Home> Business
Advertisement
Prev
Next

TV જોનારાઓ માટે 1 જાન્યુઆરીથી બદલાશે આ બે નિયમ, મનપસંદ ચેનલ જોવી બનશે મોંઘી

ટીવી જોનારાઓ માટે એક જાન્યુઆરીથી બે નવા નિયમોમાં ફેરફાર થવાના છે. પહેલો તમારા કેબલ અથવા  DTH નો માસિક ખર્ચ વધી જશે. બીજો તમે તે ચેનલ્સ માટે પૈસા આપશો જેને તમે જોવા માંગો છો. એવું નથી કે તમારે એક મહિનાનું  DTH રીચાર્જ કર્યું અને તમારે તે ચેનલ મળી રહ્યા છે જેને કોઇ જોવાનું પસંદ કરતા નથી. એક જાન્યુઆરીથી તમારે દરેક ચેનલ MRP પર જોવી પડશે અથવા પછી તમે કોઇ ગ્રુપની ચેનલ એકસાથે ખરીદી શકો છો.  

TV જોનારાઓ માટે 1 જાન્યુઆરીથી બદલાશે આ બે નિયમ, મનપસંદ ચેનલ જોવી બનશે મોંઘી

નવી દિલ્હી: ટીવી જોનારાઓ માટે એક જાન્યુઆરીથી બે નવા નિયમોમાં ફેરફાર થવાના છે. પહેલો તમારા કેબલ અથવા  DTH નો માસિક ખર્ચ વધી જશે. બીજો તમે તે ચેનલ્સ માટે પૈસા આપશો જેને તમે જોવા માંગો છો. એવું નથી કે તમારે એક મહિનાનું  DTH રીચાર્જ કર્યું અને તમારે તે ચેનલ મળી રહ્યા છે જેને કોઇ જોવાનું પસંદ કરતા નથી. એક જાન્યુઆરીથી તમારે દરેક ચેનલ MRP પર જોવી પડશે અથવા પછી તમે કોઇ ગ્રુપની ચેનલ એકસાથે ખરીદી શકો છો.  

fallbacks

એટલે કે ઝી એન્ટરટેનમેંટ સાથે જોડાયેલી 24 ચેનલ તમે જોવા માંગો છો તો તમારે લગભગ 45 રૂપિયા દર મહિને આપવા પડશે. ઇકોનોમિક ટાઇમ્સમાં છપાયેલા એક સમાચાર અનુસાર ટીવી ચેનલ્સ માટે ટેલિકોમ રેગુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા નવી ગાઇડલાઇન્સ લાવી રહી છે, જે એક જાન્યુઆરીથી લાગૂ થશે. 

સરકારી બેંકમાં નોકરી કરવાની ઉત્તમ, આ બેંક કરશે 500 ઉમેદવારોની ભરતી

કેટલું બિલ વધશે
હાલ નાના ગામડાઓમાં કેબલ/DTH નું બિલ લગભગ 200-250 રૂપિયા દર મહિને અને નાના શહેરોમાં લગભગ 350-400 રૂપિયા આવે છે. આટલા રૂપિયામાં અત્યારે તમે બધી રીજનલ ચેનલ સહિત કેટલીક પ્રીમિયમ ચેનલ પણ જોઇ શકો છો, પરંતુ આગામી મહિનાથી ખર્ચ લગભગ 420-450 રૂપિયા દર મહિને થઇ શકે છે, જેમાં તમને મોટાભાગની મનપસંદ ચેનલ મળી જશે. જો તમે પ્રીમિયમ, HD અને સ્પોર્ટ્સ ચેનલ જોવા માંગો છો તો તમારે લગભગ 600 રૂપિયા દર મહિને ખર્ચ કરવા પડશે. 

મોદી સરકારનો 'મેગા જોબ પ્રોગ્રામ', આ રીતે પુરો થશે 10 લાખ યુવાનોને નોકરી આપવાનો ટાર્ગેટ

ફ્રી ચેનલ્સનો પણ લાગશે ચાર્જ
કેબલ દ્વારા અથવા DTH દ્વારા, હવે તમને લગભગ 100 ચેનલ ફ્રી મળે છે. આ તે ચેનલ હોય છે, જે તમને પેકેજ સાથે મળે છે અને જેનો કોઇ ચાર્જ હોતો નથી. પરંતુ એક જાન્યુઆરી બાદ TRAI ના નવા નિયમ લાગૂ થશે તો તમને લગભગ 130 રૂપિયા ભરવા પડશે. 

આ ચેનલ મળશે 1 રૂપિયામાં
ડિસ્કવરી જીત, બિગ મેજિક, જી અનમોલ, બિંદાસ, રિશ્તે, સોની પલ, લિવિંગ ફૂડ્સ, સ્ટાર ઉત્સવ, મૂવીઝ ઓકે, સોની મેક્સ-2, ઝી એક્શાન, સોની વાહ, ઝી અનમોલ સિનેમા, ન્યૂઝ 18 ઇન્ડિયા, આજતક, એનડીટીવી ઇન્ડિયા, સીએનબીસી આવાજ, સીએનએન, એનડીટીવી પ્રોફિટ, સોની મિક્સ, જિંગ, ઝી ઇટીસી બોલીવુડ, વીએચ-1, ડિસ્કવરી સાયન્સ વગેરે. 

મફતમાં મળશે 71 લીટર પેટ્રોલ, બસ કરવું પડશે આટલું કામ

આ ચેનલને એકસાથે કરી શકો છો સબ્સક્રાઇબ

કંપની ચેનલ રૂપિયા/મહિને
સ્ટાર ઇન્ડિયા 13 49
ઝી એન્ટરટેનમેંંટ  24 45
સોની પિક્ચર 09 31
ઇન્ડિયા કાસ્ટ 20 25
ડિસ્કવરી નેટવર્ક 08 08
ડિઝ્ની 07 10
ટાઇમ્સ નેટવર્ક 04 07
ટીવી ટૂડે 02 0.75

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More