Home> Business
Advertisement
Prev
Next

બેન્ક એકાઉન્ટમાં એક સાથે જોડી શકાશે 4 નોમિની, નવા બેન્કિંગ કાયદામાં કસ્ટમર્સ માટે થયા આ મોટા બદલાવ

Banking Laws Amendment 2024: કેન્દ્ર સરકારે સંસદમાં બેન્કિંગ કાયદા (સંશોધન) બિલ 2024 પસાર કરી દીધું છે. આ નવો કાયદો બેન્ક ખાતાધારકોને ચાર નોમિની ઉમેરવાની મંજૂરી આપે છે.

બેન્ક એકાઉન્ટમાં એક સાથે જોડી શકાશે 4 નોમિની, નવા બેન્કિંગ કાયદામાં કસ્ટમર્સ માટે થયા આ મોટા બદલાવ

Banking Laws Amendment 2024: કેન્દ્ર સરકારે સંસદમાં બુધવારે બેન્કિંગ કાયદો (સંશોધન) બિલ 2024 પસાર કર્યું હતું. આ કાયદા હેઠળ બેન્ક ખાતાધારકોને વધુમાં વધુ ચાર નોમિની રાખવાની મંજૂરી આપવામાં આવશે. તેને રાજ્યસભાએ ધ્વનિ મતથી મંજૂરી આપી હતી. લોકસભાએ આ બિલ ડિસેમ્બર 2024માં જ પસાર કર્યું હતું. વર્તમાન 5 લાખ રૂપિયાથી વધારીને 2 કરોડ રૂપિયા કરવાની માંગ કરવામાં આવી છે.

fallbacks

કસ્ટમર્સ માટે થયા આ મોટા ફેરફાર 
આ બીલમાં બીજો મોટો ફેરફાર “નોંધપાત્ર વ્યાજ”ની વ્યાખ્યાને લઈને કરવામાં આવ્યો છે. અગાઉ જો કોઈ વ્યક્તિનું બેન્કમાં 5 લાખ રૂપિયાનું રોકાણ હોય, તો તેને "નોંધપાત્ર વ્યાજ" ગણવામાં આવતું હતું. હવે આ મર્યાદા વધારીને 2 કરોડ રૂપિયા કરવામાં આવી છે. આ ફેરફાર એટલા માટે કરવામાં આવ્યો છે કારણ કે આ જૂની મર્યાદા લગભગ 60 વર્ષ પહેલા નક્કી કરવામાં આવી હતી.

એરટેલે લોન્ચ કરી IPTV સર્વિસ, 699 રૂપિયા મળશે સુપરફાસ્ટ ઈન્ટરનેટ; OTT એપ્સ

લોનની વસૂલાત અને ડિફોલ્ટરો પર કડક કાર્યવાહી
નાણામંત્રી નિર્મલા સીતારમણે રાજ્યસભામાં ચર્ચા દરમિયાન કહ્યું કે, સરકાર જાણી જોઈને લોન નહીં ચૂકાવનારા સામે કડક કાર્યવાહી કરવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે, છેલ્લા પાંચ વર્ષમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ બેન્ક ફ્રોડ સંબંધિત 112થી વધુ કેસોની તપાસ કરી છે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે "રાઈટ-ઓફ" નો અર્થ લોન માફી નથી. બેન્કો આ રકમ વસૂલવાના પ્રયાસો ચાલુ રાખશે.

ડાયાબિટીસના દર્દીઓએ ઉનાળામાં ભૂલથી પણ આ 5 ફળ ન ખાવા જોઈએ, 300થી વધી શકે છે સુગર લેવલ

બેન્કોની ઐતિહાસિક કમાણી
તેમણે કહ્યું કે, જાહેર ક્ષેત્રની બેન્કોએ ગત નાણાકીય વર્ષમાં અત્યાર સુધીનો સૌથી વધુ 1.41 લાખ કરોડ રૂપિયાનો નફો કર્યો છે. તેમને આશા છે કે, 2025-26માં આ નફો વધુ વધશે.

સહકારી બેંકો અને ઓડિટર્સ માટે નવી સુવિધાઓ
આ બિલ હેઠળ સહકારી બેન્કોના ડિરેક્ટર્સ (ચેરમેન અને સંપૂર્ણ સમયના ડિરેક્ટર્સ સિવાય)નો કાર્યકાળ 8 વર્ષથી વધારીને 10 વર્ષ કરવામાં આવ્યો છે. આ કારણે 2011માં 97માં બંધારણીય સુધારા અધિનિયમ અનુસાર ફેરફારો લાવવામાં આવ્યા છે. હવે કેન્દ્રીય સહકારી બેન્કના ડિરેક્ટરને પણ રાજ્યની સહકારી બેન્કના બોર્ડમાં સેવા આપવાની મંજૂરી આપવામાં આવશે.

રાજકુમાર બુધનું પોતાના જ નક્ષત્રમાં ગોચર, બિઝનેશ અને રૂપિયાના મામલામાં આ 3 રાશિઓની ચાંદી જ ચાંદી!

નવા નિયમો અને બેન્કોને વધુ સ્વતંત્રતા
બેન્કો હવે તેમના વૈધાનિક ઓડિટર્સનો પગાર જાતે નક્કી કરી શકશે. બેન્કો હવે રિપોર્ટિંગ માટે મહિનાના 15મા અને છેલ્લા દિવસે ડેટા સબમિટ કરશે, જે અગાઉ બીજા અને ચોથા શુક્રવારે કરવામાં આવતા હતા.

નોમિનેશનમાં બદલાવ
રોકડ અને ફિક્સ ડિપોઝિટ માટે એકથી વધારે નોમિની ઉમેરવાની સુવિધા આપવામાં આવી છે. વીમા પોલિસીઓ અને અન્ય નાણાકીય યોજનાઓમાં પહેલેથી જ ઉપયોગમાં લેવાય છે તે જ નિયમ લોકરના કિસ્સામાં પણ લાગુ પડશે. નિર્મલા સીતારમણે કહ્યું કે, આ બિલ પાંચ અલગ-અલગ કાયદાઓને અસર કરશે, જે આ ફેરફારને ખાસ બનાવે છે. તેને તૈયાર કરવા માટે 8 ટીમોએ સાથે મળીને કામ કર્યું, જેથી તમામ જરૂરી ફેરફારો કરી શકાય.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More