Home> Business
Advertisement
Prev
Next

કયા કિસ્સામાં બિલ્ડર વિરુદ્ધ RERA માં ફરિયાદ કરી શકો? લાખો ખર્ચીને ઘર લીધું હોય તો જાણો કામની વાત

આજના સમયમાં લોકો બિલ્ડરો પાસેથી ફ્લેટ કે મકાન ખરીદે છે, જેમાં તે પોતાની બધી કમાણી અને હોમ લોનનો ભાર ઉઠાવે છે. જો બિલ્ડર પોતાના વચન અનુસાર મકાન ન આપે, તો ખરીદનારને છેતરાયાનો અનુભવ થાય છે. આવી સ્થિતિમાં રિયલ એસ્ટેટ રેગુલેટરી ઓથોરિટી (RERA) માં ફરિયાદ કરી શકાય છે.

 કયા કિસ્સામાં બિલ્ડર વિરુદ્ધ RERA માં ફરિયાદ કરી શકો? લાખો ખર્ચીને ઘર લીધું હોય તો જાણો કામની વાત

નવી દિલ્હીઃ આજના સમયમાં લોકોની પાસે એટલો સમય હોતો નથી કે તે ખુદ સમય આપી મકાન બનાવી શકે, તેથી મોટા ભાગના લોકો સોસાયટીમાં બિલ્ડર બનાવેલા મકાન કે ફ્લેટ ખરીદે છે. મકાન ન માટે ન માત્ર લાખો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે પરંતુ હોમ લોનનો ભાર પણ ઉઠાવે છે. તેવામાં આટલો ખર્ચ કર્યા પછી ઘર તમારી ઈચ્છા પ્રમાણે ન મળે તો છેતરાયાનો અનુભવ થાય છે. આવી સ્થિતિમાં તમે આ ઘટનાની ફરિયાદ રિયલ એસ્ટેટ રેગુલેટરી ઓથોરિટી (RERA) માં કરાવી શકો છો.

fallbacks

કઈ સ્થિતિમાં કરી શકો છો બિલ્ડરની ફરિયાદ?
ક્વોલિટી કે નક્શામાં ગડબડ કરે બિલ્ડર

ઘણી વખત બિલ્ડર તમને ઘરની અલગ ડિઝાઇન અને નકશો બતાવે છે, પરંતુ બાંધકામ પૂર્ણ થયા પછી, ઘણો ફરક જોવા મળે છે. બિલ્ડરે ફ્લોર પર અલગ પથ્થરનો ઉપયોગ કરવાનું કહ્યું છે, પરંતુ તમને કંઈક બીજું મળ્યું છે, દરવાજા અને અન્ય વસ્તુઓની ગુણવત્તા પણ તમને જે કહેવામાં આવ્યું હતું તેના કરતા સંપૂર્ણપણે અલગ અને ખરાબ છે. આ સ્થિતિમાં, તમે બિલ્ડર વિરુદ્ધ RERA માં ફરિયાદ કરી શકો છો.

જો સમય પર મકાન ન મળે તો
જો મને નક્કી સમય પર ફ્લેટ કે મકાનનો કબજો મળતો નથી અને આ કારણે તમારે ઈએમઆઈ સાથે ભાડું પણ ભરવું પડી રહ્યું છે તો તમે આ મામલામાં પણ રેરાની પાસે બિલ્ડર વિરુદ્ધ ફરિયાદ કરી શકો છો. તમારી ફરિયાદ મળ્યાના 60 દિવસની અંદર રેરાએ તેનો ઉકેલ લાવવાનો હોય છે.

આ પણ વાંચોઃ ઓનલાઈન આવેલા ટ્રાફિક ચલણ થઈ જશે માફ? તમે પણ સરળતાથી ઉઠાવી શકો છો ફાયદો

કરારની શરતોનું ઉલ્લંઘન
બિલ્ડરે જો કરારની શરતોનું ઉલ્લંઘન કર્યું છે તો તમને રેરામાં ફરિયાદ કરવાનો અધિકાર હોય છે. આ સિવાય કબજો મળ્યાના પાંચ વર્ષ સુધી પ્રોપર્ટીમાં કોઈ પ્રકારની સ્ટ્રક્ચરલ સમસ્યા આવે છે તો બિલ્ડરે કોઈ વધારાના ખર્ચ વગર 30 દિવસમાં ઠીક કરવાની હોય છે. જો બિલ્ડર તે ન કરે તો તમે રેરામાં ફરિયાદ દાખલ કરાવી શકો છો.

આ નિયમ તોડે તો પણ ફરિયાદ કરી શકાય છે
કોઈપણ બિલ્ડર જે 500 મીટરથી વધુ જમીન પર પ્રોજેક્ટ વિકસાવી રહ્યો છે અને જે અઢારથી વધુ એપાર્ટમેન્ટ બનાવી રહ્યો છે, તેણે પોતાના પ્રોજેક્ટને RERA હેઠળ રજીસ્ટર કરાવવો જરૂરી છે. પરંતુ જો તેણે હજુ પણ પ્રોજેક્ટ રજીસ્ટર કરાવ્યો નથી, તો તમે આ બાબતની ફરિયાદ RERA ને કરી શકો છો.

આ રીતે કરી શકો છો ફરિયાદ

  • ફરિયાદ દાખલ કરાવવા માટે તમારે પહેલા રેરાની સત્તાવાર વેબસાઇટ ઓપન કરવી પડશે. તમે જે રાજ્યમાં રહો છો ત્યાંની વેબસાઇટ ખોલો..
  • તેમાં લોગ ઇન કર્યા બાદ Complaint ના વિકલ્પમાં જઈને ફરિયાદ રજીસ્ટર કરો.
  • ત્યારબાદ એગ્રીમેન્ટના કાગળ અને જે જરૂરી દસ્તાવેજ છે તેની પીડીએફ બનાવી અપલોડ કરો.
  • આ દરમિયાન તમારે ફરિયાદ ફી પણ આપવી પડી શકે છે. પરંતુ તે વધુ હોતી નથી. દરેક રાજ્ય પ્રમાણે ચાર્જ અલગ-અલગ હોય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More