Home> Business
Advertisement
Prev
Next

સરકારે કર્યો કમાલ, BSNL ને 17 વર્ષ બાદ મળી મોટી સફળતા, લોકો પણ જાણીને થઈ જશે 'રાજીના રેડ'

BSNL Profit: BSNLની સેવામાં સુધારો કરવા અને તેના ગ્રાહક બેસને વધારવાના સરકારના પ્રયાસો વચ્ચે એક નવું અપડેટ બહાર આવ્યું છે. BSNLએ 17 વર્ષ બાદ 262 કરોડ રૂપિયાનો નફો નોંધાવ્યો છે.

સરકારે કર્યો કમાલ, BSNL ને 17 વર્ષ બાદ મળી મોટી સફળતા, લોકો પણ જાણીને થઈ જશે 'રાજીના રેડ'

BSNL Q3 Result: BSNL સતત 4G સેવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. તાજેતરમાં સરકારે BSNLની 4G સેવાના વિસ્તરણ માટે વધારાના રૂપિયા 6,000 કરોડ ફાળવવાનું નક્કી કર્યું છે. બીએસએનએલની સેવા પર સરકારના ફોકસની અસર સ્પષ્ટ દેખાઈ રહી છે. તેની અસર એ થઈ છે કે આ સરકારી ટેલિકોમ કંપની ફરી એકવાર નફામાં પહોંચી ગઈ છે. કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું હતું કે જાહેર ક્ષેત્રની ટેલિકોમ કંપની BSNLએ ચાલુ નાણાકીય વર્ષના ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 262 કરોડનો ચોખ્ખો નફો કર્યો છે.

fallbacks

આ હાઈ-વે પર લાશોનો ઢગલો થયો! મહાકુંભમાંથી પરત આવતા શ્રદ્ધાળુઓને દાહોદમાં અકસ્માત

સેવા અને ગ્રાહક બેસ વધારવા પર ફોકસ
કંપનીના આ નફા સાથે 17 વર્ષ પછી આ પ્રથમ વખત છે જ્યારે BSNLએ નફો નોંધાવ્યો છે. તેમણે તેને જાહેર ક્ષેત્રની ટેલિકોમ કંપની માટે એક મહત્વપૂર્ણ મોડ ગણાવ્યો હતો. આ કંપની સેવા અને ગ્રાહક આધાર વધારવા પર ધ્યાન આપી રહી છે. સિંધિયાએ જણાવ્યું હતું કે ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) એ ઘણા ક્ષેત્રોમાં સુધારા કર્યા છે અને મોબાઇલ, ફાઇબર ટુ ધ હોમ (FTTH) અને લીઝ્ડ લાઇન સર્વિસ ઓફરિંગમાં 14-18 ટકાની વૃદ્ધિ નોંધાવી છે. તેમણે કહ્યું કે ડિસેમ્બરમાં ગ્રાહકોની સંખ્યા પણ વધીને લગભગ 9 કરોડ થઈ ગઈ છે, જે જૂનમાં 8.4 કરોડ હતી.

ગોઝારો શનિવાર! સુરતમાં બે મોટા ભયાનક રોડ અકસ્માત, 5 યુવકોના મોતથી વિસ્તારમાં હડકંપ

છેલ્લે 2007માં કર્યો હતો ત્રિમાસિક નફો 
BSNLના ત્રિમાસિક પરિણામો પર મંત્રીએ કહ્યું, 'આજનો દિવસ BSNL અને ભારતમાં ટેલિકોમ સેક્ટરની સફર માટે મહત્વપૂર્ણ છે. BSNLએ નાણાકીય વર્ષ 2024-25ના ત્રીજા ક્વાર્ટરમાં 17 વર્ષમાં પ્રથમ વખત ત્રિમાસિક ધોરણે નફો નોંધાવ્યો છે. છેલ્લી વખત BSNLએ 2007માં ત્રિમાસિક નફો કર્યો હતો. ડિસેમ્બર ક્વાર્ટરમાં ચોખ્ખો નફો રૂ. 262 કરોડની આસપાસ હતો. મોબાઈલ સેવાથી થતી આવકમાં 15 ટકાનો વધારો થયો છે.

આવી રહી છે આફત! વાવાઝોડાના કારણે ગુજરાતમાં થશે મોટો ફેરફાર; શું કહે છે અંબાલાલ પટેલ?

EBITDA બમણું થઈને રૂ. 2100 કરોડ થયું
ફાઇબર ટુ હોમ આવકમાં 18 ટકાની વૃદ્ધિ થઈ અને લીઝ્ડ લાઇન સર્વિસની આવકમાં 14 ટકાનો વધારો થયો છે. BSNL એ તેના નાણાકીય ખર્ચ અને એકંદર ખર્ચમાં ઘટાડો કર્યો છે, જેના પરિણામે ગયા વર્ષની સરખામણીમાં નુકસાનમાં રૂ. 1,800 કરોડથી વધુનો ઘટાડો થયો છે. છેલ્લા ચાર વર્ષમાં BSNLની ટેક્સ પૂર્વ કમાણી (EBITDA) નાણાકીય વર્ષ 23-24 સુધીમાં રૂ. 1,100 કરોડથી બમણી થઈને લગભગ રૂ. 2,100 કરોડ થઈ ગઈ છે.

ગુજરાતમાં ફરી 16 કરોડનું ઇન્જેક્શન અપાયું; USથી કોલ્ડચેઇન બનાવી 72 કલાકમાં પહોંચ્યું

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More