Home> Business
Advertisement
Prev
Next

હોળી પહેલા કપાસિયા અને સીંગતેલના ભાવમાં ભડકો, તેલના ભાવમાં તોતિંગ વધારો

Groundnut Oil prices Hike Again : રાજકોટમાં સિંગતેલના ભાવમાં વધારો... સિંગતેલ અને કપાસિયા તેલમાં 110થી 140નો વધારો... સિંગતેલના ડબ્બાનો ભાવ 2 હજાર 840 થયો... કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 1740એ પહોંચ્યો

હોળી પહેલા કપાસિયા અને સીંગતેલના ભાવમાં ભડકો, તેલના ભાવમાં તોતિંગ વધારો

Groundnut Oil Prices : હોળી પહેલા ગુજરાતના નાગરિકો પર મોંઘવારીનો માર પડ્યો છે. હોળીના તહેવાર પહેલા કપાસિયા તેલ અને સીંગતેલના ભાવમાં ભડકો થયો છે. સીંગતેલમાં ડબ્બામાં સટ્ટાકીય ભાવ વધારો નોંધાયો છે. સીંગતેલ અને કપાસિયા તેલમાં 110 થી 140 રૂપિયાનો પ્રતિ ડબ્બે વધારો નોંધાયો છે. આ સાથે જ રાજકોટમાં આજે ખૂલતા બજારે સીંગતેલ ડબ્બો 2740 થી વધીને 2840 સુધી પહોંચી ગયો છે. તો કપાસિયા તેલનો ડબ્બો 1640 થી વધીને 1740 ને પાર પહોંચી ગયો છે. એક સપ્તાહમાં ડિમાન્ડ ન હોવા છતા સટોડિયાઓ દ્વારા કૃત્રિમ ભાવ વધારો કરી નાંખ્યો હોવાનું અનુમાન છે. 

fallbacks

ગત મહિને ફેબ્રુઆરીમાં વધ્યો હતો ભાવ

ગત વર્ષમાં તેલના ભાવોમાં સતત વધારા ઝીંકાઈ રહ્યાં છે. જેને કારણે નાગરિકો પર મોંઘવારીનો માર પડી રહ્યો હતો. પરંતુ લાંબા સમયથી ખાદ્યતેલના ભાવ અંકુશમાં હતા. પરંતુ હવે 2024 માં ફરી આ વધારો ચાલુ થયો છે. ત્યારે ગત ફેબ્રુઆરી મહિનામાં જ તેલના ભાવમાં વધારો કરાયો હતો સીંગતેલના ભાવમાં સીધો 50 રૂપિયાનો વધારો કરાયો હતો. ત્યારે માર્ચ મહિનાના અંતમાં તેલના ભાવમાં ફરી વધારો ઝીંકાયો છે. 

કેનેડા બાદ ઓસ્ટ્રેલિયામાં ગુજરાતીઓને રહેવાના ફાંફા પડશે, સ્ટુડન્ટ વિઝાના બદલાયા નિયમ

હોળી પહેલા મોંઘવારી

હોળીના તહેવાર પહેલા લોકો પર મોંઘવારીનો માર ઝીંકાયો છે. ગુજરાતમાં હંમેશા તહેવારો પહેલા જ તેલના ભાવમાં વધારો કરી દેવામાં આવે છે. જેથી લોકોનો તહેવાર બગડે છે. આ વખતે પણ હોળી પહેલા સીંગતેલ ડબ્બો 2740 થી વધીને 2840 સુધી પહોંચી ગયો છે. તો કપાસિયા તેલનો ડબ્બો 1640 થી વધીને 1740 ને પાર પહોંચી ગયો છે.

ભાજપમાં ચાર બેઠક પર હજી ઉમેદવાર જાહેર કરવાના બાકી છે, ત્યાં નવુ ટેન્શન શરૂ થયું

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More