Home> Business
Advertisement
Prev
Next

Budget 2021: હોમ લોન પર મળશે ઇનકમ ટેક્સમાં વધારવામાં આવેલી છૂટ!

મકાન ખરીદવું એક મોટો સોદો છે, ખાસકરીને શહેરી વિસ્તારો,આં તેના માટે મોટી રકમની ઉધારી જોઇએ. બેંકબજારના આંકડા અનુસાર વર્ષ 2020માં હોમલોન માટે સરેરાશ ટિકીટ સાઇઝ 26.67 લાખ રૂપિયા રહી છે.

Budget 2021: હોમ લોન પર મળશે ઇનકમ ટેક્સમાં વધારવામાં આવેલી છૂટ!

નવી દિલ્હી:  થોડા દિવસોમાં કેન્દ્રીય બજેટ (Union Budget) રજૂ થનાર છે, અને બજેટથી ઘણી આશાઓ છે. મુશ્કેલ વર્ષ 2020 બાદ, આમ આદમી એવી જાહેરાતો સાંભળવા માટે ઇચ્છુક છે જે ના ફક્ત તેના હાથમાં વધુ પૈસા આપે, પરંતુ મોટાપાયે અર્થવ્યવસ્થાને ગતિ પ્રદાન કરે. સરકાર પાસે આ ઉદ્દેશ્યોને પ્રાપ્ત કરવાની ઘણી રીત છે. 

fallbacks

BankBazaar.com ના સીઇઓ આદિલ શેટ્ટીએ આ અંગે કેટલીક સલાહ આપી છે. તેમનું કહેવું છે કે નાણામંત્રી હોમ લોન (Home Loan) માટે ટેક્સ કપાત (Deduction) ને સરળ તથા કારગર બનાવે. મૂડી તથા વ્યાજમાં કોઇપણ સબ લિમિટના 5 લાખ રૂપિયા સુધીમાં વધુ એક ડીડક્શન થઇ શકે છે. તેમનું માનવું છે કે તેનાથી મકાન માલિકોના હાથમાં વધુ ન ફક્ત વધુ પૈસા આવશે, પરંતુ આ રિયલ એસ્ટેટમાં દિલચસ્પીને પણ વધારશે. તેનાથી કંસ્ટ્રક્શન (Construction) ક્ષેત્રમાં રોજગાર (New job) ઉભી કરી અર્થવ્યવસ્થા ઘણા બધા સકારાત્મક પ્રભાવ પાડી શકે છે. 

અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં પેટ્રોલ સસ્તું, જાણો અમદાવાદમાં શું છે ભાવ

લોઅર ટેક્સેશન દ્રારા વધુ ડિસ્પોજેબલ ઇનકમ
મકાન ખરીદવું એક મોટો સોદો છે, ખાસકરીને શહેરી વિસ્તારો,આં તેના માટે મોટી રકમની ઉધારી જોઇએ. બેંકબજારના આંકડા અનુસાર વર્ષ 2020માં હોમલોન માટે સરેરાશ ટિકીટ સાઇઝ 26.67 લાખ રૂપિયા રહી છે. આ પ્રકારે મોટી ઉધારી તમારી આવકને નીચોડી નાખે છે. વર્ષ 2020ની સંકટપૂર્ણ સ્થિતિઓએ તેને વધુ મુશ્કેલ બનાવી દીધી છે.

Coronavirus New Symptoms સામે આવ્યા, જોવા મળે આ લક્ષણ તો થઇ જાવ સાવધાન

ઇનકમ ટેક્સ કાનૂન જરૂરી ખર્ચ જેમ કે હોમ લોનની ચૂકવણી, હેલ્થકેર ખર્ચ, વિમા પ્રીમિયમ અને સ્કૂલ ફી માટે ટેક્સ કપાત (Deduction) પુરી પાડે છે. આ ખર્ચથી બચવાની કોઇ રીત નથી, અને એટલા માટે તેના નિમિત્ત લેવામાં આવી શકનાર ડિડક્શન મુદ્રાસ્ફીતિ (Inflation) સાથે તાલમેલ બનાવી રાખવો જરૂરી છે. જ્યારે ઘરના સ્વામિત્વ માટે આવકમાં વધુ છૂટ આપીને આમ કરી શકાય છે, તો વધુ ડિસ્પોજેબલ ઇનકમને વધારી દેશે, જે અત્યાર માટે ખૂબ ફાયદાકારક છે. 

હાલના ડિડક્શન પર્યાપ્ત નથી
હાલના ડિડક્શન અપૂરતા લાગે છે. દાખલા તરીકે 8 ટકાના વાર્ષિક દરથી 20 વર્ષ માટે 35 લાખ રૂપિયા એક સરેરાશ વ્યાજ પર, પહેલાં વર્ષનું વ્યાજ 2.27 લાખ રૂપિયા થશે. સ્પષ્ટ છે કે આ રકમ કલમ 24બી હેઠળ 2 લાખ રૂપિયાની હાલની લિમિટથી વધુ છે. યાદ રાખો કે મકાન માલિક માટે આ એક અનિવાર્ય અને ટાળી ન શકનાર ખર્ચ છે.

ઓનલાઈન મંગાવ્યું ગાયનું છાણ પણ 'કેક' સમજીને ખાઈ ગયો, પછી જે થયું તે પેટ પકડીને હસાવે તેવું છે

જો મકાન માલિકને 77,000 રૂપિયાની વધારાની રકમ માટે ડિડક્શનનો દાવો કરવાની સુવિધા મળી જાય છે, તો તે એક વર્ષમાં લગભગ 24,000 રૂપિયા-એટલે કે મહિનામાં લગભગ 2000 રૂપિયા સુધી ટેક્સની બચત કરી શકે છે. આ તે પૈસા છે જે ડિસ્ક્રિશનરી ખર્ચ માટે ઉપયોગ કરવામાં આવે છે અને જે અર્થવ્યવસ્થ્યાને ગતિ આપશે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More