Home> Business
Advertisement
Prev
Next

Gold price : સોનાના દાગીનાનું 1959નું બિલ વાયરલ, હે ભગવાન આજે હોત આ ભાવ તો...

Gold Bill: સોનાની કિંમતોમાં જોરદાર વધારો થયો છે. થોડા દિવસો પહેલાં સોશિયલ મીડિયા પર રેસ્ટોરન્ટનું બિલ, બુલેટ મોટરસાઇકલનું બિલ અને વીજળીનું બિલ થઈ રહ્યું છે. ત્યારબાદ હવે સોનાના દાગીનાનું 1959નું બિલ વાયરલ થઈ રહ્યું છે. જે દર્શાવે છે કે સોનું પહેલાં સસ્તું હતું. 

Gold price : સોનાના દાગીનાનું 1959નું બિલ વાયરલ, હે ભગવાન આજે હોત આ ભાવ તો...

Gold Jewellery Bill of 1959: સોનાની કિંમતમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. નવા વર્ષમાં સોનાનો ભાવ ફરી એકવાર રેકોર્ડ સ્તરની નજીક પહોંચી ગયો છે. ઓગસ્ટ 2020 માં સોનાએ 56,200 રૂપિયાનો રેકોર્ડ બનાવ્યો હતો. મંગળવારે બંધ થયેલા ટ્રેડિંગ સેશનમાં સોનું 55,581 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી ગયું હતું. આગામી સમયમાં સોનાનો ભાવ રૂ. 62000 સુધી જવાની આશા છે. એટલું જ નહીં, ચાંદીની કિંમત 80,000 રૂપિયા પ્રતિ કિલોના સ્તર સુધી જઈ શકે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આઝાદી સમયે કે પછી સોનાની કિંમત શું હશે?

fallbacks

આ પણ વાંચો:

Digital Payment કરતી વખતે આ બાબતોનું રાખજો ધ્યાન,નહીં તો તમારું એકાઉન્ટ થઈ જશે ખાલી!

કરદાતાઓ માટે સરકારની જાહેરાત, આ વાતને રાખજો ધ્યાનમાં નહીં તો 5000 નો ભરવો પડશે દંડ

બાપરે! આ અઠવાડિયે કેટલું સસ્તું થઈ ગયું સોનું? ખાસ જાણો 10 ગ્રામ ગોલ્ડનો રેટ

જ્વેલરીનું 1959નું બિલ થઈ રહ્યું છે વાયરલ
થોડા દિવસો પહેલાં રેસ્ટોરન્ટનું બિલ, બુલેટ મોટરસાઇકલનું બિલ અને વીજળીનું બિલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. ત્યારબાદ હવે સોનાના દાગીનાનું 1959 નું બિલ વાયરલ થઈ રહ્યું છે. 63 વર્ષ જૂના આ બિલને જોતા ખબર પડે છે કે ખરીદનારે સોના અને ચાંદી બંનેના દાગીના ખરીદ્યા છે. છ દાયકાથી વધુ જૂના આ બિલને જોતાં અને તેમાં લખેલા સોના અને ચાંદીના ભાવને જોવા માટે યૂઝર્સ ખૂબ જ ઉત્સુક છે.

72 વર્ષ પહેલા 99 રૂપિયા હતો સોનાનો ભાવ
આઝાદી સમયે 1950માં સોનાનો ભાવ 99 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. તેના નવ વર્ષના બિલ પર નજર કરીએ તો ખબર પડે છે કે તે સમયે સોનું 113 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે હતું. જોકે, મીડિયા રિપોર્ટ્સમાં એક વર્ષ પછી સોનાનો ભાવ 112 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હોવાનું કહેવાય છે. 1970માં આ દર વધીને 184.50 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચી ગયો છે.

909 રૂપિયાનું કુલ બિલ 
વાયરલ થઇ રહેલા 1959ના આ બિલમાં 621 રૂપિયા અને 251 રૂપિયાના સામાનનો ઉલ્લેખ છે. આ સિવાય ચાંદીના 12 રૂપિયા અને અન્ય વસ્તુઓના 9 રૂપિયા છે. કુલ બિલ 909 રૂપિયા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ બિલની હાલત પણ ખૂબ જ ખરાબ દેખાઈ રહી છે. આ બિલમાં ટેક્સનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પરંતુ તે સંપૂર્ણપણે હાથથી લખાયેલું છે.

આ પણ વાંચો:

તમે નહીં તમારા પૈસાને કામ પર લગાવો, ઈન્વેસ્ટમેન્ટ પ્લાન બનાવશો તો બની જશે માલામાલ

મોટી કમાણી કરાવવા આવી રહ્યો છે આઈપીઓ, સોમવારે ખુલશે, જાણો GMP સહિત દરેક વિગત

500 રૂપિયા કિલોના ભાવે વેંચાતા કાળા ચોખા તમને બનાવી શકે છે લખપતિ, જાણો કેવી રીતે

આઝાદીથી લઇને અત્યાર સુધીના સોનાના ભાવ
1950-99 રૂપિયા  પ્રતિ 10 ગ્રામ
1960-112 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
1970-184.5 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
1980-1330 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
1990-3200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
2000-4400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
2010-18,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
2020-56,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
2022-55000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More