Home> Business
Advertisement
Prev
Next

અગ્નિપથના વિરોધ વચ્ચે અગ્નિવીરો માટે ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ કરી મોટી જાહેરાત

મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ અગ્નિપથ યોજના પર ટ્વીટ કરી છે. તેમણે લખ્યું- મહેન્દ્રા ગ્રુપમાં યોજના હેઠળ તાલીમ પામેલા યુવાનોની ભરતી થશે.

અગ્નિપથના વિરોધ વચ્ચે અગ્નિવીરો માટે ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ કરી મોટી જાહેરાત

નવી દિલ્હી: અગ્નિપથ યોજનાના વિરોધમાં હિંસક પ્રદર્શન ચાલી રહ્યા છે. આ વચ્ચે મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ મોટી જાહેરાત કરી છે. તેમણે જાહેરાત કરતા કહ્યું છે કે, ચાર વર્ષની સર્વિસ બાદ અગ્નિવીરોને મહિન્દ્રા ગ્રૂપમાં કામ કરવાની તક મળશે.

fallbacks

તમને જણાવી દઈએ કે, 14 જૂનના અગ્નિપથ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારથી લઇને અત્યાર સુધી હિંસક પ્રદર્શન થઈ રહ્યા છે. પ્રદર્શનકારીઓનું કહેવું છે કે, યોજનામાં પેન્શન દૂર કરવામાં આવ્યું છે, ત્યારે સર્વિસને માત્ર 4 વર્ષ સુધી સીમિત કરવામાં આવી તે યોગ્ય નથી. સેનામાં જોડાવવા માંગતા વિદ્યાર્થીઓનો સવાલ છે કે તે ચાર વર્ષ બાદ જ્યારે રિટાયર થશે તો ત્યારબાદ તેઓ શું કરશે?

ખુશખબર! ખાદ્યતેલના ભાવમાં ફરી આવ્યો મોટો ઘટાડો, જાણો શું છે નવા ભાવ

આનંદ મહિન્દ્રાએ શું કહ્યું?
અગ્નિપથ યોજનાની જાહેરાત બાદ જે રીતે હિંસા થઈ રહી છે, તેનાથી દુ:ખી અને નિરાશ છું. ગત વર્ષે જ્યારે આ યોજના પર વિચાર કરવામાં આવી રહ્યો હતો, ત્યારે મેં કહ્યું હતું કે, અગ્નિવીરોને જે શિસ્ત અને કુશળતા મળશે તે તેમને રોજગાર માટે સક્ષમ બનાવશે. વધુમાં કહ્યું કે મહિન્દ્રા ગ્રુપ તાલીમ પામેલા સક્ષમ યુવાનોને નોકરી કરવાની તક આપશે.

આનંદ મહિન્દ્રાને જ્યારે પૂછવામાં આવ્યું કે તેઓ અગ્નિવીરોને કંપનીમાં કઈ પોસ્ટ આપશે? આ મામલે તેમણે લખ્યું- લીડરશિપ ક્વોલિટી, ટીમ વર્ક અને શારીરિક તાલીમ મેળવવાને કારણે અગ્નિવીરોના રૂપમાં ઉદ્યોગને બજાર માટે તૈયાર વ્યાવસાયિકો મળશે. આ લોકો એડમિનિસ્ટ્રેશન, સપ્લાય ચેન મેનેજમેન્ટ કોઈપણ જગ્યા પર કામ કરી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More