Home> Business
Advertisement
Prev
Next

15 જૂને ઓપન થશે વધુ એક IPO,પ્રાઇઝ બેન્ડ 100 રૂપિયા, જાણો GMP

IPO Latest Update: સેલ પોઈન્ટ ઈન્ડિયાનો આઈપીઓ 15 જૂન 2023ના ઓપન થઈ રહ્યો છે. રોકાણકારો પાસે 20 જૂન 2023 સુધી આ આઈપીઓ પર દાંવ લગાવવાની તક છે. 

15 જૂને ઓપન થશે વધુ એક IPO,પ્રાઇઝ બેન્ડ 100 રૂપિયા, જાણો GMP

નવી દિલ્હીઃ આઈપીઓ પર દાંવ લગાવનાર રોકાણકારો માટે સારા સમાચાર છે. Cell Point india નો આઈપીઓ 15 જૂન 2023ના ઓપન થઈ રહ્યો છે. રોકાણકારોની પાસે 20 જૂન 2023 સુધી આ આઈપીઓ પર દાંવ લગાવવાની તક મળશે. નોંધનીય છે કે સેલ પોઈન્ટ ઈન્ડિયાના આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 100 રૂપિયા પ્રતિ શેર નક્કી થઈ છે. 

fallbacks

Cell Point india IPO ડીટેલ્સ
Cell Point india ના આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 100 રૂપિયા પ્રતિ શેર નક્કી થઈ છે. કંપનીના આઈપીઓની લોટ સાઇઝ 1200 શેરની નક્કી કરવામાં આવી છે. એટલે કે એક ઈન્વેસ્ટરે ઓછામાં ઓછા 1,20,000 રૂપિયાનું રોકાણ કરવું પડશે. કંપનીનું લિસ્ટિંગ એનએસઈ એસએમઈમાં થશે. નોંધનીય છે કે આઈપીઓ બાદ પ્રમોટર્સની કંપનીમાં ભાગીદારી ઘટી 73.06 ટકા થઈ જશે.

આ પણ વાંચોઃ ₹11 નો શેર વધીને આજે ₹100000 પર પહોંચી ગયો, 10 હજારના રોકાણના બનાવી દીધા 9 કરોડ

શું કહે છે જીએમપી?
ગ્રે માર્કેટ પર નજર રાખનાર પ્રમાણે આઈપીઓ આજે 12 રૂપિયાના પ્રીમિયમ પર ઉપલબ્ધ છે. જો આ ટ્રેન્ડ આગળ પણ યથાવત રહ્યો તો કંપનીનું લિસ્ટિંગ 112 રૂપિયા પર થઈ શકે છે. નોંધનીય છે કે સેલ પોઈન્ટ ઈન્ડિયાના આઈપીઓના શેરનું અલોટમેન્ટ 23 જૂને થશે. તો કંપની 29 જૂન 2023ના લિસ્ટ થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More