Home> Business
Advertisement
Prev
Next

Cash Deposit Limit: સાવધાન રહો, બેન્કમાં રોકડ જમા કરાવવા પર આપવો પડી શકે છે 60 ટકા ટેક્સ, આ છે આવકવેરા વિભાગની ગાઈડલાઈન

Income Tax: આવકવેરાના ઘણા નિયમો તમારા બેંક ખાતામાં જમા અને ઉપાડ પર પણ લાગુ પડે છે. તમારે માત્ર રોકડ જમા કરાવતી વખતે જ નહીં પરંતુ ઉપાડતી વખતે પણ સાવચેત રહેવું જોઈએ.

Cash Deposit Limit: સાવધાન રહો, બેન્કમાં રોકડ જમા કરાવવા પર આપવો પડી શકે છે 60 ટકા ટેક્સ, આ છે આવકવેરા વિભાગની ગાઈડલાઈન

Income Tax: બેન્ક એકાઉન્ટ તમારા પૈસાનું મેનેજમેન્ટ કરવા માટે હોય છે. તેમાં તમે પૈસા જમા અને ઉપાડતા રહો છે. પરંતુ બેન્ક એકાઉન્ટ ઘણા પ્રકારના નિયમોથી બંધાયેલું હોય છે. જો તેમાં ચૂક થઈ જાય તો તમારે 60 ટકા સુધીનો ટેક્સ ચુકવવો પડે છે. ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ અનુસાર જો તમે તમારા એકાઉન્ટમાં કેશ જમા કરાવો છો અને આવકનો સ્ત્રોત જણાવવામાં નિષ્ફળ રહ્યાં તો તમારી પાસેથી મોટો ટેક્સ વસૂલ કરવામાં આવશે, તેમાં 25 ટકા સરચાર્જ અને 4 ટકા સેસ પણ સામેલ છે. આવો તમને કેશ ડિપોઝિટના નિયમો જણાવી દઈએ.

fallbacks

આવકનો સોર્સ ન જણાવવા પર લાગશે 60 ટકા ટેક્સ
ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ (Income Tax Department)ને ઈનકમ ટેક્સ એક્ટની કલમ 68 અનુસાર તે શક્તિ મળી છે કે તે આવકનો સોર્સ ન જણાવી શકનાર વ્યક્તિ વિરુદ્ધ નોટિસ જારી કરી 60 ટકા સુધીનો ટેક્સ વસૂલી શકે છે. સરકાર તરફથી સતત તે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે લોકો ઓછામાં ઓછો કેશનો ઉપયોગ કરે. સેવિંગ એકાઉન્ટમાં કેશ ડિપોઝિટ લિમિટ લગાવી મની લોન્ડ્રિંગ, ટેક્સ ચોરી અને ગેરકાયદેસર નાણાકીય ગતિવિધિઓ પર પ્રતિબંધ લગાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. 

આ પણ વાંચોઃ SIP કરતા જોરદાર સ્કીમ: પૈસા લગાવો અને દર મહિને કરો કમાણી, મળશે જબરદસ્ત ફાયદા

10 લાખ રૂપિયાથી વધુ કેશ ડિપોઝિટ કરવા પર આપવી પડશે સૂચના
આવકવેરા એક્ટ અનુસાર જો તમે સેવિંગ એકાઉન્ટમાં એક નાણાકીય વર્ષમાં 10 લાખ રૂપિયાથી વધુની કેશ ડિપોઝિટ કરો છો તો તમારે આવકવેરા અધિકારીઓને સૂચના આપવી પડશે. કરંટ એકાઉન્ટમાં આ લિમિટ 50 લાખ રૂપિયા છે. પરંતુ તે જાણવું જરુરી છે કે લિમિટથી વધુ કેશ જમા કરવા પર તત્કાલ કોઈ ટેક્સ લાગતો નથી. સાથે તમે જાણકારી આપવામાં સફળ રહ્યાં તો તમારે કોઈ ટેક્સ ભરવો પડશે નહીં. 

એક કરોડ રૂપિયાથી વધુના ઉપાડ પર 2 ટકા ટીડીએસ કપાશે
આવકવેરા વિભાગના સેક્શન 194N કહે છે કે એક કરોડથી વધુ પૈસા બેન્ક એકાઉન્ટમાંથી ઉપાડવા પર 2 ટકા ટીડીએસ કાપવામાં આવશે. જો તમે છેલ્લા 3 વર્ષથી ITR ફાઈલ કર્યું નથી, તો તમારે 20 લાખ રૂપિયાથી વધુ ઉપાડ પર જ 2% TDS અને 1 કરોડ રૂપિયાથી વધુ ઉપાડ પર 5% TCS ચૂકવવો પડશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More