Home> Business
Advertisement
Prev
Next

Stock Market News: એક જ વર્ષમાં 4000%ની તોફાની તેજી, આ શેર 75 રૂપિયાથી 3100 પાર પહોંચી ગયો

આઈપીઓમાં કંપનીના શેરનો ભાવ 75 રૂપિયા હતો. બોન્ડાડા એન્જિનિયરિંગના શેર 16 ઓગસ્ટ 2024ના રોજ 4 ટકાથી વધુની તેજી સાથે 3188 રૂપિયા પર પહોંચી ગયા. કંપનીના શેરોનું 52 અઠવાડિયાનું લો લેવલ 142.50 રૂપિયા છે. 

Stock Market News: એક જ વર્ષમાં 4000%ની તોફાની તેજી, આ શેર 75 રૂપિયાથી 3100 પાર પહોંચી ગયો

એક વર્ષ પહેલા આવેલા બોન્ડાડા એન્જિનિયરિંગ (Bondada Engineering Limited) ના IPO એ રોકાણકારોને માલામાલ કરી દીધા છે. બોન્ડાડા એન્જિનિયરિંગના શેરોએ શેર હોલ્ડર્સને છપ્પરફાડ રિટર્ન આપ્યું છે. બોન્ડાડા એન્જિનિયરિંગનો આઈપીઓ ગત વર્ષે ઓગસ્ટમાં ખુલ્યો હતો. આઈપીઓમાં કંપનીના શેરનો ભાવ 75 રૂપિયા હતો. બોન્ડાડા એન્જિનિયરિંગના શેર 16 ઓગસ્ટ 2024ના રોજ 4 ટકાથી વધુની તેજી સાથે 3188 રૂપિયા પર પહોંચી ગયા. કંપનીના શેરોનું 52 અઠવાડિયાનું લો લેવલ 142.50 રૂપિયા છે. 

fallbacks

એક વર્ષમાં શેરોમાં 4000%ની તેજી
બોન્ડાડા એન્જિનિયરિંગના  શેરો છેલ્લા એક વર્ષમાં 4000 ટકાથી વધુ ચડ્યા છે. કંપનીનો આઈપીઓ 18 ઓગસ્ટ 2023ના રોજ ખુલ્યો હતો અને તે 22 ઓગસ્ટ સુધી ઓપન રહ્યો. આઈપીઓમાં કંપનીના શેરનો ભાવ 75 રૂપિયા હતો. કંપનીના શેર 30 ઓગસ્ટ 2023ના રોજ 142.50 રૂપિયા પર લિસ્ટ થયા હતા. લિસ્ટિંગ બાદથી બોન્ડાડા એન્જિનિયરિંગના શેરોમાં જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. કંપનીના શેર 16 ઓગસ્ટ 2024ના રોજ 3188 રૂપિયા પર પહોચ્યા. 75 રૂપિયાના ઈશ્યુ પ્રાઈસની સરખામણીમાં બોન્ડાડા એન્જિનિયરિંગના શેર 4000 ટકાથી વધુ ઉછળ્યા છે. 

આ વર્ષે અત્યાર સુધીમાં શેરોમાં 650 ટકાથી વધુનો ઉછાળો
બોન્ડાડા એન્જિનિયરિંગના શેરોમાં આ વર્ષે અત્યાર સુધીમાં 650 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે. કંપનીના શેર આ વર્ષની શરૂઆતમાં 1 જાન્યુઆરી 2024ના રોજ બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં 417.10 રૂપિયા પર હતા. કંપનીના શેર 16 ઓગસ્ટ 2024ના રોજ 3188 રૂપિયા પર પહોંચ્યા છે. છેલ્લા 6 મહિનામાં બોન્ડાડા એન્જિનિયરિંગના શેરોમાં 270 ટકાનો ઉછાળો આવ્યો છે. આ સમયગાળામાં કંપનીના શેર 847.05 રૂપિયાથી વધીને 3100 રૂપિયા પાર પહોંચી ગયા છે. છેલ્લા 3 મહિનામાં બોન્ડાડા એન્જિનિયરિંગના શેરોમાં 75 ટકાની તેજી જોવા મળી છે. 

Disclaimer: 
અહીં ફક્ત શેરના પરફોર્મન્સની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમને આધીન છે અને રોકાણ પહેલા તમારા એડવાઈઝરની સલાહ ચોક્કસપણે લેવી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More