Home> Business
Advertisement
Prev
Next

Zomato અને Swiggy સામે તપાસના આદેશ, જાણો શું છે બમ્પર ડિસ્કાઉન્ટનો ખેલ!

CCI એ તેમના ઓર્ડરમાં કહ્યું છે કે પ્રાથમિક રીતે Swiggy અને Zomato ના કેટલાક આચરણને જોતા તેમની સામે ડાયરક્ટર જનરલ દ્વારા તપાસની જરૂરિયાત લાગે છે.
 

Zomato અને Swiggy સામે તપાસના આદેશ, જાણો શું છે બમ્પર ડિસ્કાઉન્ટનો ખેલ!

નવી દિલ્હી: ભારતીય પ્રતિસ્પર્ધા આયોગે ફૂડ ડિલીવરીથી જોડાયેલી મુખ્ય કંપનીઓ Swiggy અને Zomato સામે તપાસના આદેશ આપ્યા છે. CCI એ આ કંપનીઓના આપરેશન્સ અને બિઝનેસ મોડલને લઇને તપાસના આદેશ આપ્યા છે. આયોગે પ્રતિસ્પર્ધા કાયદાના સેક્શન 3(1) અને 3(4) ના કથિત ઉલ્લંઘનને લઇ તપાસના આદેશ આપ્યા છે.

fallbacks

CCI એ તેમના ઓર્ડરમાં કહી આ વાત
સીસીઆઇએ 4 એપ્રિલ, 2022 ના રોજ તેમના ઓર્ડરમાં કહ્યું છે કે, પ્રાથમિક રીતે Swiggy અને Zomato ના કેટલાક આચરણને જોતા તેમની સામે ડાયરક્ટર જનરલ દ્વારા તપાસની જરૂરિયાત લાગે છે. તપાસ દ્વારા આ વાતની જાણકારી લગાવી શકાય છે કે શું આ કંપનીઓનું આચરણ કોમ્પીટિશન એક્ટના સેક્શન3 (1) અને 3(4) નું ઉલ્લંઘન કરે છે કે નહીં.

IPL માં મળ્યો બુમરાહ કરતા પણ ખતરનાક બોલર, મોટામાં મોટા બેટિંગ ઓર્ડરના કાઢ્યા છોતરાં

DG કરશે વિસ્તૃત તપાસ
આયોગે DG ને કોમ્પીટિશન એક્ટના સેક્શન 26(1) ના સંદર્ભમાં વિસ્તૃત તપાસ કરવાના આદેશ આપ્યા છે. આયોગે DG ના આ ઓર્ડર પ્રાપ્ત કર્યાના 60 દિવસની અંદર તપાસનો રિપોર્ટ કોમ્પીટિશન કમીશનને સોંપવા કહ્યું છે.

બોલીવુડના લવબર્ડ્સ થયા અલગ, 3 વર્ષની રિલેશનશિપ બાદ આ સિલિબ્રિટીનું બ્રેકઅપ

જાણો શું છે સમગ્ર મામલો
નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયાની ફરીયાદ પર આ કંપનીઓ સામે તપાસના આદેશ આપ્યા છે. NRAI એ આરોપ લગાવ્યો છે કે ભારતની ફૂડ ડિલીવરી ઇન્ડસ્ટ્રીમાં 90 ટકાથી વધારે માર્કેટ શેરવાળા એગ્રીમેન્ટ ભારે છૂટ, એક્સક્લૂઝિવ ટાઈ-એપ અને કેટલાક રેસ્ટોરન્ટ પાર્ટનરની પસંદગી કરી ભારતના પ્રતિસ્પર્ધા કાયદાનું ઉલ્લંઘન કરી રહયું છે. સંગઠનનો આરોપ છે કે આ રેસ્ટોરન્ટ્સનો બિઝનેસ પ્રભાવિત થઈ રહ્યો છે અને નવા રેસ્ટોરન્ટ પ્લેયર્સને ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કરવામાં મુશ્કેલી પડી રહી છે.

રણબીર અને આલિયાના લગ્નની તારીખ સામે આવી, જાણ ક્યારે ફરશે સાત ફેરા; પરંતુ...

ત્યારબાદ CCI ને લાગ્યું કે, NRAI દ્વારા કરવામાં આવેલી કેટલીક બાબતોની તપાસ થવી જોઇએ. આ ઉપરાંત રેસ્ટોરન્ટ બોડીને વિલંબિત પેમેન્ટ સાયકલ, એગ્રીમેન્ટમાં લગાવવામાં આવેલા એકતરફી ક્લોઝ, ખુબ જ વધારે કમીશન ચાર્જ જેવા ઘણા આરોપો છ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More