Home> Business
Advertisement
Prev
Next

વિશ્વકપમાં ભારતની મેચ બાદ ચર્ચામાં આવેલા ચારૂલતા પટેલ હવે જોવા મળશે પેપ્સીની જાહેરાતમાં

આઈસીસી વિશ્વકપ-2019મા ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ બાદ 87 વર્ષના ચારુલત્તા પટેલ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

વિશ્વકપમાં ભારતની મેચ બાદ ચર્ચામાં આવેલા ચારૂલતા પટેલ હવે જોવા મળશે પેપ્સીની જાહેરાતમાં

અમદાવાદઃ આઈસીસી વિશ્વકપ-2019મા ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ બાદ 87 વર્ષના ચારુલત્તા પટેલ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ચારુલત્તા પટેલ તે મેચમાં ભારતીય ટીમને સમર્થન આપવા માટે મેદાનમાં હાજર રહ્યાં હતા. મેચ દરમિયાન તે સોશિયલ મીડિયામાં પણ છવાય ગયા હતા. મેચ બાદ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા ખાસ તેમને મળવા માટે પહોંચ્યા હતા. આ તસ્વીરો ખૂબ વાયરલ થઈ હતી. ત્યારબાદ વિરાટ કોહલીએ ટીમની બાકીની મેચો માટે પણ તેમની ટિકિટની વ્યવસ્થા કરી આપી છે. કેપ્ટન વિરાટ કોહલીએ ચારૂલતા પટેલના આશીર્વાદ પણ મેળવ્યા હતા. ત્યારબાદ વિરાટ કોહલીએ ટ્વીટર પર તેમની સાથેની તસ્વીર પણ શેર કરી હતી. તો હવે માહિતી મળી રહી છે કે, ચારૂલત્તા પટેલ પેપ્સીની જાહેરાતમાં પણ જોવા મળશે. 

fallbacks

સોશિયલ મીડિયામાં છવાયા હતા ચારૂલતા પટેલ
ભારત બાંગ્લાદેશની મેચ બાદ કેપ્ટન વિરાટ કોહલી અને રોહિત શર્મા ચારૂલતા પટેલને મળ્યા હતા. આ તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. ત્યારબાદ અચાનક તેમની લોકપ્રિયતામાં વધારો થઈ ગયો છે. ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ પણ ટ્વીટ કરીને તેમની મેચોની ટિકિટની વ્યવસ્થા કરવાની વાત કરી હતી. હવે જાણવા મળી રહ્યું છે કે ચારૂલતા પટેલ ટૂંક સમયમાં પેપ્સીની જાહેરાતમાં જોવા મળશે. અમદાવાદમાં એક પીઆર એજન્સીનું સંચાલન કરતા મતિક મેમણે ઝી ડિજિટલ સાથે વાત કરતા જણાવ્યું કે, ચારૂલતા પટેલે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે અમદાવાદની એક કંપનીની પસંદગી કરી છે. તેમણે કહ્યું તે થોડા સમયમાં ચારૂલતા પટેલ જાણીતી સોફ્ટ ડ્રિંક્સ કંપની પેપ્સીની જાહેરાતમાં જોવા મળશે. હાલ આ માટેની કાર્યવાહી પૂર્ણ થવા પર છે. 

કોણ છે ચારુલતા પટેલ
તાન્ઝાનિયામાં જન્મેલા ચારુલતા પટેલ મૂળ ગુજરાતી છે. તેઓ હાલ લંડનમાં રહે છે અને ક્રિકેટ તેમનું જીવન છે. તેમણે જણાવ્યું હતું કે, હું જમ્યા વગર રહી શકું છું પણ ક્રિકેટ વિના નહીં. તેમણે કહ્યું હતું કે, હું જ્યાં જઈ શકું ત્યાં જઈને ભારતની મેચ જોઉ છું અને ન જઈ શકું તો ટીવી પર મેચ નિહાળું છું. તેમને બાળપણથી ક્રિકેટનો શોખ છે. મેં 1983 વિશ્વ કપ દરમિયાન કપિલ દેવની આગેવાનીમાં ભારતીય ક્રિકેટ ટીમની ઘણી મેચ જોઈ છે. જ્યારે ટીમે વિશ્વ કપ જીત્યો તો મને ક્રિકેટમાં રસ વધી ગયો હતો. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More