Home> Business
Advertisement
Prev
Next

ટ્રેડ વોરઃ ચીનની અર્થવ્યવસ્થા 28 વર્ષમાં સૌથી નિચલા સ્તર પર

ચીનના નેશનલ બ્યૂરો ઓફ સ્ટેટિસ્ટિક્સ (એનબીએસ) સોમવારે જાહેરાત કરી કે વર્ષ 2018માં ચીનની અર્થવ્યવસ્થા 6.6 ટકાના દરે વધી હતી.

ટ્રેડ વોરઃ ચીનની અર્થવ્યવસ્થા 28 વર્ષમાં સૌથી નિચલા સ્તર પર

નવી દિલ્હીઃ ચીનનો આર્થિક વિકાસ દર વર્ષ 2018માં 6.6 ટકા રહ્યો, જે છેલ્લા 28 વર્ષમાં સૌથી નિચલા સ્તર પર છે. વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થામાં આ સ્થિતિ હાલના સમયમાં અમેરિકા સાથે ટ્રેડ વોર અને નિકાસમાં ભારે ઘટાડાને કારણે થઈ છે. ડિસેમ્બરના ત્રિમાસીક ગાળામાં અર્થવ્યવસ્થાની ગતી 6.4 ટકા રહી, જે ગત વર્ષે સમાન સમયગાળામાં 6.5 ટકાની તુલનામાં ઓછી છે. આંકડા અનુમાનોને અનુરૂપ છે, પરંતુ આ બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થાના વિકાસમાં આવેલી સુસ્તીને દર્શાવે છે. 

fallbacks

ચીનના નેશનલ બ્યૂરો ઓફ સ્ટેટિસ્ટિક્સ (એનબીએસ) સોમવારે જાહેરાત કરી કે વર્ષ 2018માં ચીનની અર્થવ્યવસ્થા 6.6 ટકાના દરે વધી હતી. એનબીએસના આંકડા પ્રમાણે વર્ષ 2018માં આર્થિક વિકાસ દર વર્ષ 2017ની 6.8 ટકાની તુલનામાં ઓછી છે અને વર્ષ 1990 બાદ સૌથી ઓછો વિકાસ દર છે. 

1990માં ચીનનો આર્થિક વિકાસ દર માત્ર 3.9 ટકા રહ્યો હતો. વર્ષ 2018ના ચોથા ત્રિમાસીક ગાળામાં વિકાસ દર 6.4 ટકા રહ્યો, જે ત્રીજા ત્રિમાસીક ગાળામાં 6.5 ટકાની તુલનામાં ઓછો છે. 

ચીનની આર્થિક સુસ્તીની અસર વૈશ્વિક અર્થવ્યવસ્થા પર પડવાથી ચિંતા વધી ગઈ છે. અમેરિકાની સાથે ટ્રેડ વોરને કારણે તેનું આર્થિક પરિદ્રશ્ય નબળુ પડ્યું છે. વર્ષ 2018ની શરૂઆતથી ચીન અને અમેરિકા વચ્ચે ટ્રેડ વોર ચાલી રહ્યો છે. બંન્ને દેશ એકબીજાના માલ પર આયાત ડ્યૂટીમાં વધારો કરી રહ્યાં છે. 

ગત વર્ષે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનના 250 અબજના માલ પર આયાત ડ્યૂટીમાં 25 ટકા સુધીનો વધારો કર્યો હતો. તો અમેરિકાના આ પગલા બાદ ચીને અમેરિકાના 110 અબજના માલ પર આયાત ડ્યૂટી વધારી હતી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More