Home> Business
Advertisement
Prev
Next

માર્ચ મહિનામાં આ 8 દિવસ બેંકો રહેશે બંધ, ઝટપટ પતાવી લેજો બધી લેવડ-દેવડ

તમારા માટે બહુ જ મહત્વના આ સમાચાર છે. માર્ચમાં સતત 8 દિવસો સુધી બેંકોમાં કોઈ કામ થવાનું નથી. આટલા લાંબા સમય સુધી તમામ કામ ઠપ રહેવાને કારણે તમારા રૂપિયા કે ચેકની લેવડદેવડનું કામ પણ નહિ થઈ શકે. તેથી સમય રહેતા જ આ 8 તારીખો પહેલા તમારું કામ નિપટાવી લેજો. નહિ તો તમને ભારે નુકસાન થઈ શકે છે. કારણ કે, બેંક કર્મચારીઓ જઈ રહ્યા છે હડતાળ (Bank strike) પર...

માર્ચ મહિનામાં આ 8 દિવસ બેંકો રહેશે બંધ, ઝટપટ પતાવી લેજો બધી લેવડ-દેવડ

ઝી મીડિયા/બ્યૂરો :તમારા માટે બહુ જ મહત્વના આ સમાચાર છે. માર્ચમાં સતત 8 દિવસો સુધી બેંકોમાં કોઈ કામ થવાનું નથી. આટલા લાંબા સમય સુધી તમામ કામ ઠપ રહેવાને કારણે તમારા રૂપિયા કે ચેકની લેવડદેવડનું કામ પણ નહિ થઈ શકે. તેથી સમય રહેતા જ આ 8 તારીખો પહેલા તમારું કામ નિપટાવી લેજો. નહિ તો તમને ભારે નુકસાન થઈ શકે છે. કારણ કે, બેંક કર્મચારીઓ જઈ રહ્યા છે હડતાળ (Bank strike) પર...

fallbacks

અર્ધનગ્ન PHOTO શેર કરીને જન્મદિને જ ચર્ચાના ચગડોળે ચઢી એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા

8-15 માર્ચ સુધી સરકારી બેંકો બંધ
એક પ્રતિષ્ઠિત સરકારી બેંક અધિકારીનું કહેવું છે કે, 8 માર્ચથી 15 માર્ચની વચ્ચે સરકારી બેંકોમાં કામ પૂરી રીતે ઠપ રહેવાની આશંકા છે. હકીકતમાં, 8 માર્ચના રોજ રવિવાર છે. તેના બાદ 9-10 માર્ચના રોજ હોળીના તહેવારને કારણે મોટાભાગના રાજ્યોમાં બેંકો બંધ છે. સરકારી બેંકૉનું યુનિયન બેંક એમ્પ્લોઈ ફેડરેશન ઓફ ઈન્ડિયા (BEFI) અને ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈ એસોસિયેશને (AIBEA) પોતાની માંગોને લઈને 11-13 માર્ચ સુધી દેશવ્યાપી હડતાળ કરી રહ્યાં છે. 14 અને 15 માર્ચના રોજ બીજો શનિવાર અને રવિવાર હોવાને કારણે બેંકો બંધ રહેશે. આ હિસાબે માર્ચથી બીજા સપ્તાહમાં કોઈ પણ કામ થવું મુશ્કેલ છે. અધિકારીઓએ વધુમાં જણાવ્યું કે, કેટલાક રાજ્યોમાં 9 માર્ચના રોજ હોળીની રજા
નથી, આ કારણે આંશિક રીતે કામ થઈ શકે છે. 

ગુજરાતની ખાલી પડેલી રાજ્યસભાની 4 બેઠકો પર ચૂંટણીની થઈ જાહેરાત 

તમારા ચેકના કામ જલ્દી પતાવશો
જાણકારોનું કહેવુ છે કે, માર્ચના બીજા સપ્તાહમાં સતત 8 દિવસ સુધી બેંકોમાં કામ બંધ રહેવાની અસર તમારા વેપાર અને ઘરેલુ કામોમાં પડી શકે છે. જોકે, માર્ચના બીજા સપ્તાહમાં ચેક વળતરનું કોઈ કામ નહિ થઈ શકે. આ ઉપરાંત બેંકોમાંથી રૂપિયા કાઢવા અને ભરવાનું કામ પણ પૂરી રીતે ઠપ્પ થઈ જશે. તમારા રોજિંદા કામોમાં બેંક સંબંધિત તકલીફોમાંથી બચવાની સલાહ આપવામાં આવી છે કે, માર્ચના પહેલા સપ્તાહમાં જ તમારા તમામ બેકિંગથી જોડાયેલા કામ પતાવી લેજો.

Budget 2020: રૂપાણી સરકારને ગુજરાતી નાગરિકોને ખુશ કરતુ ફુલગુલાબી બજેટ રજૂ કરવું મુશ્કેલ છે

આ કારણે છે બેંક હડતાળ
યુનિયન સાથે જોડાયેલા એક અધિકારીનું કહેવુ છે કે, બેંક કર્મચારી પોતાના પગારમાં માંગને લઈને હડતાળ પર ઉતરી રહ્યાં છે. હકીકતમાં, દર પાંચ વર્ષમાં બેંક કર્મચારીઓ અને અધિકારીઓની સેલેરી રિવાઈઝ થાય છે. આ નિયમ અંતર્ગત સરકારે 2012માં જ સેલેરી રિવાઈઝ તો કરી હતી, પરંતુ તેના બાદ કોઈ પગલા લીધા ન હતા. બેંક યુનિયનોએ સરકાર પાસેથી બે વિકલી ઓફની માંગણી કરી હતી. પરંતુ આ માંગને પણ પૂરી કરવામાં આવી નથી. તેથી બેંક કર્મચારીઓએ એકવાર ફરીથી હડતાળ પર જવાનો નિર્ણય કર્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

બિઝનેસના અન્ય સમાચાર જોવા માટે કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More