PPF Accounts Nominee: કેન્દ્ર સરકારે ગુરુવારે દેશભરના પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) ખાતાધારકોને મોટી રાહત આપી છે. હવે તમારે તમારા PPF એકાઉન્ટમાં નોમિનીને અપડેટ કરવા અથવા બદલવા માટે કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં. સાથે જ સરકારે આને લગતા નિયમોમાં પણ ફેરફાર કર્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે સોશિયલ મીડિયા હેન્ડલ પર એક પોસ્ટમાં કહ્યું કે, તેનો અર્થ એ છે કે હવે રોકાણકારોએ PPFમાં નોમિનીને બદલવા અથવા અપડેટ કરવા માટે કોઈ ચાર્જ અથવા ફી ચૂકવવાની રહેશે નહીં.
નાણામંત્રીએ પોસ્ટમાં વધુમાં જણાવ્યું કે, આ માટે સરકારે 2 એપ્રિલ 2025ના રોજ સરકારી બચત પ્રમોશન સામાન્ય નિયમોમાં ફેરફાર કરીને ગેઝેટ નોટિફિકેશન બહાર પાડ્યું છે. આના દ્વારા નોમિની અપડેટ અથવા ફેરફાર માટે લેવામાં આવતી 50 રૂપિયાની ફી નાબૂદ કરવામાં આવી છે.
IPLમાં જોવા મળી રહી છે આ 3 ખેલાડીઓની કમી, તક મળી હોત તો આવ્યું હોત રનોનું વાવાઝોડું!
નાણામંત્રીએ PPF એકાઉન્ટ પર આપ્યું મોટું અપડેટ
નાણામંત્રી નિર્મલા સીતારમણે સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરતાં કહ્યું કે, "તાજેતરમાં મને જાણ કરવામાં આવી હતી કે, PPF ખાતાઓમાં નોમિનીની વિગતો અપડેટ/સંશોધિત કરવા માટે નાણાકીય સંસ્થાઓ દ્વારા ફી વસૂલવામાં આવી રહી છે. હવે ગવર્નમેન્ટ સેવિંગ્સ પ્રમોશન જનરલ રૂલ્સ 2018માં ગેઝેટ નોટિફિકેશન 02/4/25 દ્વારા જરૂરી ફેરફારો કરવામાં આવ્યા છે, જેથી કરીને PPF ખાતાઓ માટે નોમિનીના અપડેટ પરનો ચાર્જ માફ કરી શકાય."
Recently was informed that a fee was being levied by financial institutions for updating/modifying nominee details in PPF accounts.
Necessary changes are now made in the Government Savings Promotion General Rules 2018 via Gazette Notification 02/4/25 to remove any charges on… pic.twitter.com/Hi33SbLN4E
— Nirmala Sitharaman (@nsitharaman) April 3, 2025
તેમણે કહ્યું કે, તાજેતરમાં સંસદમાં પસાર થયેલા બેન્કિંગ સુધારા બિલ 2025 (Banking Laws Amendment 2024)ના નિયમો અનુસાર, હવે કસ્ટમર્સની બેન્કમાં પૈસા અને લોકરની ચુકવણી માટે 4 વ્યક્તિઓને નોમિનેટ કરવાની મંજૂરી આપે છે.
શું છે PPF સ્કીમ?
PPF એક સુરક્ષિત રોકાણ યોજના છે. સરકાર આના પર વાર્ષિક 7.1 ટકા વ્યાજ આપે છે. આ યોજનાની પાકતી મુદત 15 વર્ષ છે, જેને તમે પરિપક્વતા પછી 5-5 વર્ષ સુધી વધારી શકો છો.
આ સ્કીમની ખાસ વાત એ છે કે, PPFમાં પાકતી મુદત પર મળેલા તમામ પૈસા ટેક્સ ફ્રી છે. આ સાથે PPFમાં રોકાણ કરવા પર જૂની ટેક્સ રિઝીમમાં કલમ 80C હેઠળ દર વર્ષે 1.50 લાખ રૂપિયાની ટેક્સ છૂટ મળે છે.
લગ્ન કરવા પર આ કપલ્સને સરકાર આપી રહી છે 2.5 લાખ રૂપિયા, પરંતુ છે આ શરતો
નવા બેન્કિંગ સુધારા બિલ 2025માં થયા આ બદલાવ
નવા બેન્કિંગ સુધારા બિલ 2025માં સરકાર દ્વારા ઘણા મહત્વપૂર્ણ બદલાવ કરવામાં આવ્યા છે. એક મોટો બદલાવ "નોંધપાત્ર વ્યાજ"ની વ્યાખ્યાને લઈ કરવામાં આવ્યો છે. અગાઉ જો કોઈ વ્યક્તિના બેન્કમાં 5 લાખ રૂપિયાનું રોકાણ હોય, તો તેને "નોંધપાત્ર વ્યાજ" ગણવામાં આવતું હતું. હવે આ મર્યાદા વધારીને 2 કરોડ રૂપિયા કરવામાં આવી છે. આ ફેરફાર એટલા માટે કરવામાં આવ્યો છે કારણ કે આ જૂની મર્યાદા લગભગ 60 વર્ષ પહેલા નક્કી કરવામાં આવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે