Home> Business
Advertisement
Prev
Next

સસ્તામાં હોમ લોન લેવા માટે કેટલો હોવો જોઈએ સિબિલ સ્કોર, જાણો શું હોય છે Cibil Score નું ગણિત

આજના સમયમાં ઘર લેવા માટે લોકો હોમ લોન લેતા હોય છે. કોઈપણ બેંક કે નાણાકીય સંસ્થામાંથી લોન લેવા માટે સિબિલ સ્કોર સારો હોવો જરૂરી હોય છે. જાણો કેટલો સિબિલ સ્કોર હોય તો ઓછા દરે હોમ લોન મળે છે.
 

સસ્તામાં હોમ લોન લેવા માટે કેટલો હોવો જોઈએ સિબિલ સ્કોર, જાણો શું હોય છે Cibil Score નું ગણિત

Cibil Score: ઘર ખરીદવાનું સપનું દરેક વ્યક્તિનું હોય છે, પરંતુ આજકાલ પ્રોપર્ટીના ભાવ આસમાને આંબી ગયા છે. તેવામાં ઘર ખરીદવા માટે મોટા ભાગના લોકો હોમ લોન લેતા હોય છે. જો તમે પણ ઘર ખરીદવા માટે હોમ લોન લેવાનો પ્લાન બનાવી રહ્યાં છો તો તમારો સિબિલ સ્કોર સારો હોવો જોઈએ. એક સારો સિબિલ સ્કોર તમારી હોમ લોન સસ્તી બનાવી શકે છે. અમે તમને જણાવીશું કે સસ્તી હોમ લોન લેવા માટે સિબિલ સ્કોર કેટલો હોવો જોઈએ.

fallbacks

તમને જણાવી દઈએ કે સિબિલ સ્કોર એક રિપોર્ટ જેવો હોય છે, જે એક વ્યક્તિની નાણાકીય હિસ્ટ્રીને દર્શાવે છે. સાથે તેમાં ક્રેડિટ હિસ્ટ્રીની પણ વિગત હોય છે. એક સારો સિબિલ સ્કોર દર્શાવે છે કે તમે લોનનું રીપેમેન્ટ કરવામાં સક્ષમ છો. તેવામાં એક સારો સિબિલ સ્કોર હોવાથી તમે સસ્તા વ્યાજ દર પર હોમ લોન લઈ શકો છો.

આ પણ વાંચોઃ 43000% ટકાની તોફાની તેજી, આ 3 મલ્ટિબેગર સ્ટોકે ચાર વર્ષમાં કરી દીધા માલામાલ

કેટલો સિબિલ સ્કોર હોય તો સારૂ?
સિબિલ સ્કોર 300થી 900 વચ્ચે હોય છે. જો તમારો સિબિલ સ્કોર 300થી 550 વચ્ચે છે તો તમારો સિબિલ સ્કોર ખરાબ છે. જો તમારો સિબિલ સ્કોર 550થી 650 વચ્ચે છે તો તમારો સિબિલ સ્કોર એવરેજ છે. આ સિવાય 650થી 750 વચ્ચે સિબિલ સ્કોર સારો માનવામાં આવે છે. સાથે 750થી 900 વચ્ચે સિબિલ સ્કોર બેસ્ટ હોય છે. 

સસ્તી હોમ લોન માટે સિબિલ સ્કોર?
જો તમે એક સસ્તી હોમ લોન લેવા ઈચ્છો છો તો તમારો સિબિલ સ્કોર 650થી 750 વચ્ચે હોવો જોઈએ. આ સિવાય તેનાથી વધુ સિબિલ સ્કોર હોય તો તમે ઓછા વ્યાજે લોન લઈ શકો છો. જો તમારો સિબિલ સ્કોર ખુબ ઓછો છે તો બેંક તમને વધુ વ્યાજ પર લોન આપશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More