Home> Business
Advertisement
Prev
Next

બજેટ 2019 : મોદી સરકારનો માસ્ટર સ્ટ્રોક, 5 લાખ સુધીની આવક પર કોઇ ટેક્સ નહીં

બજેટ 2019 : મોદી સરકારે લોકસભાની ચૂંટણી પૂર્વે દેશવાસીઓને ઐતિહાસિક ભેટ આપી છે. હવેથી 5 લાખની આવક માટે કોઇ ટેક્સ નહીં ભરવો પડે. 

બજેટ 2019 : મોદી સરકારનો માસ્ટર સ્ટ્રોક, 5 લાખ સુધીની આવક પર કોઇ ટેક્સ નહીં

નવી દિલ્હી : મોદી સરકારે કરદાતાઓને મોટી રાહત આપી છે. ઐતિહાસિક જાહેરાત કરતાં નાણામંત્રી પીયૂષ ગોયલે આજે ટેક્સ મર્યાદામાં મોટો ફેરફાર સુચવ્યો છે. ટેક્સ સ્લેબમાં ફેરફાર કરતાં હવેથી પાંચ લાખની આવક માટે કોઇ ટેક્સ ભરવાનો રહેશે નહીં. 5થી10 લાખની આવક માટે 20 ટકાનો ટેક્સ લાગશે. 10 લાખથી ઉપરની આવક પર 30 ટકા ટેક્સ લાગશે. 

fallbacks

બજેટ 2019 : ફુલ કવરેજ જુઓ

મોદી સરકારે લોકસભાની ચૂંટણી પૂર્વે દેશના નોકરિયાતો અને મધ્યમ વર્ગના કરદાતાઓ માટે બજેટ 2019માં ઐતિહાસિક જાહેરાત કરી છે. ટેક્સ સ્લેબમાં સીધો જ બમણો વધારો કરી ટેક્સમાં રાહત આપી છે. અત્યાર સુધી 2.50 લાખની આવક પર ટેક્સ છૂટ હતી જે હવેથી 5 લાખ કરવામાં આવી છે. સાથોસાથ રોકાણ સાથે હવે 6.5 લાખ સુધી ટેક્સ પર રાહત મળશે. 40 હજાર સુધી બેંક વ્યાજ પર રાહત મળશે. -બે ઘર હશે તો પણ ટેક્સ નહીં લાગે.

fallbacks 

#Budget2019 નાણા મંત્રી પિયૂષ ગોયલ: વડાપ્રધાન શ્રમ યોગી મનધન નાથી મેગા પેંશન યોજનાની જાહેરાત. 15000 રૂપિયા સુધી માસિક આવક ધરાવનાર લોકો માટે 3000 રૂપિયાનું પેંશન મળશે. તેમને 100 રૂપિયા દર મહિને યોગદાન કરવું પડશે. એટલું જ યોગદાન સરકાર કરશે. અસંગઠિત ક્ષેત્રના 10 કરોડ કર્મચારીઓને તેનો લાભ મળવાની આશા.

#Budget2019 નાણા મંત્રી પિયૂષ ગોયલ: વિભિન્ન કુદરતી આફતો સામે ઝઝૂમી રહેલા ખેડૂતોને 2 ટકા વ્યાજ સહાયતા અને સમયસર લોન ચૂકવવા પર 3 ટકા વધારાની વ્યાજ સહાયતા. પશુપાલન અને મત્સ્ય પાલન સાથે સંકળાયેલા ખેડૂતોને 2% વ્યાજ સહાયતાની જાહેરાત. રાષ્ટ્રીય ગોકુલ મિશન માટે ગ્રાંટ વધારીને 750 કરોડ રૂપિયા કરવામાં આવી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More