Home> Business
Advertisement
Prev
Next

દર 1 પર 2 શેર ફ્રી: 16 વર્ષ બાદ સરકારી કંપનીએ કરી બોનસ શેરની જાહેરાત, ₹233 પર આવી ગયો ભાવ

Bonus Share: રાજ્ય સંચાલિત NMDC લિમિટેડે સોમવારે 2:1 ના રેશિયોમાં ઇક્વિટી શેરના બોનસ ઇશ્યૂને મંજૂરી આપી હતી. એક મીટિંગમાં, કંપનીના બોર્ડ સભ્યોએ બીજા ક્વાર્ટરના નાણાકીય પરિણામોની સાથે આ પ્રસ્તાવને પણ મંજૂરી આપી.
           

દર 1 પર 2 શેર ફ્રી: 16 વર્ષ બાદ સરકારી કંપનીએ કરી બોનસ શેરની જાહેરાત, ₹233 પર આવી ગયો ભાવ

Bonus Share: રાજ્ય સંચાલિત NMDC લિમિટેડે સોમવારે 2:1 ના રેશિયોમાં ઇક્વિટી શેરના બોનસ ઇશ્યૂને મંજૂરી આપી હતી. એક મીટિંગમાં, કંપનીના બોર્ડ સભ્યોએ બીજા ક્વાર્ટરના નાણાકીય પરિણામોની સાથે આ પ્રસ્તાવને પણ મંજૂરી આપી. એક્સચેન્જ ફાઇલિંગ મુજબ, પાત્ર શેરધારકોને હાલના એક શેર દીઠ બે NMDC શેર આપવામાં આવશે. NMDC 586 કરોડથી વધુ બોનસ શેર જારી કરશે. આ 10 જાન્યુઆરી, 2025ના રોજ અથવા તે પહેલાં જમા કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે કંપની છેલ્લા 16 વર્ષ બાદ બોનસ શેર આપી રહી છે. અગાઉ વર્ષ 2008માં એનએમડીસીએ એક શેર માટે 2 બોનસ શેર જારી કર્યા હતા. NMDC એ 2016, 2019 અને 2020 માં તેના ઇક્વિટી શેર પાછા ખરીદ્યા હતા. આજે સોમવારે ટ્રેડિંગ દરમિયાન NMDCના શેરમાં ઘટાડો થયો હતો. કંપનીનો શેર આજે રૂ.233.50 પર બંધ થયો હતો.

fallbacks

કંપનીના શેરની સ્થિતિ
સ્ટોક 286 રૂપિયાના પોતાના વર્તમાન શિખરથી લગભગ 19 ટકા નીચે આવી ગયો છે. પાંચ દિવસમાં આ શેર 2 ટકા વધ્યો છે અને છ મહિનામાં તેમાં 9 ટકાનો ઘટાડો થયો છે. કંપનીના શેરમાં આ વર્ષે અત્યાર સુધી  11% અને એક વર્ષના ગાળામાં 34 ટકા વધી ગયા છે. પાંચ વર્ષમાં કંપનીના શેરમાં 135 ટકા સુધીનો વધારો થયો છે. 

આ પણ વાંચોઃ ભૂલમાં પણ ન કરતા આ 7 ટ્રાન્ઝેક્શન, તુરંત આવી જશો આવકવેરા વિભાગની નજરમાં

સપ્ટેમ્બર ક્વાર્ટરના પરિણામ
એનએમડીસીએ સોમવારે 11 નવેમ્બરે પોતાના જુલાઈથી સપ્ટેમ્બર ક્વાર્ટરના પરિણામોની જાહેરાત કરી છે. કંપનીએ FY24-25 ના Q2 ની તુલનામાં ચોખ્ખા નફામાં લગભગ 17 ટકાનો વધારો ₹1,195.63 કરોડ નોંધ્યો હતો. સોમવારે BSE ફાઈલિંગ અનુસાર ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં તે ₹1,024.86 કરોડ હતું. રાજ્યની માલિકીની ખાણકામ કંપનીએ બીજા ત્રિમાસિક ગાળામાં મુખ્ય કામગીરીમાંથી આવકમાં 22.54 ટકાનો વધારો નોંધાવ્યો હતો જે ગયા વર્ષના સમાન સમયગાળામાં ₹4,013.98 કરોડની સરખામણીએ ₹4,918.91 કરોડ થયો હતો.",

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More