. તે જ સમયે એવું પણ કહેવામાં આવ્યું હતું કે બેન્કોએ તેમના ગ્રાહકોના ખાતામાંથી આવા વ્યવહારોની દેખરેખ રાખવી જોઈએ.

Paige Spiranac છે દુનિયાની સૌથી Sexy Golfer, હોલીવુડની હીરોઈનો પણ તેના સામે છે ફિક્કી

દેશની ઘણી મોટી ભારતીય બેન્કોએ તેમના ગ્રાહકોને સલાહ આપી છે કે બિટકોઈન જેવી ક્રિપ્ટોકરન્સીમાં વેપાર ન કરવો. દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેન્ક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) અને ખાનગી ક્ષેત્રના સૌથી મોટી એચડીએફસી બેંકે તેમના ગ્રાહકોને ઇ-મેઇલ મોકલ્યા છે. કેટલાક ચોક્કસ ગ્રાહકોને મેઈલ મોકલવામાં આવ્યા છે જેમાં ક્રિપ્ટોકરન્સીથી સંબંધિત તેમના વ્યવહાર વિશે પૂછવામાં આવ્યું છે.સાથે તેઓને આવા વ્યવહાર ટાળવાની સલાહ આપવામાં આવી છે.

IPL માં રમનારો આ છે દુનિયાનો સૌથી ઐયાશ Cricketer, પત્નીની સામે ઢગલાબંધ ગર્લફ્રેન્ડ્સ સાથે ઘરમાં જ કરે છે પાર્ટી!

એસબીઆઈએ ગ્રાહકોને ક્રિપ્ટોકરન્સી સાથે સંકળાયેલા જોખમો પ્રત્યે જાગૃત રહેવા જણાવ્યું છે. દેશની સૌથી મોટી સરકારી બેંકે ઇ-મેલમાં સીધી ચેતવણી આપી છે કે વર્ચુઅલ ચલણ પ્લેટફોર્મ પરના વ્યવહાર માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવાથી તમારું ક્રેડિટ કાર્ડ રદ થઈ શકે છે. જો કે સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે રિઝર્વ બેંકની આ માર્ગદર્શિકાઓને ખોટી જાહેર કરી હતી. સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે, આરબીઆઈ એ સાબિત કરી શક્યું નથી કે ક્રિપ્ટોકરન્સીથી જોડાયેલી કંપનીઓનું સંચાલન નિયમનકારી કંપનીઓને નુકસાન પહોંચાડી શકે છે.

1 જૂનથી બદલાઈ જશે તમારું જીવનઃ Banking, Income Tax થી માંડીને Gmail સહિતના નિયમોમાં થઈ જશે ધરખમ ફેરફાર

TMKOC ના દયાભાભીથી લઈને સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી સુધીના કલાકારો દેખાશે BIG BOSS-15 માં!

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More