Home> Business
Advertisement
Prev
Next

સ્વિસ બેંકમાં વધ્યું બ્લેક મની, સુબ્રમણ્યમ સ્વામીએ સરકાર સામે ફોડી તોપ...

બ્લેક મની માટે સ્વર્ગ ગણાતી સ્વિસ બેંકમાં છેલ્લા ચાર વર્ષમાં પહેલી વખત આ વખતે નાણાંનો ખજાનો છલકાયો છે. સ્વિસ બેંકમાં નાણાનો જથ્થો એક અરબ સ્વિસ ફેંક એટલે કે 7000 કરોડ રૂપિયા થયો છે.  જો એક વર્ષ પહેલાની સરખામણીએ વાત કરવામાં આવે તો આ આંકડો 50 ટકા વધુ છે. આ આંકડા સ્વિટ્ઝરલેન્ડના કેન્દ્રિય બેંકના લેટેસ્ટ આંકડાથી સામે આવ્યો છે. જે અનુસાર ભારતીયો દ્વારા સ્વિસ બેંકમાં પોતાના ખાતામાં રખાયેલ ધન 2017માં 50 ટકા કરતાં વધીને 7000 કરોડ રૂપિયા થયું છે. આ આંકડા જાહેર થયા બાદ વિપક્ષની સાથોસાથ સરકારને પોતાના જ કેટલાક સાંસદોની ટીકાનો ભોગ બનવું પડ્યું છે. 

સ્વિસ બેંકમાં વધ્યું બ્લેક મની, સુબ્રમણ્યમ સ્વામીએ સરકાર સામે ફોડી તોપ...

નવી દિલ્હી : બ્લેક મની માટે સ્વર્ગ ગણાતી સ્વિસ બેંકમાં છેલ્લા ચાર વર્ષમાં પહેલી વખત આ વખતે નાણાંનો ખજાનો છલકાયો છે. સ્વિસ બેંકમાં નાણાનો જથ્થો એક અરબ સ્વિસ ફેંક એટલે કે 7000 કરોડ રૂપિયા થયો છે.  જો એક વર્ષ પહેલાની સરખામણીએ વાત કરવામાં આવે તો આ આંકડો 50 ટકા વધુ છે. આ આંકડા સ્વિટ્ઝરલેન્ડના કેન્દ્રિય બેંકના લેટેસ્ટ આંકડાથી સામે આવ્યો છે. જે અનુસાર ભારતીયો દ્વારા સ્વિસ બેંકમાં પોતાના ખાતામાં રખાયેલ ધન 2017માં 50 ટકા કરતાં વધીને 7000 કરોડ રૂપિયા થયું છે. આ આંકડા જાહેર થયા બાદ વિપક્ષની સાથોસાથ સરકારને પોતાના જ કેટલાક સાંસદોની ટીકાનો ભોગ બનવું પડ્યું છે. 

fallbacks

ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ આ મામલે ફરી એકવાર નાણા મંત્રાલય સામે નિશાન સાધ્યું છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું કે, નાણાં સચિવ હસમુખ અઢિયા માટે આ એક મોટી સફળતા છે. એક બાજુ સ્વિસ બેંકમાં સમગ્ર દુનિયાના રોકાણમાં માત્ર 3 ટકાનો વધારો થયો છે ત્યાં ભારતીયોના રોકાણમાં 50 ટકાનો વધારો થો છે. અઢિયા આના કરતાં પણ વધુ મેનેજ કરી શકે એમ છે. જો રાજેશ્વર (ઇડી ઓફિસર) વચ્ચે આવ્યા ન હોત તો. 

સરકારના તમામ દાવા નિષ્ફળ, સ્વિસ બેંકમાં ભારતીયોના કાળા નાણામાં જંગી વધારો

સુબ્રમણ્યમ સ્વામીએ આ મામલે ફરી એકવાર નાણા મંત્રી અરૂણ જેટલી સામે પણ મોરચો માંડ્યો. અગાઉ પણ તેમણે અરૂણ જેટલી સામે નિશાન તાક્યું હતું. સ્વિસ નેશનલ બેંક (એસએનબી)ના વાર્ષિક આંકડા અનુસાર સ્વિસ બેંક ખાતામાં જમા ભારતીય ધન 2016માં 45 ટકા ઘટીને 67.6 કરોડ ફ્રેંક (અંદાજે 4500 કરોડ રૂપિયા) રહી ગયું હતું. 

દેશના અન્ય ન્યૂઝ માટે અહીં ક્લિક કરો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More