નવી દિલ્હીઃ ઘણા લોકો સ્ટેશન પર મોડા આવે છે અથવા ટિકિટ કાઉન્ટર પર વધારે ભીડના કારણે ટ્રેન છુટી જાય છે. આવી સ્થિતિમાં, તેમની પાસે ટિકિટ કેન્સલ કરાવવાનો અથવા તે જ રૂટ પર ચાલતી બીજી ટ્રેનમાં મુસાફરી કરવાનો વિકલ્પ હોય છે. લોકો વિચારે કે જો ટ્રેન ઉપડી તો ટિકિટ વેડફાઈ જશે. પરંતુ શું તમે જાણો છો કે તમે એક જ ટિકિટ સાથે અન્ય ટ્રેનોમાં મુસાફરી કરી શકો છો? આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે જ્યારે ટ્રેન ચૂકી જાઓ ત્યારે તમારે શું કરવું જોઈએ.
તમને જણાવી દઈએ કે તે ટ્રેનની ટિકિટના પ્રકાર પર નિર્ભર કરે છે કે તમે તે જ ટિકિટ સાથે બીજી ટ્રેનમાં મુસાફરી કરી શકો છો કે નહીં. ભારતીય રેલ્વેના નિયમો અનુસાર, જો તમે તમારી ટ્રેનમાં સીટ આરક્ષિત કરી હોય અને તમારી ટ્રેન છુટી જાય, તો તમે તે જ ટિકિટ પર બીજી ટ્રેનમાં મુસાફરી નથી કરી શક્તા.
આ પણ વાંચોઃ SBIના 40 કરોડ ગ્રાહકોને ઝટકો: બેંકે બદલી દીધો નિયમ,અડધી રાત્રે કપાઈ રહ્યાં છે રૂપિયા
જનરલ ટિકિટ પર પકડી શકો છો બીજી ટ્રેન
પરંતુ, જો તમારી પાસે રિઝર્વેશન વગરની સામાન્ય ટિકિટ હોય, તો તમે એ જ ટિકિટ સાથે સમાન રૂટ પર ચાલતી અન્ય કોઈ પણ ટ્રેનમાં મુસાફરી કરી શકો છો. આ કરવા માટે TTE તમારી પાસેથી દંડ નહીં વસૂલે. પરંતુ તમારે તે જ દિવસે તે ટિકિટ સાથે મુસાફરી કરવી પડશે જે દિવસની ટિકિટ તમારી પાસે છે.
આ સુવિધા પહેલાથી આરક્ષિત ટિકિટ પર આપવામાં આવતી નથી. જો તમે ટ્રેનમાં સીટ રિઝર્વ કરી હોય અને કોઈ કારણસર ટ્રેન ચૂકી જાય, તો આવી સ્થિતિમાં તમે તે ટિકિટ સાથે અન્ય કોઈ ટ્રેનમાં મુસાફરી કરી શક્તા નથી. જો તમે આવી ટિકિટ સાથે બીજી ટ્રેનમાં મુસાફરી કરો છો, તો તમારી સાથે ટિકિટ વિનાનો વ્યવહાર કરવામાં આવશે અને દંડ થઈ શકે છે. આવી સ્થિતિમાં, તમે ભારતીય રેલવેના નિયમો અને શરતો અનુસાર રિફંડનો દાવો કરી શકો છો.
આ પણ વાંચોઃ Ration Card: રેશનકાર્ડ ધારકો કેમ આવ્યા મુશ્કેલીમાં! દેશભરમાં રાશનનો નવો નિયમ લાગુ
આવી રીતે કરી શકો છો રિફન્ડ ક્લેમ
જો તમારે રિફંડ જોઈતું હોય તો પહેલા ટિકિટ કેન્સલ ન કરો. તમે આ માટે TDR સબમિટ કરી શકો છો. આમાં તમારે મુસાફરી ન કરવાનું કારણ પણ જણાવવું પડશે. જો ચાર્ટ તૈયાર કર્યા પછી ટિકિટ રદ કરવામાં આવે તો કોઈ રિફંડ આપવામાં આવશે નહીં. ચાર્ટિંગ સ્ટેશનથી ટ્રેન ઉપડ્યા પછી, તમારી પાસે TDR નોંધણી કરવા માટે એક કલાકનો સમય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે