Home> Business
Advertisement
Prev
Next

સોનું ઓલ ટાઈમ હાઈ રેટથી 3213 અને ચાંદી 8503 રૂપિયા થઈ ગઈ સસ્તી, જાણો 18થી 24 કેરેટનો લેટેસ્ટ રેટ

Gold-Silver Price: સોના-ચાંદીના ભાવમાં આજે મોટો ફેરફાર થઈ રહ્યો છે. હવે 24 કેરેટ સોનું પોતાના ઓલ ટાઈમ હાઈ રેટ 3213 રૂપિયા સસ્તું છે. જ્યારે ચાંદી 2 ફેબ્રુઆરીના રેટથી 8503 રૂપિયા પ્રતિ કિલો સસ્તી થઈ ગઈ છે. 
 

સોનું ઓલ ટાઈમ હાઈ રેટથી 3213 અને ચાંદી 8503 રૂપિયા થઈ ગઈ સસ્તી, જાણો 18થી 24 કેરેટનો લેટેસ્ટ રેટ

નવી દિલ્હીઃ Gold-Silver Price 28 FEB 2023: સોના-ચાંદીના ભાવમાં આજે ફેરફાર જોવા મળ્યો છે. હવે 24 કેરેટ સોનું પોતાના ઓલ ટાઈમ હાઈ રેટથી 3213 રૂપિયા સસ્તું છે. જ્યારે ચાંદી 2 ફેબ્રુઆરીના રેટથી 8503 રૂપિયા પ્રતિ કિલો સસ્તી થઈ ગઈ છે. નોંધનીય છે કે 2 ફેબ્રુઆરીએ ચાંદી 71576 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ હતી. જ્યારે સોનું 58882 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયું હતું. 

fallbacks

સોની બજારમાં આજે સોનું સોમવારના બંધ ભાવના મુકાબલે માત્ર 3 રૂપિયા પ્રતિ 10 ગ્રામ મોંઘું થયું છે, જ્યારે ચાંદી 373 રૂપિયા પ્રતિ કિલો સસ્તી થઈ છે. આજે સોનું સોમવારના બંધ ભાવ 55666 રૂપિયાના મુકાબલે 3 રૂપિયા મોંઘુ થઈ 55669 રૂપિયા પ્રતિ 10 ગ્રામના રેટ પર ખુલ્યું હતું. જ્યારે ચાંદી 373 રૂપિયા પ્રતિ કિલો નબળી પડીને 63073 રૂપિયા પર ખુલી હતી. 

આ પણ વાંચોઃ Bank Holidays In March 2023: ફટાફટ પૂરા કરી લો કામ, માર્ચમાં 12 દિવસ બંધ રહેશે બેંકો

આજે GST સહિત 24 કેરેટ સોનાની સરેરાશ હાજર કિંમત 57339 રૂપિયા છે. બુલિયન માર્કેટમાં જીએસટી સહિત ચાંદીની કિંમત 64,965 રૂપિયા પ્રતિ કિલો હશે. તે જ સમયે, 23 કેરેટ સોનાની સરેરાશ કિંમત હવે GST સહિત 57339 રૂપિયા છે. આજે તે 55446 રૂપિયા પ્રતિ 10 ગ્રામના દરે ખુલ્યો છે. 22 કેરેટ સોનાની કિંમત હવે 3% GST સાથે 52522 રૂપિયા છે. આજે તે રૂ.50993 પર ખુલ્યો હતો. જ્યારે 18 કેરેટની કિંમત હવે GST સહિત 43004 રૂપિયા છે. જ્યારે 14 કેરેટ સોનાની કિંમત હવે 32566 રૂપિયા છે. GST સહિત તેની કિંમત 33542 રૂપિયા હશે.

સોના-ચાંદીના આ ભાવ આઈબીજેએ દ્વારા જારી કરવામાં આવતો એવરેજ ભાવ છે. તેના પર જીએસટી અને જ્વેલરી મેકિંગ ચાર્જ લાગું નથી. બની શકે કે તમારા શહેરમાં સોના-ચાંદીના ભાવ આ રેટથી 500થી 2000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ મોંઘું કે સસ્તું મળી રહ્યું હોય. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More