7th Pay Commission latest: નરેન્દ્ર મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓને ખુશખબર આપી છે. સરકારે પોતાના કર્મચારીઓને લિવ ટ્રાવેલ કન્સેશન (LTC)હેઠળ તેજસ, વંદે ભારત અને હમસફર ટ્રેનોથી યાત્રાને મંજૂરી આપી છે. ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનેલ એન્ડ ટ્રેનિંગ (DoPT) ને એલટીસી હેઠળ વિવિધ પ્રીમિયમ ટ્રેનોની સ્વીકાર્યતા અંગે વિવિધ કચેરીઓ/વ્યક્તિઓ તરફથી ઘણા સૂચનો મળ્યા બાદ આ પગલું લેવામાં આવ્યું છે.
ડીઓપીટીએ જાહેર કર્યો આદેશ
ડીઓપીટીએ આદેશમાં કહ્યું- આ વિભાગે ખર્ચ વિભાગ સાથે પરામર્શ કરીને આ બાબત પર વિચાર કર્યો છે અને નિર્ણય લેવામાં આવ્યો છે કે હાલની રાજધાની, શતાબ્દી અને દુરંતો ટ્રેનો ઉપરાંત, તેજસ એક્સપ્રેસ, વંદે ભારત એક્સપ્રેસ અને હમસફર એક્સપ્રેસ ટ્રેનોમાં મુસાફરીને હવે LTC હેઠળ મંજૂરી આપવામાં આવશે. સરકારી કર્મચારીઓની યોગ્યતા મુજબ મંજૂરી આપવામાં આવશે. એલટીસી મેળવતા કેન્દ્ર સરકારના લાયક કર્મચારીઓને પેઇડ લીવ ઉપરાંત અન્ય મુસાફરી માટે ટિકિટ પર થયેલ ખર્ચ પરત મળે છે.
આ પણ વાંચોઃ ચૂકતા નહીં, આ તારીખ પછી નહીં કરી શકો ITR ફાઈલ, જાણો શું છે લેટ ફી
શું છે એલટીસી
એલટીસી એટલે કે રજા પ્રવાસ કન્સેશન એ એવી સુવિધા છે જે કર્મચારીઓને ચોક્કસ સમયગાળા પછી તેમના વતન અથવા અન્ય કોઈ સ્થળે મુસાફરી કરવા માટે નાણાકીય સહાય પૂરી પાડે છે. આ સુવિધા કર્મચારીઓને તેમના પરિવાર અને મિત્રો સાથે સમય વિતાવવાની તક આપે છે, જેનાથી તેમની નોકરીનો સંતોષ વધે છે.
ડીએની પ્રતિક્ષા કરી રહ્યાં છે કર્મચારીઓ
વર્ષ 2025ના પ્રથમ છ મહિનાના મોંઘવારી ભથ્થા એટલે કે ડીએને લઈને કેન્દ્રીય કર્મચારીઓ પ્રતિક્ષા કરી રહ્યાં છે. તેવું અનુમાન છે કે સરકાર માર્ચના અંત સુધી મોંઘવારી ભથ્થા પર નિર્ણય લઈ શકે છે. તમને જણાવી દઈએ કે સાતમાં પગાર પંચની ભલામણોના આધાર પર વર્ષમાં બે વખત મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવે છે. આ વધારો છમાસિક આધાર પર થાય છે. સરકાર 1 જાન્યુઆરી અને 1 જુલાઈથી મોંઘવારી ભથ્થું લાગૂ કરે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે