સોમવારે આંબેડકર જયંતિ પછી આજે બેંક શાખામાં જવાનું વિચારતા હોય તો માંડી વાળજો, કારણ કે આજે પણ કેટલાક શહેરોમાં બેંકો બંધ રહેવાની છે. દેશના ઘણા શહેરોમાં આજે બેંકોમાં કામ થશે નહીં. આ શહેરોમાં આજે સરકારી-ખાનગી બેંકો બંધ રહેશે. બેંકની રજાના કારણે આજે બેંક શાખાઓ બંધ રહેશે. એટલે કે 15 એપ્રિલ મંગળવારના રોજ તમે બેંકમાં જઈને તમારું કામ કરી શકશો નહીં.
અત્યંત મૂલ્યવાન 'ગોલકોડાં' બ્લુ ડાયમંડની જીનેવામાં થશે હરાજી, ગુજરાતના આ મહારાજાની
15 એપ્રિલે કેમ બંધ છે બેંકો
15 એપ્રિલે RBIએ અમુક શહેરોમાં બેંકો માટે રજા જાહેર કરી છે. આસામ, પશ્ચિમ બંગાળ, અરુણાચલ પ્રદેશ, હિમાચલ પ્રદેશમાં આજે બેંકો બંધ રહેશે. આજે આસામમાં બોહાગ બિહુ, પશ્ચિમ બંગાળમાં બંગાળી નવું વર્ષ, અરુણાચલ પ્રદેશમાં સાંસ્કૃતિક ઉત્સવ અને હિમાચલ પ્રદેશમાં હિમાચલ દિવસને કારણે બેંકો બંધ છે.
સરકારના આ નિર્ણયથી લોકોનું વધી જવાનું ટેન્શન, CNG અને PNGના ભાવમાં થઈ શકે છે વધારો!
આ રાજ્યો સિવાય દેશભરમાં બેંકો ખુલ્લી રહેશે. ડૉ.ભીમરાવ આંબેડકર જયંતિ નિમિત્તે સોમવારે દેશના મોટાભાગના ભાગોમાં બેંકો બંધ રહી હતી. આજે કેટલાક રાજ્યોમાં બેંકોની રજા છે, તે પહેલા શનિવાર અને રવિવારના કારણે બેંકો બંધ હતી, એટલે કે બેંકોમાં કામ કરતા અધિકારીઓને લાંબું વેકેશન માણવા મળ્યું છે. આટલું જ નહીં 18 એપ્રિલ શુક્રવારે ગુડ ફ્રાઈડેના કારણે દેશભરમાં બેંકો બંધ રહેશે.
ખુશખબર; ફરી પેટ્રોલ-ડીઝલના ભાવમાં થશે ઘટાડો! 4 વર્ષમાં પહેલીવાર થઈ રહ્યું કઈંક આવું!
બેંક બંધ હોય તો કેવી રીતે થઈ શકશે કામ
સોમવારે બેંકોની રજા હોવાના કારણે સળંગ ત્રણ દિવસ બેંક બંધ છે. બેંકોની લાંબી રજાઓના કારણે તમારે પરેશાન થવાની જરૂર નથી. તમે નેટ-બેકિંગ, મોબાઈલ બેકિંગ, વગેરે મારફતે ટ્રાન્જેક્શન કરી શકો છો. ઈન્ટરનેટ બેકિંગ મારફતે તમે બેંકની ઘણી સર્વિસેસનો લાભ સરળતાથી ઉઠાવી શકો છો. પૈસા ટ્રાન્સફર કરવા હોય કે પેમેન્ટ કરવા માટે યૂપીઆઈની સર્વિસ ચાલું રહેશે. તમે એટીએમમાંથી કેશ કાઢી શકો છો. માત્ર ચેક ક્લિયરેન્સ ડ્રાફ્ટ જેવા કામ તમારા અટકી પડશે, જેના માટે બેંકની શાખા પર જવું જરૂરી હોય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે