Home> Business
Advertisement
Prev
Next

અક્ષય તૃતીયાની સ્પેશિયલ ઓફર : આ બ્રાન્ડ આપી રહી છે 30 ટકા સસ્તુ સોનું

આજે અક્ષય તૃતીયાનો મંગળ તહેવાર છે. આજના દિવસે સોનાની ખરીદી શુભ માનવામાં આવે છે. આવામાં ગ્રાહકોને આકર્ષવા માટે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ સોનાની ખરીદી માટે બમ્પર છૂટ ઉપરાંત કેશબેકની ઓફર પણ કાઢી છે. 

અક્ષય તૃતીયાની સ્પેશિયલ ઓફર : આ બ્રાન્ડ આપી રહી છે 30 ટકા સસ્તુ સોનું

નવી દિલ્હી :આજે અક્ષય તૃતીયાનો મંગળ તહેવાર છે. આજના દિવસે સોનાની ખરીદી શુભ માનવામાં આવે છે. આવામાં ગ્રાહકોને આકર્ષવા માટે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ સોનાની ખરીદી માટે બમ્પર છૂટ ઉપરાંત કેશબેકની ઓફર પણ કાઢી છે. SBIની સાઈટ પર ઉપલબ્ધ જાણકારી અનુસાર, સોના ખરીદવા પર 5 ટકા સુધી અને વધુમાં વધુ 25000 રૂપિયાની છૂટ મળશે. છૂટનો ફાયદો ઉઠાવવા માટે ગ્રાહકોએ ઓછામાં ઓછા 25 હજાર રૂપિયાની ખરીદી કરવી પડશે. આજે આ સ્કીમનો ફાયદો ઉઠાવવાનો છેલ્લો દિવસ છે. કેશબેકની સુવિધા દુકાનદારો પાસેથી મળતી છૂટ તો હશે જ. 

fallbacks

Akshaya Tritiya 2019: સોનુ ખરીદી અને પૂજાનું આ મુહૂર્ત અચૂક સાચવજો, પછી તો ફાયદો જ ફાયદો...

કેવી રીતે ફાયદો લેશો
આ તક માટે ગ્રાહકોએ SBIને ક્રેડિટ કાર્ડથી સોનાની ખરીદી કરવાની રહેશે. સ્ટેટ બેંકે આ માટે રિલાયન્સ જ્વેલ્સ, જોયાલુક્કાસ જેવી કંપનીઓ સાથે ટાઈ અપ કર્યું છે. કેશબેક 25 જૂન સુધી તમારા ક્રેડિટ કાર્ડમાં પરત આવી જશે. આજે તમામ જ્વેલરી બ્રાન્ડ તરફથી વિવિધ ઓફર આપવામાં આવી રહી છે. તેના માટે તમારે કોઈ પણ બ્રાન્ડના આઉટલેટ પર જવુ પડશે.

30 ટકા સુધીની છૂટ
તનિષ્ક તરફથી સોના પર 25 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે, તો માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ પર 10 ટકા એડવાન્સ આપીને જ્વેલરી બુક કરાવવાની છૂટ આપવામાં આવી છે. આવી જ રીતે પીસી જ્વેલર્સ તરફથી નિયમાધીન સાથે 30 ટકા સુધીની છૂટ મળી રહી છે. આ ઉપરાંત ટાટા ક્લિક જેવી અનેક ઈ-કોમર્સ કંપનીઓ પોતાની બ્રાન્ડમાંથી સોનુ ખરીદવા પર 10 ટકા સુધીની છૂટ આપી રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More