Home> Business
Advertisement
Prev
Next

ઈદ પર BSNLએ લોન્ચ કર્યો સ્પેશિયલ પ્લાન, મળશે 300 GB ડેટા

ટેલીકોમ માર્કેટમાં રિલાયન્સ જિયો (Reliance Jio)ના અનેક સસ્તા પ્લાન લોન્ચ થયા બાદ હવે બીએસએનએલએ ઈદના અવસરે નવો પ્લાન લોન્ચ કર્યો છે. બીએસએનએલ તરફથી રજુ કરાયેલા આ સ્પેશિયલ પ્લાનથી ઈદની ઉજવણી બેવડાઈ જશે. ઈદ ઉલ ફિતરના અવસરે કંપનીએ ઈદ મુબારક એસટીવી 786 (Eid Mubarak STV 786) પ્રીપેડ પ્લાન રજુ કર્યો છે.

ઈદ પર BSNLએ લોન્ચ કર્યો સ્પેશિયલ પ્લાન, મળશે 300 GB ડેટા

નવી દિલ્હી: ટેલીકોમ માર્કેટમાં રિલાયન્સ જિયો (Reliance Jio)ના અનેક સસ્તા પ્લાન લોન્ચ થયા બાદ હવે બીએસએનએલએ ઈદના અવસરે નવો પ્લાન લોન્ચ કર્યો છે. બીએસએનએલ તરફથી રજુ કરાયેલા આ સ્પેશિયલ પ્લાનથી ઈદની ઉજવણી બેવડાઈ જશે. ઈદ ઉલ ફિતરના અવસરે કંપનીએ ઈદ મુબારક એસટીવી 786 (Eid Mubarak STV 786) પ્રીપેડ પ્લાન રજુ કર્યો છે.

fallbacks

ઈદ સ્પેશિયલ પ્લાનમાં અનલિમિટેડ વોઈસ કોલિંગની સાથે સાથે રોજના 100 એસએમએસ અને 2 જીબી 3જી/4જી ડેટા આપવામાં આવી રહ્યો છે. આ પ્લાનમાં રોમિંગની પણ સુવિધા અપાઈ છે. આ રિચાર્જની વેલિડિટી 150 દિવસની છે. ( રોજનો 2 જીબી ડેટા x 150 દિવસ = 300 જીબી ડેટા) ફ્રી વોઈસ કોલિંગની સુવિધા દિલ્હી અને મુંબઈ સર્કલમાં પણ માન્ય ગણાશે. 12 જૂનથી શરૂ થયેલા આ સ્પેશિયલ રિચાર્જને તમે 26 જૂન સુધી કરાવી શકો છો.

અત્રે જણાવવાનું કે કંપની ઈદના અવસરે વર્ષ 2017માં પણ સ્પેશિયલ પ્લાન રજુ કર્યો હતો. પરંતુ આ વખતના પ્લાનમાં પહેલા કરતા વધુ ફાયદા આપવામાં આવી રહ્યાં છે. ગત વર્ષ રજુ કરાયેલા પ્લાનમાં કંપની તરફથી 90 દિવસ માટે 3 જીબી ડેટા આપવામાં આવી રહ્યો હતો. જેમાં મફત એસએમએસની સુવિધા યૂઝર્સને આપવામાં આવી નહતી. આ અગાઉ બીએસએનએલએ FIFA વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને 149 રૂપિયાનો પ્લાન રજુ કર્યો છે.

ફિફા વર્લ્ડ કપ માટે રજુ કરાયેલા 149 રૂપિયાવાળા સ્પેશિયલ પ્લાનમાં વર્લ્ડ કપ મેચ દરમિયામ 14 જૂનથી 15 જુલાઈ સુધી યૂઝર્સને રોજ 4 જીબી ડેટા આપવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More