Home> Business
Advertisement
Prev
Next

બચત ખાતામાં પૈસા રાખતા ગ્રાહકોને મોટો ઝટકો, આ મોટી બેંકોએ વ્યાજ દરમાં કર્યો ઘટાડો

Bank Reduces Interest Rates: ઘણી મોટી બેંકોએ બચત ખાતાઓ પરના વ્યાજ દરોમાં મોટો ઘટાડો કર્યો છે. આનો અર્થ એ થયો કે બચત ખાતામાં જમા કરાયેલા પૈસા હવે પહેલા કરતા ઓછો નફો આપશે.
 

બચત ખાતામાં પૈસા રાખતા ગ્રાહકોને મોટો ઝટકો, આ મોટી બેંકોએ વ્યાજ દરમાં કર્યો ઘટાડો

Bank Reduces Interest Rates: જો તમે બેંક બચત ખાતામાં પૈસા રાખીને વ્યાજ કમાઓ છો, તો આ સમાચાર તમને નિરાશ કરી શકે છે. ભારતની અનેક બેંકોએ બચત ખાતા પરના વ્યાજમાં મોટો ઘટાડો કર્યો છે. આ નિર્ણયના કારણે બચત ખાતામાં જમા પૈસા પર હવે પહેલા કરતા ઓછો નફો મળશે.

fallbacks

કઈ બેંકે કેટલો ઘટાડ્યું વ્યાજ?

તાજેતરના અઠવાડિયામાં, HDFC બેંક, ICICI બેંક, એક્સિસ બેંક અને ફેડરલ બેંકે 50 લાખ રૂપિયાથી ઓછી રકમ માટે તેમના બચત ખાતાના વ્યાજ દર 25 બેસિસ પોઇન્ટ ઘટાડીને 2.75% કર્યા છે. પહેલા વ્યાજ દર ૩ ટકા હતો. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ઓક્ટોબર 2022 થી 10 કરોડ રૂપિયાથી ઓછી રકમ પર 2.7% વ્યાજ આપી રહી છે. આમાંની કેટલીક બેંકોએ ફિક્સ્ડ ડિપોઝિટ રેટમાં 25 બેસિસ પોઈન્ટ સુધીનો ઘટાડો પણ કર્યો છે.

1 શેર પર 117 રૂપિયાનું ડિવિડન્ડ આપી રહી છે આ કંપની, રેકોર્ડ ડેટ છે આવતા અઠવાડિયે

ICICI બેંકના ગ્રાહકો માટે

બેંકે તેના બચત ખાતાના જમા વ્યાજ દરમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો છે. બેંકના જમા કર્તાઓએ 50 લાખ રૂપિયા સુધીના બચત બેંક બેલેન્સ પર 2.75 ટકા વ્યાજ મળશે, જે HDFC બેંક જે ઓફર કરી રહી છે તેના જેવું જ છે. 50 લાખ રૂપિયાથી વધુના બેલેન્સ માટે, તે 3.25 ટકા રહેશે.

HDFC બેંકના ગ્રાહકો માટે

બેંકે બચત ખાતા પરના વ્યાજ દરમાં ફેરફાર કર્યો છે. આ ફેરફારો 12 એપ્રિલ, 2025થી અમલમાં આવ્યા. આ અંતર્ગત, 50 લાખ રૂપિયાથી ઓછી રકમ માટે વ્યાજ દર વાર્ષિક 3.00% થી ઘટાડીને 2.75% કરવામાં આવ્યા છે. 50 લાખ રૂપિયા અને તેથી વધુ રકમ માટે વ્યાજ દર હવે વાર્ષિક 3.25% છે, જ્યારે પહેલા આ દર 3.50% હતો.

રોકાણકારોમાં હરખ! ડિવિડન્ડ આપશે અંબાણીની આ કંપની, 25 એપ્રિલે કરશે જાહેરાત !

બેંકે તેના FD વ્યાજ દરોમાં 50 બેસિસ પોઈન્ટ (bps) સુધીનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. તેના અમલીકરણ સાથે, સામાન્ય નાગરિકો માટે વ્યાજ દર 3% થી 7.10%ની વચ્ચે થઈ ગયા છે, જ્યારે વરિષ્ઠ નાગરિકો માટે દર 3.5% થી 7.55%ની વચ્ચે છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More