નવી દિલ્હી Budget 2021: નાણામંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) આજે સંસદમાં સામાન્ય બજેટ રજુ કર્યું. જેમાં તેમણે વીમા ક્ષેત્ર માટે મોટી જાહેરાત કરી છે. વીમા ક્ષેત્રમાં સરકારે પ્રત્યક્ષ વિદેશી રોકાણ મર્યાદા (FDI) 49% થી વધારીને 74% કરવાની જાહેરાત કરી છે. દેશમાં હજુ પણ સ્વાસ્થ્ય વીમાનો દાયરો 3-4 ટકા વસ્તી સુધી જ સીમિત છે. આવામાં વીમા ક્ષેત્રમાં FDI વધારવાથી મોટો ફેરફાર આવી શકે છે. કારણ કે કોવિડ-19 બાદ લોકોમાં જીવન વીમા અને હેલ્થ વીમા પ્રત્યે રસ વધ્યો છે.
બજેટ ( Budget 2021 ) રજુ કરતા નાણામંત્રી નિર્મલા સીતારમણે ( FM Nirmala Sitharaman )કહ્યું કે સરકાર નાણાકીય વર્ષ 2022માં વિનિવેશની પ્રક્રિયા ઝડપી બનાવશે. વિનિવેશથી લગભગ 1.75 લાખ કરોડ રૂપિયા મેળવવાનો લક્ષ્યાંક રજુ કરાયો છે. નાણામંત્રીએ કહ્યું કે બીપીસીએલ, એર ઈન્ડિયા, આઈડીબીઆઈ બેન્ક, ભારત અર્થ મૂવર્સ લિમિટેડ, ઈસ્પાત નિગમ જેવા તમામ સાર્વજનિક ઉપક્રમોમાં વિનિવેશની પ્રક્રિયા પૂરી કરી લેવાઈ છે. વર્ષ 21-22માં LIC માટે આઈપીઓ લાવવાની પણ જાહેરાત કરાઈ છે.
Budget 2021: બજેટની મોટી વાતો, શું થયું મોંઘુ અને શું થયું સસ્તું...તમામ અપડેટ માટે કરો ક્લિક
સરકાર રણનીતિક અને બિનરણનીતિક PSU ની ઓળખ તેજ કરી ચૂકી છે. જાહેર ઉપક્રમોના વિનિવેશની પ્રક્રિયા ઝડપી કરાશે. રાજ્યોના જાહેર ઉપક્રમોના વિનિવેશ માટે પણ પ્રોત્સાહન કરાશે. નાણાકીય વર્ષમાં બે બેન્કોમાં આ વર્ષે વિનિવેશ કરવામાં આવશે. એક જનરલ ઈન્શ્યોરન્સ (Insurance) કંપનીમાં વિનિવેશ કરાશે. નાણાકીય વર્ષમાં વિનિવેશથી સરકારે 1.75 લાખ કરોડ રૂપિયા મેળવવાનો લક્ષ્યાંક રાખ્યો છે.
બજેટ પર તમામ સમાચારો વાંચવા માટે કરો ક્લિક....
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે