Home> Business
Advertisement
Prev
Next

Budget 2024: ટેક્સમાં છૂટથી લઈને PM કિસાન યોજના સુધી, બજેટમાં થઈ શકે છે આ મોટી જાહેરાતો

5 લાખથી 15 લાખ રૂપિયાની વાર્ષિક આવક ધરાવતા લોકોને ટેક્સમાં છૂટનો લાભ મળી શકે છે. હાલમાં આ લોકો 5થી 20 ટકાના ટેક્સનો સામનો કરી રહ્યા છે.
 

Budget 2024: ટેક્સમાં છૂટથી લઈને PM કિસાન યોજના સુધી, બજેટમાં થઈ શકે છે આ મોટી જાહેરાતો

Budget 2024: નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmla Sitharaman) બજેટ 2024-25માં ટેક્સ મુક્તિને લઈને મોટી જાહેરાત કરી શકે છે. જી હા... બ્લૂમબર્ગના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ બજેટમાં આવકવેરામાં છૂટ મળી શકે છે. આ કદમથી 5 લાખથી 15 લાખ રૂપિયાની વાર્ષિક આવક ધરાવતા લોકોને ફાયદો થશે. હાલમાં આ લોકો 5થી 20 ટકાના ટેક્સનો સામનો કરી રહ્યા છે.

fallbacks

અંબાલાલ પટેલની સૌથી ભયાનક આગાહી! આ તારીખ બાદ વરસાદી પાણી કૃષિનો સત્યનાશ વાળશે!

રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે કેન્દ્ર સરકાર એક નવા ટેક્સ બ્રેકેટ પર વિચાર કરી રહ્યું છે. જો કે હાલ આ અંગે વિગતવાર ચર્ચા ચાલી રહી છે અને બજેટની રજૂઆત દરમિયાન આખરી નિર્ણય લેવામાં આવશે. એવું પણ જાણવા મળી રહ્યું છે કે આ ટેક્સ ફેરફારોથી સંભવિત આવકમાં ખોટ હોવા છતાં સરકાર ચાલુ નાણાકીય વર્ષ માટે જીડીપીના 5.1% ના રાજકોષીય ખાધના લક્ષ્યને જાળવી રાખવા માટે પ્રતિબદ્ધ છે.

ઉ. ગુજરાતમાં મેઘાની એન્ટ્રી! બનાસકાંઠા કાળા ડિબાંગ વાદળોથી ગાજ્યું, અંબાજીમાં ધોધમાર

પીએમ કિસાન યોજનાની પણ વધી શકે છે રકમ
રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે સરકાર ખેડૂતોને પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવતી પ્રોત્સાહન રાશિને વધારવા પર ફરીથી વિચાર કરી રહી છે. વર્ષના 6000 રૂપિયાની રાશિને વધારીને 8000 રૂપિયા સુધી કરી શકે છે. જ્યારે ન્યૂનતમ ગારંટી યોજના હેઠળ ચૂકવણી વધારવા અને મહિલા ખેડૂતો માટે નાણાકીય સહાયતાનો વિસ્તાર કરી શકે છે. અત્યારે સરકાર પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ વર્ષના 6 હજાર રૂપિયાની રાશિ એટલે કે દર ચાર મહિને 2000 રૂપિયા આપે છે.

અમેરિકામાં ગુજરાતી સહિત ભારતીય વિદ્યાર્થીઓને બખ્ખાં, આ વાત કરીને ટ્રમ્પે મોજ કરાવી!

ક્યારે રજૂ થઈ શકે છે બજેટ?
નાણામંત્રી નિર્મલા સીતારમણ ઈકોનોમિસ્ટ, ટ્રેન્ડ યૂનિયન અને ઈન્જસ્ટ્રી ચેમ્બર્સ સહિત અન્ય સાથે બજેટ પૂર્વે ચર્ચા કરી રહ્યા છે. સ્થાનિક મીડિયા સૂચવે છે કે બજેટની જાહેરાત 22 જુલાઈએ થઈ શકે છે. મહેસૂલ સચિવ સાથે પ્રી-બજેટ ચર્ચામાં CII જેવા ઉદ્યોગ સંગઠનોએ રૂ. 20 લાખ સુધીની કરપાત્ર આવકના નીચલા સ્તરે આવકવેરામાં સામાન્ય રાહત આપવાનું સૂચન કર્યું છે.

જો તમે આ 5 ટ્રાફિક ચિહ્નોને ઓળખો છો તો તમે હેવી ડ્રાઈવર છો! ઓળખી શક્યા કે નહીં?

આ ટેક્સપેયર્સને પણ મળી શકે છે છૂટ
પર્સનલ કરદાતાઓ માટે સૌથી મોટી ચિંતા તેમની પાસેથી કર વસૂલાતમાં વધારો છે, જે વાસ્તવમાં તાજેતરના વર્ષોમાં કોર્પોરેટ આવકવેરા વસૂલાત કરતાં વધી ગઈ છે. નાણાકીય વર્ષ 2023-24માં નેટ કોર્પોરેટ ટેક્સ કલેક્શન રૂ. 9.11 લાખ કરોડ હતું, જ્યારે નેટ પર્સનલ ટેક્સ કલેક્શન રૂ. 10.44 લાખ કરોડ હતું. એ જ રીતે 2022-23માં કોર્પોરેટ ટેક્સ કલેક્શન રૂ. 8,25,834 કરોડ અને વ્યક્તિગત ટેક્સ કલેક્શન રૂ. 8,33,307 કરોડ હતું. આવી સ્થિતિમાં આશા રાખવામાં આવે છે કે આ મામલે પણ છૂટછાટની જાહેરાત કરવામાં આવે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More