Home> Business
Advertisement
Prev
Next

Closing Bell: વર્ષ 2017 બાદ પ્રથમવાર 29,000થી નીચે આવ્યો Sensex, Nifty 8,541 પર બંધ

બજાર બંધ થવા સમયે 30 શેરના ઇન્ડેક્સ વાળા સેન્સેક્સમાં માત્ર બે શેર ઓએનજીસી અને આઈટીસી જ લીલા નિશાન પર રહ્યાં હતા. ઓએનજીસીના શેરમાં 9.83 ટકા અને આઈટીસીના શેરમાં 0.97 ટકાનો વધારો જોવા મળ્યો હતો.
 

Closing Bell: વર્ષ 2017 બાદ પ્રથમવાર 29,000થી નીચે આવ્યો Sensex, Nifty 8,541 પર બંધ

નવી દિલ્હીઃ ભારતીય શેર બજારોમાં બુધવારે પણ ઘટાડાનો દોર જોવા મળ્યો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક સેન્સેક્સ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક નિફ્ટી બુધવારે મોટા ઘટાડા સાથે બંધ થયા છે. સેન્સેક્સ 5.59 ટકા એટલે કે 1709.58 પોઈન્ટના ઘટાડા સાથે 28,869.51 પર બંધ થયો હતો. દસ માર્ચ 2017 બાદ આ પ્રથમવાર છે જ્યારે સેન્સેક્સ 29000ની નીચે બંધ થયો છે. 

fallbacks

બજાર બંધ થવા સમયે 30 શેરના ઇન્ડેક્સ વાળા સેન્સેક્સમાં માત્ર બે શેર ઓએનજીસી અને આઈટીસી જ લીલા નિશાન પર રહ્યાં હતા. ઓએનજીસીના શેરમાં 9.83 ટકા અને આઈટીસીના શેરમાં 0.97 ટકાનો વધારો જોવા મળ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 28,613.05ની નીચલી સપાટી પર આવી ગયો હતો. 

આ રહી સેન્સેક્સના શેરોની સ્થિતિ

fallbacks

નિફ્ટીની વાત કરીએ તો તે બુધવારે 4.75 ટકા એટલે કે 425.55 પોઈન્ટના ઘટાડા સાથે 8,541.50 બંધ થયો હતો. ટ્રેડિંગ દરમિયાન 8,407.05 પોઈન્ટની નીચલી સપાટીએ પહોંચ્યો હતો. 25 જાન્યુઆરી 2017 બાદ પ્રથમવાર છે જ્યારે નિફ્ટી 8500 પોઈન્ટની નીચે આવ્યો હતો. બજાર બંધ થવા સમયે નિફ્ટીની છ કંપનીઓ લીલા નિશાન પર અને 44 કંપનીઓ લાલ નિશાન પર હતી. 

નિફ્ટીની 50 કંપનીઓમાં બુધવારે સૌથી વધુ તેજી  ZEE ENTERTAINMENT ENTERPRISES LIMITED, YES BANK, ITC, TATA STEEL અને TCS કંપનીઓના શેરોમાં આવી હતી. તો સૌથી વધુ ઘટાડો  INDUSIND BANK, INFRATEL, KOTAK BANK, BAJAJ FINANCE અને BAJAJ FINSERV કંપનીઓના શેરોમાં જોવા મળ્યો હતો. 

આ રહી નિફ્ટીના શેરોની સ્થિતિ
fallbacks

ભારતીય શેર બજાર આજે બુધવારે વધારા સાથે ખુલ્યું હતું અને શરૂઆતી કારોબારમાં થોડીવાર બાદ સતત ઘટાડો જોવા મળ્યો હતો. બીએસઈનો સેન્સેક્સ બુધવારે  389.75 પોઈન્ટના વધારા સાથે 30,968.84 પર ખુલ્યો હતો. તો નિફ્ટી 121.40ના વધારા સાથે 9,088.45 પર ખુલ્યો હતો. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો બિઝનેસના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More